Showing posts with label મહાન ગણિતશાસ્ત્રીઓ. Show all posts
Showing posts with label મહાન ગણિતશાસ્ત્રીઓ. Show all posts

Saturday, December 29, 2018

સત્યેન્દ્રનાથ બોઝ

સંકલન :- દિલીપસિંહ ગોહિલ

ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા


સત્યેન્દ્રનાથ બોઝ (૧૮૯૪-૧૯૭૪) ભારતીય સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી હતા. તેમનો જન્મ કલકત્તામાં થયો હતો. તેમના માનમાં મૂળભૂત કણોના એક પ્રકારના સમૂહને બોઝૉન અથવા બોઝકણ તરીકે ઓળખવામાં આવે છે. આ બોઝૉન કણો માટે તેમણે જે નિયમ શોધ્યો તેને બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે.

★ જીવન પરિચય ★

બોઝનો જન્મ કલકત્તા ખાતે ૧ જાન્યુઆરી ૧૮૯૪ના રોજ થયો હતો. તેમના પિતા સુરેન્દ્રનાથ રેલવેમાં ઉચ્ચ અધિકારી હોવાથી તેમનુ બાળપણ અને અભ્યાસકાળ સુવિધાપૂર્ણ રહ્યાં હતાં. કલકત્તાની હિન્દુ સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો. આ શાળાના શિક્ષકે આગાહી કરી હતી કે બોઝ મહાન ગણિતજ્ઞ બનશે. આ શિક્ષકે બોઝને ગણિતમાં ૧૦૦માંથી ૧૦૦ ગુણ આપ્યા હતા, કારણ કે તેમણે બધા જ દાખલા બેથી ત્રણ રીતે સાચા ગણ્યા હતા. શાળાનુ શિક્ષણ પૂર્ણ કર્યા બાદ ૧૯૦૯માં તેઓ કલકત્તાની પ્રેસીડન્સી કોલેજમાં દાખલ થયા જ્યાં ૧૯૧૫માં તેઓ વિજ્ઞાનના અનુસ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૬માં કલકત્તા યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. અહીં અનુસ્નાતક કક્ષાએ તેઓ ગણિત અને ભૌતિકવિજ્ઞાન ભણાવતા હતા. સમગ્ર ભારતમાં સૌપ્રથમ વાર આધુનિક ગણિતનો વિષય અહીં શરૂ કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન આઇન્સ્ટાઇને સાપેક્ષવાદ ઉપર જર્મન ભાષામાં કેટલાક લેખો પ્રસિદ્ધ કર્યા હતા. આઇન્સ્ટાઇનની મંજૂરી સાથે બોઝે આ લેખોનો અંગ્રેજીમાં અનુવાદ કરી તેનુ પુસ્તક પ્રગટ કર્યું હતું. ૧૯૨૧માં કલકત્તા યુનિવર્સિટી છોડી તેઓ ઢાકા યુનિવર્સિટીમાં રીડર તરીકે જોડાયા હતા.

૧૯૨૪માં બોઝ અભ્યાસાર્થે પેરિસ ગયા જ્યાં તેમણે માદામ ક્યૂરી, લુઈ દ બ્રોગ્લી અને અન્ય વૈજ્ઞાનિકો સાથે સંશોધન કાર્ય કર્યુ. ૧૯૨૫-૨૬ દરમિયાન તેમણે થર્મલ ઇક્વિલિબ્રિયમ ઇન ધ રેડિયેશન ફીલ્ડ ઇન પ્રેઝન્સ ઓફ મેટર નામનો લેખ તૈયાર કર્યો જેનો આઇન્સ્ટાઇને જર્મન ભાષામાં અનુવાદ કરીને પ્રસિદ્ધ કર્યો હતો.

૧૦ જાન્યુઆરી ૧૯૭૪ના રોજ કલકત્તામાં આંતરરાષ્ટ્રીય વિજ્ઞાનીઓ મળ્યા અને સૌએ બોઝના ક્વૉન્ટમ સિદ્ધાંતની સુવર્ણજયંતી ઉજવીને તેમને મુબારકબાદી આપી. તે પછીના થોડાક જ દિવસ બાદ ૪ ફેબ્રુઆરી ૧૯૭૪ના રોજ તેમનુ અવસાન થયું હતું.


★ સંશોધન ★

બંધ પ્રણાલી જ્યારે અચળ તાપમાને હોય ત્યારે તે જુદી જુદી આવૃત્તિઓની વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરે છે. આ ઊર્જા માટે મેક્સ પ્લાંકે જે સૂત્ર આપ્યું હતું તે બોઝે પોતાની રીતે તારવ્યું અને લેખ તૈયાર કર્યો. બ્રિટિશ સામાયિકના તંત્રી ઑલિવર લૉજે આ લેખ અસ્વિકૃત કર્યો. આથી બોઝે આ લેખ આઇન્સ્ટાઇનને મોકલી આપ્યો. આઇનસ્ટાઇને આ લેખને અમૂલ્ય અને સિમા-ચિહ્નરૂપ ગણાવ્યો હતો. આ લેખમાં બોઝે કાળા પદાર્થ દ્વારા ઉત્સર્જિત થતા વિકિરણને ફોટૉન વાયુ તરીકે ઓળખાવ્યું હતું. આ સંશોધન દ્વાર સાબિત થતું હતું કે ફોટૉન એ કણ છે અને આ પ્રકારના સમાન કણો માટે અલગ સાંખ્ય-યાંત્રિકી (statistics) લાગું પડે છે. બોઝ દ્વારા તૈયાર કરેલ આ સિદ્ધાંતનું આઇન્સ્ટાઇને વિસ્તરણ કર્યું, જે પાછળથી બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર તરીકે ઓળખાયો.

★ પુરસ્કાર ★

બોઝના બોઝ-આઈન્સ્ટાઈન આંકડાશાસ્ત્ર અને એકીકૃત ક્ષેત્રસિદ્ધાંત વિષયે કરેલા પ્રદાન માટે કે. બેનરજી (૧૯૫૬), ડી. એસ. કોઠારી (૧૯૫૯), એસ. એસન. બાગ્ચી (૧૯૬૨) અને એ. કે. દત્તા (૧૯૬૨)માં ભૌતિક વિજ્ઞાનના નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવેલા. એમનું કાર્ય નોબેલ સમિતિએ ચકાસેલું પણ પુરસ્કાર યોગ્ય ગણ્યું ન હતું.

◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ


★ આભાર ★


Wednesday, December 26, 2018

મહર્ષિ ચરક

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ... વામૈયા પ્રાથમિક શાળા

◆ જીવન પરિચય ◆

મહર્ષિ ચરક (ઈ.સ. પૂર્વે ૬ઠ્ઠી - ૨જી સદી) પ્રાચીન કલા અને આયુર્વેદ વિજ્ઞાનમાં અતિ મહત્ત્વનો ફાળો આપવા બદલ મહર્ષિ ચરકનું નામ વિશ્વભરમાં પ્રખ્યાત રહેશે. આયુર્વેદ એટલે ચિકિત્સા વિજ્ઞાન અને જીવનશૈલીની એવી પદ્ધતિ જે પ્રાચીન ભારતના સમયમાં વિકસાવવામાં આવી છે. મહર્ષિ ચરક "ચરક સંહિતા" લખવા બદલ જગપ્રસિદ્ધ છે. કાશ્મીરના વતની તરીકે જાણીતા ચરક આયુર્વેદ ચિકિત્સાના પિતામહ માનવામાં આવે છે.

મહર્ષિ ચરક એવી પહેલી વ્યક્તિ હતા અંગ્રેજી કહેવત "Prevention is better than cure " એટલે કે "ઉપચાર કરતાં નિવારણ વધુ સારું છે" એ સિદ્ધાંત હિમાયતી હતા. નીચેના વિધાન આચાર્ય ચરક ને સમર્પિત છે. એક ચિકિત્સક જે દર્દીના શરીરની અંદર પોતાના જ્ઞાનના દીવડા વડે ઊંડો ઉતરીને રોગનું મૂળ કારણ શું છે તે સમજી નથી શકતો તે ક્યારેય પણ દર્દીના રોગને નાબૂદ નથી કરી શકતો. તેણે પ્રથમ દર્દીના રોગને લગતા તમામ પરિબળોનો અભ્યાસ કરવો જેમાં સૌ પ્રથમ પરિબળ છે પર્યાવરણ, તેના અભ્યાસ બાદ જ તેને સારવાર કરવી જોઈએ. રોગની સારવાર કરતાં તેના મૂળનું કારણને રોકવું વધારે મહત્ત્વનું છે. આ ઉપરાંત મહર્ષિ ચરકના શરીર વિજ્ઞાન, રોગનિદાન અને ગર્ભવિજ્ઞાનના યોગદાનને પણ બહોળા પાયે માનવામાં આવે છે.

ચરક સંહિતા એ હિંદુ ધર્મનો આયુર્વેદ વિષયનો અતિસુક્ષ્મ પરિચય આપતો એક પ્રસિદ્ધ ગ્રંથ છે. આ ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ છે. આ ગ્રંથના ઉપદેશક અત્રિપુત્ર પુનર્વસુ, ગ્રંથકર્તા અગ્નિવેશ તેમ જ પ્રતિસંસ્કારક મહર્ષિ ચરક છે.

પ્રાચીન સમયના પરિશીલનથી જ્ઞાત થાય છે કે, તે સમયમાં ગ્રંથ અથવા તંત્રની રચના શાખાના નામથી કરવામાં આવતી હતી. જેમ કે કઠ શાખામાં કઠોપનિષદ્ બન્યું છે. શાખાઓ અથવા ચરણ એ સમયની વિદ્યાપીઠ હતી, જ્યાં અનેક વિષયોનું કા અધ્યયન કાર્ય કરવામાં આવતું હતું. અત: સંભવ છે, ચરકસંહિતાનો પ્રતિસંસ્કાર ચરક શાખામાં થયો હોય.

ભારતીય ચિકિત્સા શાસ્ત્રમાં ત્રણ મુખ્ય નામ છે - ચરક, સુશ્રુત અને વાગ્ભટ્ટ ચરકના નામથી જેમ ચરક સંહિતા છે, તે જ રીતે સુશ્રૂતના નામથી સુશ્રૂત સંહિતા. ચરક સંહિતા, સુશ્રૂત સંહિતા તથા વાગ્ભટ્ટનો અષ્ટાંગ સંગ્રહ આજના સમયમાં પણ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન (આયુર્વેદ)ના માનક ગ્રંથ છે. આ ગ્રંથોની પ્રામાણિકતા અને પ્રાસંગિકતા માટેનું અનુમાન એ બાબત પરથી કરી શકાય છે કે જ્યાં ગ્રીક અને રોમન ચિકિત્સા પદ્ધતિઓનાં તત્કાલીન પુસ્તકોનાં નામ સ્વયં એ ચિકિત્સા પદ્ધતિના ચિકિત્સકો પણ જાણતા નથી. આ ગ્રંથ આજે પણ અભ્યાસક્રમનું અંગ છે.

ચરકસંહિતામાં પાલિ સાહિત્યના કેટલાક શબ્દ મળી આવે છે, જેમ કે અવક્રાંતિ, જેંતાક (જંતાક - વિનયપિટક), ભંગોદન, ખુડ્ડાક, ભૂતધાત્રી (નિંદ્રા માટે). આ બાબત પરથી ચરકસંહિતાનો ઉપદેશકાળ ઉપનિષદો પછીનો અને બુદ્ધના પૂર્વેનો નિશ્ચિત થાય છે. આ ગ્રંથનો પ્રતિસંસ્કાર કનિષ્કના સમયમાં ૭૮ ઈ.ના સમયમાં લગભગ થયો હોવાનું મનાય છે.

ત્રિપિટકના ચીની અનુવાદમાં કનિષ્કના રાજવૈદ્યના રૂપમાં ચરકનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કિંતુ કનિષ્ક બૌદ્ધ હતા અને એમના કવિ અશ્વઘોષ પણ બૌદ્ધ હતા, પરંતુ ચરક સંહિતામાં બુદ્ધમતનું જોરદાર ખંડન મળે છે. અત: ચરક અને કનિષ્ક વચ્યેનો સંબંધ સંદિગ્ધ જ નહીં અસંભવ હોય એવું લાગે છે. પર્યાપ્ત પ્રમાણોના અભાવમાં કોઇપણ મત પર સ્થિર થવું કઠિન છે.

◆ આભાર ◆

Tuesday, December 25, 2018

બ્રહ્મગુપ્ત

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ... વામૈયા પ્રાથમિક શાળા


● જીવન પરિચય ●

શૂન્ય સાથે ગણતરી કરવાના નિયમો આપવામાં બ્રહ્મગુપ્ત પ્રથમ હતા. તેમના દ્વારા રચેલા ગ્રંથો સંસ્કૃતમાં શ્લોક રૂપે છે, જે ભારતીય ગણિતની પ્રચલિત પ્રથા હતી. તેમના ગ્રંથોમાં કોઇ સાબિતી આપેલી નથી એટલે તેના પરિણામો કેવી રીતે મળ્યા તે હજુ જાણીતું નથી.

બ્રહ્મગુપ્તનો જન્મ તેમના પોતાના કથન અનુસાર ઇ.સ. ૫૯૮માં થયો હતો. તેઓ ચાવડા વંશના શાસક વ્યાગ્રહમુખના શાસન દરમિયાન ભીનમાલમાં (હાલમાં રાજસ્થાનમાં) રહેતા હતા. તેઓ જિષ્ણુગુપ્તના પુત્ર હતા, જેઓ શૈવ સંપ્રદાયના હતા. મોટા ભાગના વિદ્વાનો માને છે તેમનો જન્મ ભીનમાલમાં થયો હતો પરંતુ તેના કોઇ સચોટ પુરાવા નથી. જોકે, તેઓ ત્યાં રહેતા હતા અને જીવનનો મોટાભાગનો સમય ત્યાં પસાર કર્યો હતો. એક ટીકાકાર પ્રિથુદકા સ્વામીએ તેમને ભીનમાલાચાર્ય તરીકે ઓળખ્યા છે. સમાજશાસ્ત્રી જી. એસ. ઘુર્યે તેમને મુલ્તાન અથા આબુના માને છે.

હ્યુ-એન-ત્સાંગ દ્વારા ભીનમાલને પી-લો-મો-લો તરીકે ઓળખવામાં આવ્યું છે, પશ્ચિમ ભારતના બીજા સૌથી મોટા રાજ્ય ગુર્જરદેશની રાજધાની હતું, તેમાં હાલના રાજસ્થાનના દક્ષિણ ભાગ અને ગુજરાતના ઉત્તર ભાગનો સમાવેશ થતો હતો. તે ગણિત અને ખગોળશાસ્ત્રના અભ્યાસનું પણ એક મુખ્ય કેન્દ્ર હતું. બ્રહ્મગુપ્ત ખગોળશાસ્ત્રની શાળા બ્રહ્મપક્ષ શાળાના ખગોળશાસ્ત્રી બન્યા હતા, જે તે સમયની ભારતીય ખગોળશાસ્ત્રની ચાર મુખ્ય શાળાઓમાંની એક હતી. તેમણે ભારતીય ખગોળશાસ્ત્રના પાંચ પરંપરાગત સિદ્ધાંતો પર કામ કર્યું હતું. તેમજ અન્ય ભારતીય ખગોળશાસ્ત્રીઓ આર્યભટ્ટ, લાટદેવ, પ્રદ્યુમ્ન, વરાહમિહિર, સિંહ, શ્રીસેન, વિજયનંદિન અને વિષ્ણુચંદ્રના કાર્યોનો અભ્યાસ કર્યો હતો.

ઇ.સ. ૬૨૮માં ૩૦ વર્ષની વયે તેમણે બ્રહ્મસ્કૂટસિદ્ધાંતની રચના કરી હોવાનું મનાય છે, જે બ્રહ્મપક્ષ શાળાના સિદ્ધાંતોની સુધારેલી આવૃત્તિ મનાય છે. વિદ્વાનો માને છે કે તેમણે તેમની આવૃત્તિમાં પોતાની મૌલિક્તા ઉમેરી હતી અને ઘણી નવી સામગ્રીનો સમાવેશ કર્યો હતો. આ પુસ્તક ૨૪ પ્રકરણો અને ૧૦૦૮ છંદોનો સમાવેશ કરે છે. ખગોળશાસ્ત્રની સાથે તે ગણિત, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ અને અલગોરિથમના વિષયોનો પણ સમાવેશ કરે છે, જે બ્રહ્મગુપ્તની મૌલિકતાનો સમાવેશ કરે છે.

બ્રહ્મગુપ્ત પાછળથી ઉજ્જૈનમાં સ્થાયી થયા હતા, જે ખગોળશાસ્ત્રના અભ્યાસનું મુખ્ય કેન્દ્ર હતું. ૬૭ વર્ષની વયે તેમણે તેમનો બીજો અત્યંત જાણીતો ગ્રંથ ખંડઅખંડ્યકા લખ્યો હતો, જે ભારતીય ખગોળશાસ્ત્રના અભ્યાસુ માટેનો વ્યવહારુ ગ્રંથ છે.

બ્રહ્મગુપ્ત ઇ.સ. ૬૬૫ થી વધુ સમય માટે જીવિત હતા. એવું મનાય છે કે તેમનું મૃત્યુ ઉજ્જૈનમાં થયું હતું.

● સિદ્ધિઓ ●

વિજ્ઞાન ઇતિહાસકાર જયોર્જ સર્ટોન તેમને તેમના સમયના સૌથી મહાન વૈજ્ઞાનિકોમાંના એક ગણે છે. બ્રહ્મગુપ્તનું ગણિત ભાસ્કરાચાર્ય વડે આગળ ધપાવવામાં આવ્યું હતું. ભાસ્કારાચાર્યે તેમને ગણક-ચક્ર-ચુડામણિ (ગણિતશાસ્ત્રીઓમાં રત્ન) કહ્યા છે. પ્રિથુદકા સ્વામીએ તેમના બંને ગ્રંથો પર ટીકા લખી છે, અને જટિલ શ્લોકોને સરળ ભાષા અને રેખાચિત્રો વડે સરળ બનાવ્યા છે. લલ્લા અને ભટ્ટોપલાએ, ૮ મી અને ૯મી સદીમાં ખંડઅખંડ્યકા પર ટીકા લખી છે. ૧૨મી સદીમાં તેમના ગ્રંથો પર વધુ વિવેચન થયેલું જોવા મળે છે.

બ્રહ્મગુપ્તના મૃત્યુના થોડા દાયકાઓ પછી ઇ.સ. ૭૧૨માં સિંધ આરબ શાસન હેઠળ આવ્યું હતું. ગુર્જરદેશ પર પણ આક્રમણ થયું હતું. ભીનમાલનું રાજ્ય આ આક્રમણ હેઠળ આવ્યું હતું પરંતુ ઉજ્જૈને આ આક્રમણો ખાળી કાઢ્યા હતા. ખલીફા અલ-મન્સુર (૭૫૪-૭૭૫)ના દરબારમાં કનક નામના ખગોળશાસ્ત્રી મોકલવામાં આવ્યા હતા, જેમણે કદાચ યાદ રાખેલ ભારતીય ખગોળગ્રંથોનું, જેમાં બ્રહ્મગુપ્તના ગ્રંથોનો પણ સમાવેશ થયો હતો, અરબી ભાષામાં મહંમદ-અલ-ફઝારી વડે ભાષાંતર કરવામાં આવ્યું હતું, જેને સિંધહિંદ અને અરાખંડ નામ અપાયું હતું. જેનું તાત્કાલિક પરિણામ ગ્રંથોમાં વપરાયેલ દશાંશ પદ્ધતિ હતી. અલ-ખ્વારીઝમી (૮૦૦ - ૮૫૦) નામના ગણિતશાસ્ત્રીએ અલ-જામ વાલ-તારિફ બી હિસાલ-અલ-હિંદ (ભારતીય ગણિતશાસ્ત્રમાં સરવાળા અને બાદબાકી) નામનો ગ્રંથ લખ્યો જે ૧૩મી સદીમાં અલ્ગોરિથમિ ડી ન્યૂમરો ઇન્ડોરમ નામે ભાષાંતરિત થયો હતો. આ ગ્રંથો દ્વારા દશાંશ પદ્ધિતિ અને બ્રહ્મગુપ્તના પ્રમેયો અને અલગોરિથમ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયા. અલ-ખ્વારિઝમીએ સિંધહિંદની પોતાની આવૃત્તિ પણ લખી હતી, જે અલ-ફઝારીની આવૃત્તિમાં રેખાચિત્રો તેમજ ટોલેમીનું ગણિત સમાવેશ કરતી હતી. ભારતીય ખગોળશાસ્ત્ર સદીઓ સુધી સમગ્ર વિશ્વમાં, પ્રાચીન લેટિન લખાણો પહેલાં પહોંચી ગયું હતું.

● આભાર ●