Showing posts with label ગઝલ. Show all posts
Showing posts with label ગઝલ. Show all posts

Sunday, September 22, 2019

ગણિત - કવિતા

૦ વર્તુળ ૦

કેન્દ્રબિંદુ છે મારી નાભી,
ને હું ગોળ આકારમાં વ્યાપું છું...!

ત્રિજ્યા લઈ ફેરવો પરીકર તો,
હું મારા ચેહરામાં આવું છું...!

વ્યાસ કરે છે મારા સરખા બે ભાગ,
ને હું જીવાને મારામાં સમાવું છું...!

મારું કોઈ કદ નથી છતાંય,
પરિઘની હદમાં રહું છું...!

ગુરુને,લઘુ ચાપ મારા અંગ છે,
તોયે વૃતાંશથી હું કપાઉ છું...!

કંકણને જોતા સ્મરણ થશે મારુ,
ને બિંદુઓના સમૂહથી રચાઉ છું.

લાગે છે તમે મને ઓળખી ગયા.
"ગોહિલ" હું ગણિતનું એ વર્તુળ છું...!


- દિલીપસિંહ ગોહિલ

Monday, September 9, 2019

ગઝલ

નજર ક્યાંથી લાવું ?

બંધ આંખે પણ તારો ચહેરો જોઈ શકું,
એવી નજર ક્યાંથી લાવું ?

            સપનામાં પણ તને સ્પર્શી શકું,
            એવી અસર ક્યાંથી લાવું ?

શબ્દોમાં તારા પ્રેમને વાચા આપી શકું,
એવી ગઝલ ક્યાંથી લાવું ?

            ચારે બાજુ બસ તેને અનુભવું,
            એવી મોસમ ક્યાંથી લાવું ?

મારી આંખોમાં તારા આંસુ દેખું,
એવી પાંપણ ક્યાંથી લાવું ?

            તને દૂર કરું "ગોહિલ"ના દિલથી,
            એવો વિચાર ક્યાંથી લાવું ?


- દિલીપસિંહ ગોહિલ

Sunday, September 1, 2019

ગઝલ

બની જાય...!

હોઠો પર લાવું તો વાત બની જાય,
તારી આંખો ને જોઉં તો યાદ પણ બની જાય.

ક્યાં સુધી તમારા નશામાં રાખશો 'દોસ્ત' ?
ક્યાંક જિંદગી મારી શરાબ પણ બની જાય.

વિશ્વાસ હશે તમારામાં પણ કદાચ !
તમારી એક 'ના' થી આઘાત પણ બની જાય.

વાટ જોશે કાયમ ચકોરી આ ચાંદની,
તોડી અરમાનો જિંદગી અંધકાર પણ બની જાય.

દિલમાં પ્યાસ છે તારા પ્યારની "ગોહિલ"
તારી સામે જોવું તો તું મૃગજળ પણ બની જાય.

મેં કલમ  ઉપાડી છે તને યાદ કરી,
યાદ કરતાં કરતાં તારી ગઝલ પણ બની જાય.

- દિલીપસિંહ ગોહિલ

Sunday, July 7, 2019

ગઝલ

◆ લાંબી પ્રતિક્ષા ◆

રાહ જોતાને જોતાં જ રહ્યા ,
તોય આ રસ્તા સૂના જ રહ્યા.

                ક્યારે આવશો તમે દિલના દ્વારે ?
                અમ અંતર તરસતા જ રહ્યા.

નથી હિંમત હવે અમારા પગમાં ,
તોય રાહમાં આખો દી’ ઉભા જ રહ્યા.

               પૂછતો આ રસ્તાની રેતને ,
               તો ગયેલા તમારા પગલાં જ રહ્યા.

ક્યારે આવશે તેની ખબર નથી ,
સુરજ આથમીને આજે અંધારા થયા.

               લાંબી પ્રતિક્ષા થઈ આજે દોસ્ત…!
              “ગોહિલ” આખી રાત વિચારતા જ રહ્યા.

- દિલીપસિંહ ગોહિલ

( વામૈયા પ્રા. શાળા, તા. સરસ્વતી, જિ. પાટણ )

Monday, June 24, 2019

ગઝલ

◆ સ્નેહશબ્દો ◆

લખવી છે ગઝલ પણ શબ્દો મળતા નથી,
પુષ્પ પ્રેમી ભમરાને કાંટા નડતા નથી.

રસ્તે ખોવાયા છે જૂના સ્મરણો તારા,
શોધું ક્યારનોય પણ તમે જડતાં નથી.

ખીલી વસંત મુજ હૈયાના આંગણે,
પણ પ્રેમ કેરા પુષ્પો પાનખરમાં ખરતા નથી.

રોજ નીકળે છે ઉમ્મીદના કિરણો આંખમાંથી,
પણ વહેલી પરોઢે સોનેરી સૂરજ ઊગતા નથી.

ભલેને નાજુક ને પાતળો રહ્યો જીવનદોર આપણો,
પણ સેવેલા સપના ક્યારેય ઊંઘમાં તૂટતાં નથી.

રહું છું તારા પડખે વીંટળાઈ વેલ બની,
એટલેજ ગોહિલના "સ્નેહશબ્દો" કદી ખૂટતા નથી.

- દિલીપસિંહ ગોહિલ

Friday, May 3, 2019

ગઝલ

◆ ઇન્તજાર ◆


દિલની વાત તમને કહી,
દિલ લગાવી યાદ રાખજો.

યાદ આવે અમારી તો,
માત્ર એક સાદ કરજો.

હૈયું છે અમારું ખુલ્લું આસમાન,
એક ફુરસદ મળે તો વિહાર કરજો.

લાગે છે અધૂરપ તમોને  દોસ્ત...!
પાંપણને પલાળી  એકવાર વાત કરજો.

ખોવાયો છું તમારી લાગણીમાં આમ,
દિલની ભીતળમાં જઈ શોધ કરજો.

કરીશું સઘળું સમર્પણ તુંજ થકી "ગોહિલ"
પ્યાર સફળમાં થોડો ઇન્તજાર કરજો.


- દિલીપસિંહ ગોહિલ



Thursday, April 4, 2019

ગઝલ

અશ્રુધાર

સાહિત્યથી તરબોળ એ ભાષાને અમે ઝાંખી છે,
છંદ અલંકારથી ભીની એ ગઝલને અમે વાંચી છે.

કોણ કહે છે શબ્દોને વાંચા નથી હોતી દોસ્ત ?
ઇશારાઓથી બોલતી એ ગઝલને અમે વાંચી છે.

પતજરમાં ખીલેલા એ ફૂલોએ મને કહ્યું કે,
ઝાંકળના વિયોગની એ ઘડી અમે સાંખી છે.

શાહી, કલમ, ને કાગળ તો લઈને બેઠા છીએ,
પણ ! હૈયાના શબ્દોની એ વણઝાર અમે માંગી છે.

દુનિયાથી મજબૂર એ આંખોને અમે લૂંછી છે,
આંખોથી છલકતી એ અશ્રુધાર "ગોહિલે" માપી છે.


- દિલીપસિંહ ગોહિલ

Sunday, March 17, 2019

ગઝલ

પ્રેમ હોય છે...!

ઇશ્કનો પણ કોઈ અંદાજ હોય છે,
જાગતી આંખોમાં પણ સપના હોય છે.

જરૂરી નથી કે ગમમાં આંસુ નીકળે,
હસતી આંખોમાં પણ દગો હોય છે.

વિશ્વાસ પાછળ પણ શ્વાસ હોય છે,
જિંદગી પછી પણ મોત હોય છે.

તો આંખોમાં આટલી નફરત કેમ ? 'ગોહિલ' !
શરાબને પણ નશાનો શોખ હોય છે.

વિષના પ્યાલામાં પણ અમૃત હોય છે,
તે ગિરીધર પરનો મીરાનો અતૂટ પ્રેમ હોય છે.


સ્વરચિત
- દિલીપસિંહ ગોહિલ