Showing posts with label ભારતીય તહેવારો. Show all posts
Showing posts with label ભારતીય તહેવારો. Show all posts

Wednesday, August 14, 2019

રક્ષાબંધન

સંકલન :- દિલીપસિંહ ગોહિલ

➡️ Pdf ડાઉનલોડ કરવા અહીં Click કરો.

ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે. રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. તે દિવસે બહેન ભાઇને તિલક કરે છે અને રાખડી બાંધે છે અને મીઠાઇ ખવડાવે છે. ભાઇ બહેનને ભેટ આપે છે. રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો જનોઇ બદલે છે. માછીમારો આ દિવસે નાળિયેર વડે દરિયાની પૂજા કરે છે. તેથી તેને નારિયેળી પૂનમ પણ કહેવાય છે.રક્ષાબંધનનો તહેવાર બધા ધર્મના લોકો ઉજવે છે. આ જ તો એક વિશેષ દિવસ છે જે ભાઈ-બહેનો માટે બનેલો છે. 

ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક રક્ષાબંધન પર્વ છે. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનું રક્ષણ. આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધી હતી. એવું રક્ષણ પ્રિયજનને આપવા માતાઓ, પત્નીઓ, ભગિનીઓએ રાખડી બાંધ્યાના પ્રસંગો પુરાણોમાં અનેક ઉપલબ્ધ છે.

હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની રક્ષા ઇચ્છે છે. શું રાખડી બાંધીને કોઇની રક્ષા ખરેખર થઈ શકે? મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના જે અમી ઘૂંટીને રાખડી બાંધતી વખતે આશીર્વાદ આપે તેનું છે.આવો ભવ્ય ભાવનાનો તહેવાર માત્ર નિર્જીવ વ્યવહાર બની રહેવો ન જોઇએ. ભાઇને મન રાખડી બંધાવવી એટલે વ્યવહારની એક રસમ પૂરી કરવી, બહેનને શક્તિ અનુસાર કંઇક આપી છૂટવું, અને બહેને ભાઇ પાસેથી કંઇ મેળવવાનો હક્ક પૂરો કરવો. આપેલી અને લીધેલી ચીજો કે પૈસા એ ગૌણ વસ્તુ છે, એનું મહત્વ નથી, ભાઇ-બહેન વચ્ચે સ્નેહમાં અભિવૃદ્ધિ થાય એ વધુ મહત્વનું છે. આપણે વ્રત-ઉત્સવો પાછળ રહેલા સાંસ્કૃતિક રહસ્યોને જાણવા, માણવા અને પીંછાણવા પ્રયત્ન કરવો જોઇએ.  ઉત્સવોની અને પ્રતીકોની પાછળ ભાવનું, ભવ્ય ભાવનાનું મહત્વ છે.

રક્ષાબંધન પર્વ એટલે ભગિની પ્રેમ-બંધન. “સ્ત્રી તરફ વિકૃતિ દ્રષ્ટિએ ન જોતા પવિત્ર દ્રષ્ટિ રાખવી.” એ મહાન સંદેશ આપનાર આ પવિત્ર તહેવારને કુટુંબ પૂરતો મર્યાદિત બનાવી દીધો છે. પ્રેમ-બંધન અને ભાવ-બંધનના આ પવિત્ર તહેવારનું સામાજિકરણ અને વૈશ્વીકરણ કરવું જોઇએ. રક્ષાબંધનનો પર્વ એટલે દ્રષ્ટિ પરિવર્તનનો પર્વ, ભાઇ-બહેનના વિશુદ્ધ પ્રેમનું અસ્ખલિત વહેતું ઝરણું. બહેનની રાખડી હાથ પર બંધાવતાની સાથે જ ભાઇની દ્રષ્ટિમાં આમૂલાગ્ર પરિવર્તન આવી જાય ! બહેનના રક્ષણની જવાબદારી ભાઇ સસ્મિત સ્વીકારે છે, જેથી બહેન સમાજમાં નિર્ભયપણે ફરી શકે.

બહેન જ્યારે ભાઇને રાખડી બાંધે છે ત્યારે તેના ભાલ પર ચાંલ્લો કરે છે. સર્વ સામાન્ય લાગતી આ પ્રણાલિકામાં દ્રષ્ટિ પરિવર્તનની મહાન પ્રક્રિયાનો સમાવેશ થાય છે. સામાન્ય દ્રષ્ટિથી સારા વિશ્વને નિહાળી રહેલા બે નેત્રો ઉપરાંત, ભોગને ભૂલીને ભાવ દ્રષ્ટિથી વિશ્વને નિહાળવા માટે જાણે કે એક ત્રીજું પવિત્ર નેત્ર અર્પણ કરીને બહેને પોતાના ભાઇને ત્રિલોચન બનાવ્યો છે. આવો શુભ સંકેત આ ક્રિયામાં દ્રષ્ટિગોચર થાય છે.

ભગવાન શંકરે ત્રીજું નેત્ર ઉઘાડી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. બહેન પણ ભાઇનું ત્રીજું નેત્ર (બુદ્ધિલોચન) ખોલી ભાઇને વિકાર વાસના વગેરેને ભસ્મ કરવાનું આડકતરી રીતે સૂચન કરે છે. ભાઇના હાથે રાખડી બાંધવી એ હર્ષઘેલી અને વહાલસોયી બહેનને પોતાના જીવનનો અમૂલ્ય લહાવો લાગે છે. રક્ષાના પ્રત્યેક તંતુમાં ભાઇ-બહેનના હ્રદયનો નિર્વ્યાજ અને નિતાંત પ્રેમ નીતરતો હોય છે.

રાખડી એ માત્ર સૂતરનો તંતુ નથી, એ તો શીલ અને સ્નેહનું રક્ષણ કરતું તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું એક પવિત્ર બંધન છે. ભાઇના હાથે રાખડી બાંધીને બહેન માત્ર પોતાનું જ રક્ષણ ઇચ્છે છે એટલું જ નહિ, પરંતુ સમસ્ત સ્ત્રી સમાજને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ભવ્ય ભાવના અને અપેક્ષા રાખે છે. સાથોસાથ પોતાનો ભાઇ અંતઃકરણના શત્રુઓ – કામ, ક્રોધ, લોભ, મોહ, મદ્, મત્સર, આશા, તૃષ્ણા વગેરે ઉપર વિજય મેળવે એવી આકાંક્ષા પણ સેવે છે.

રક્ષાબંધન વખતે બહેન બંધનનું એટલે કે ધ્યેયનું રક્ષણ કરવા સૂચન કરે છે. ભાઇ, બહેનની રક્ષા અર્થે સર્વસ્વ આપવાની તત્પરતા દાખવે છે. આ સર્વસ્વ આપવાની તૈયારીના પ્રતિક રૂપે બહેનને ભેટ તરીકે દક્ષિણા આપે છે. પ્રતીક એ મૌનની ભાષા છે. આ પ્રતીકની પાછળ ભવ્ય ભાવનાની સુગંધ છુપાયેલી છે, પરંતુ આજે એ માત્ર ચીલાચાલુ વ્યવહાર થઈ ગયો છે, તેથી ભગિની-પ્રેમનું ભાવમાધુર્ય કે સૌંદર્ય ભાગ્યે જ દેખાય છે.

પૌરાણિક કથા અનુસાર દેવાધિદેવ ઈન્દ્ર દાનવો સામે હારી ગયા ત્યારે ઈન્દ્રાણીએ રાખડી બાંધી રક્ષાબંધનનું વ્રત કર્યું હતું, જેથી ઈન્દ્રે વિજય પ્રાપ્ત કર્યો હતો. “કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે…” અને પછી કૌરવો સામે સાત કોઠાનું યુદ્ધ લડવા મોકલ્યો ! મેવાડની મહારાણી કર્મવતીએ હુમાયુને રક્ષાબંધન મોકલી ભાઇ બનાવ્યો ! આજના પવિત્ર દિવસે બલિપૂજન કરીને બલિના હાથે રાખડી બાંધીને લક્ષ્મીજીને પ્રભુને છોડાવ્યા હતા!

રક્ષાબંધન એ બહેન માટે પોતાના વહાલસોયા ભાઇ પ્રત્યેની નિષ્પાપ, નિર્મળ અને નિઃસ્વાર્થ ભાવે સેવેલી શુભેચ્છાઓનું અને ત્યાગનું મહામૂલું પવિત્ર પ્રતીક છે. બહેનની આ શુભેચ્છા ભાઇના જીવન વિકાસમાં પ્રેરણાદાયી અને પોષક બને છે.
  
બળેવ એટલે બળ અને બલિ ઊભયની ભાવના જેમા પાયામાં પડી છે, ત્યાગ અને તિતિક્ષાની તમન્ના જેમાં ભરી છે, પ્રેમ અને સંસ્કારની સૌરભ જેની ઉજવણીમાં મહેકતી જોવા મળે છે, એવા આ પવિત્ર દિવસે ભારતના ભડવીર સાગરખેડુ બનીને વહાણવટે ઊપડતા અને અખૂટ જળભંડારને ખોળે ખેલતાં નારિયેળ પધરાવી સાગરનું પૂજન કરી આખી દુનિયા ખૂંદી વળતા. આ પ્રસંગમાં ખલાસીઓ, વહાણવટીઓ અને વેપારીઓ પણ સામેલ થતા. તે વખતે ઐક્ય સાથે ઉમંગની છોળો ઊડતી અને સાચા ભાતૃભાવનો પરિમલ પથરાઇ રહેતો. આવું છે, આ વ્રત-પર્વ નારિયેળી પૂના !

રક્ષાબંધન વ્રતના પ્રભાવે ભાઇ-બહેનના હેત વધે છે, આયુષ્યમાં અભિવૃદ્ધિ થાય છે અને ધનધાન્ય તથા સંપત્તિની પણ વૃદ્ધિ થાય છે. આ વ્રત કરવાથી ભૂત, પ્રેત, પિશાચ વગેરેના ત્રાસમાંથી મુક્તિ મળે છે. આ પવિત્ર વ્રત સર્વ રોગોનું નિવારણ કરે છે સાથોસાથ અશુભોનું પણ નિવારણ કરે છે.



◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ


◆ આભાર ◆

Monday, May 6, 2019

અખાત્રીજ (અક્ષય તૃતીયા)

સંકલન :- દિલીપસિંહ ગોહિલ


◆ મહત્વ ◆
તા. 7 મે ના રોજ અક્ષય તૃતીયા-અખાત્રીજ, પરશુરામ જયંતી, વર્ષી તપનાં પારણાનો દિવસ છે. સામાન્ય રીતે આ દિવસ લગ્ન માટે વણજોયા મુહૂર્તનો દિવસ ગણવામાં આવે છે. 

આ દિવસે થતાં વર્ષી તપનાં પારણાનું મહત્ત્વ સમજાવતા જૈન સાધુ મિત્રાનંદસાગરજી મ.સા.એ જણાવ્યું કે આદિનાથ ભગવાને દીક્ષા ગ્રહણ કર્યા પછી ૧૩ માસ અને ૧૦ દિવસ સુધી અખંડ તપની આરાધના કરી તેની સ્મૃતિમાં આજપર્યંત વર્ષી તપની આરાધના કરવામાં આવે છે. આ તપ સૌથી જૂનું અને મોટામાં મોટું તપ છે. જૈન સમાજનાં આરાધકો અત્યંત શ્રદ્ધાથી આ તપની આરાધના કરે છે અને શેરડીના રસથી પારણું કરે છે. જે જૈન દેરાસરોમાં આદિનાથ પ્રભુની સ્થાપના થઇ હશે ત્યાં આજે શેરડીનાં રસનો પ્રક્ષાલ કરવામાં આવશે. 

જૈન તીર્થ-પાલિતાણા ખાતે શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા ૯૨૪ વર્ષી તપનાં આરાધકોનાં પારણા થશે. જ્યારે અમદાવાદમાં આચાર્ય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા., આચાર્ય જગતચંદ્રસૂરીશ્વરજી મ.સા., આચાર્ય અભયચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ભગવાનનગરનાં ટેકરા ખાતે વિશ્વનંદીકર જૈન સંઘ ખાતે ૧૪૨ વર્ષીતપનાં આરાધકોનાં પારણા થશે. હઠીસિંહની વાડી ખાતે ૯૨ વર્ષીતપનાં તપસ્વીઓના પારણા અને ઉસ્માનપુરા જૈન સંઘ દ્વારા બત્રીસી હોલ ખાતે ૪૦થી વધુ પારણા થશે. 

સ્વામિનારાયણ મંદિર-રામબાગ-કાંકરિયા ખાતે પણ આજથી ૨૧ દિવસ સુધી ભગવાનને ચંદનનાં વાઘા થશે. કેમકે આ સમયગાળા દરમિયાન ગરમીનો પ્રકોપ વધુ હોવાથી ચંદનનાં વાઘાનો શણગાર થશે, એમ મંદિરનાં આનંદપ્રસાદ સ્વામીએ જણાવ્યું છે. ઇસ્કોન મંદિર ખાતે પણ આ રીતે ભગવાનને ચંદનનાં વાઘાનાં શણગારનાં દર્શન થશે. 

કુમકુમ મંદિરે ભગવાનને સોનાનાં પુષ્પ ચઢાવાશે... 
અક્ષય-તૃતીયાનાં દિવસે સ્વામિનારાયણ મંદિર-કુમકુમ ખાતે ભગવાનને ચંદનનાં વાઘાની સાથે સોનાનાં પુષ્પ પણ ચઢાવવામાં આવશે, એમ કહી મંદિરના મહંત આનંદપ્રિયદાસજીએ જણાવ્યું કે આ દિવસે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું હતું. દ્વાપર યુગનું સમાપન થયું હતું. વૃંદાવનમાં બાંકેબિહારીનાં ચરણાર્વિંદનાં દર્શન આ જ દિવસે થાય છે. નાથદ્વારામાં શ્રીનાથજી પ્રભુનું વલ્લભાચાર્યજીએ આ જ દિવસે પધરાવ્યું હતું. 

જગન્નાથજી મંદિરે ભગવાનનાં રથનું કાર્ય આજથી... 
અક્ષય-તૃતીયાનાં દિવસે જગન્નાથજી મંદિર-જમાલપુર-અમદાવાદ ખાતે પરંપરાગત રીતે રથયાત્રાનાં દિવસે નીકળનારા ભગવાનનાં સમાર-નિર્માણ કાર્યનો આજથી પ્રારંભ થશે. વર્ષોની પરંપરા અનુસાર આ દિવસે તેનો પ્રારંભ કરવામાં આવશે, એમ જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું છે.



◆ માહિતી સૌજન્ય :- ઈન્ટરનેટ

● આભાર ●

Tuesday, March 19, 2019

હોળી - ધુળેટી

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
Dilipsinhgohil.blogspot.com


➡️ Pdf ડાઉનલોડ કરવા અહીં Click કરો.

◆ મહત્વ ◆

હોળી, જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે, તે ભારત, સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં ભારે લોકચાહના ધરાવતો હિંદુ તહેવાર છે. તેને 'દોલયાત્રા' કે 'વસંતોત્સવ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધુળેટી તરીકે ઓળખાય છે. હોળી ફાગણ માસની પુનમનાં દિવસે મનાવવામાં આવે છે. આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા, લાકડાં ની 'હોળી' ખડકવામાં આવે છે. ત્યાર બાદ બધાં લોકો ત્યાં વાજતે ગાજતે (ઢોલ,શરણાઇ જેવાં વાજીંત્રો વગાડતાં) એકઠા થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે. જો કે ભારતમાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં હોળીની ઉજવણીની અલગ અલગ રીતો હોય છે, પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું. હિંદુ ધર્મમાં આને લગતી "હોલિકા અને પ્રહલાદ"ની કથા બહુ જાણીતી છે.

હોળીનાં બિજા દિવસે ધુળેટી મનાવાય છે. આ તહેવાર 'રંગોનો તહેવાર' એટલેજ કહેવાય છે કે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલ, ગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે. જો કે હવેનાં સમયમાં ક્યાંક ક્યાંક રસાયણિક રંગોનો ઉપયોગ પણ કરાય છે, જેનો ઉપયોગ બને તેટલો ટાળવો હિતાવહ છે.

આંધ્ર પ્રદેશમાં હોલિકા દહનનો તહેવાર "કામ દહન" તરીકે ઓળખાય છે.

◆ પૌરાણિક કથા ◆



નરસિંહ ભગવાન દ્વારા હિરણ્યકશિપુનો વધ
હોળી સાથે પુરાણીક કથાઓ સંકળાયેલી છે. વૈષ્ણવ માન્યતા અનુસાર, હિરણ્યકશિપુ એ દાનવોનો રાજા હતો. અને તેમને બ્રહ્માજીનું વરદાન હતું કે તે 'દિવસે કે રાત્રે, ઘરની અંદર કે બહાર, ભુમિ પર કે આકાશમાં, માનવ દ્વારા કે પ્રાણી દ્વારા, અસ્ત્ર કે શસ્ત્ર દ્વ્રારા કશાથી તેનું મૃત્યુ થશે નહીં', આ વરદાનને કારણે તે લગભગ અમર બની ગયો કે તેને મારવો તે લગભગ અસંભવ થઇ ગયું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો, તથા સ્વર્ગ અને પૃથ્વિ પર બધેજ હાહાકાર મચાવી દીધો. તેમણે ઇશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરાવવાનું શરૂ કર્યું.

આ દરમિયાન, હિરણ્યકશિપુનો પોતાનો પૂત્ર, પ્રહલાદ, જે ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. તેને કંઇ કેટલાં પ્રલોભનો તથા ડર બતાવી તેમણે ઇશ્વર ભક્તિથી દુર કરવાના પ્રયત્નો કર્યા પરંતુ પ્રહલાદ ડગ્યો નહીં અને પોતાની ભક્તિ ચાલુ રાખી. તેણે પ્રહલાદને મારવા માટે પણ કંઇ કેટલા ઉપાય કર્યા, પરંતુ ઇશ્વરકૃપાથી તે દરેક વિફળ રહ્યા. અંતે પ્રહલાદને મારવાનાં ઉદેશથી હિરણ્યકશિપુએ બાળક પ્રહલાદને, પોતાની બહેન હોલિકાનાં ખોળામાં બેસી, અગ્નિપરિક્ષા આપવાનો આદેશ આપ્યો. હોલિકા, કે જેની પાસે એક એવી ઓઢણી (સ્ત્રીઓ એ મસ્તક પર ઓઢવાનું વસ્ત્ર) હતી કે જે તેને ધારણ કરે તેને અગ્નિ પણ બાળી શકે નહીં. પ્રહલાદે પિતાની આજ્ઞાનું પાલન કર્યું અને વિષ્ણુને પોતાનો જીવ બચાવવા માટે પ્રાથના કરી. અંતે જ્યારે અગ્નિ પ્રગટાવવામાં આવ્યો ત્યારે પેલી ઓઢણી હોલિકાનાં મસ્તક પરથી ઉડી અને પ્રહલાદને વિંટળાઇ વળી, આથી હોલિકા અગ્નિમાં બળી અને ભસ્મ થઇ અને પ્રહલાદ સાજો સારો બહાર આવ્યો. આમ હોલિકાનું દહન થયું તે ઘટના હોળી ઉત્સવનું કારણ બની.

પછીથી ભગવાન વિષ્ણુ દ્વારા હિરણ્યકશિપુનાં વધની કથા આવે છે, જેમાં વિષ્ણુએ નૃસિંહ અવતાર ધારણ કરી (જેમાં ભગવાનનું અડધું શરીર મનુષ્યનું અને અડધું સિંહનું છે) અને બરાબર સંધ્યા સમયે, ઘરનાં ઉંબરા વચ્ચે, પોતાનાં ખોળામાં પાડીને, પોતાનાં નખ દ્વારા ચીરી નાખી, હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ આસુરી શક્તિઓ પર દૈવી શક્તિઓના વિજયનું આ પર્વ છે.

આ ઉપરાંત અન્ય કથાઓ પણ પ્રચલિત છે. જેમાં રાધા અને કૃષ્ણનાં દિવ્ય પ્રેમની કથા તથા શિવજી દ્વારા કામદહનની કથા પણ છે.

હોળી બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ છે. આ તહેવાર દરમિયાન, બ્રહ્માંડમાં અલગ અલગ તેજકિરણો પ્રસરે છે, જે વાતાવરણમાં અલગ અલગ રંગો અને આભાઓ પ્રકાશિત કરે છે.

◆ હોળી/ધુળેટીની સામુહિક ઉજવણી ◆



ગુજરાત અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને 'હુતાસણી'થી પણ ઓળખવામાં આવે છે, હોળીના બીજા દિવસ ધુળેટીને 'પડવો' કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને 'બીજો પડવો','ત્રીજો પડવો' એમ ગણવામાં આવે છે. આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પણ, ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં, છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. યુવાનો દ્વારા આ દિવસોમાં શોર્યપુર્ણ રમતો રમવામાં અને વિવિધ પારંપારીક હરીફાઇ યોજવામાં આવે છે, જેમકે ઘોડાદોડ, આંધળો પાટો, શ્રીફળ ફેંકવાની હરીફાઇ વગેરે. ગ્રામ્ય વિસ્તારોમાં ગામને પાદર આવેલા પૂર્વજોનાં પાળિયાઓનું પૂજન અર્ચન કરવામાં આવે છે. ઘણાં વિસ્તારોમાં હોળીનાં દિવસોમાં ગામ લોકો વાજતે ગાજતે ગામમાં બધાજ લતાઓ કે વિસ્તારોમાં ફરી અને હોળી માટેનો ફાળો (ગોઠ) ઉઘરાવવા નિકળે છે, આ લોકોને ઘૈરૈયાઓ કહેવાય છે.

હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દિકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવા લાવે છે,તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની 'લાણ' વહેંચે છે, આ પ્રસંગને દિકરાની વાડ કહેવામાં આવે છે.

હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યા પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને "હોળીનાં ફાગ" તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). આ હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે,જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે. આમાં પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.



◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ


◆ આભાર ◆

Saturday, February 9, 2019

વસંત પંચમી

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા


ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિદ્યાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે, દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો. 

વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે. 

સરસ્વતીએ પોતાના ચાતુર્યથી રાક્ષસરાજ કુંભકર્ણથી દેવોને બચાવ્યાં હતાં. તેમની એક મનોરમ કથા વાલ્મીકીના ઉત્તરાખંડમાં આવે છે. કહેવાય છે કે દેવીનું વરદાન મેળવવા માટે કુંભકર્ણે દસ હજાર વર્ષ સુધી ગોર્વણમાં ઘોર તપસ્યા કરી હતી. જ્યારે બ્રહ્મા પ્રસન્ન થઈને તેમને વરદાન આપવા લાગ્યા ત્યારે દેવોએ તેમને વિનંતી કરી કે આ દાનવ છે અને વરદાન મેળવ્યાં બાદ તે વધારે ઉન્મત્ત થઈ જશે. ત્યારે બ્રહ્માએ સરસ્વતીનું સ્મરણ કર્યું. સરસ્વતી રાક્ષસની જીભ પર સવાર થઈ ગયાં. 

સરસ્વતીના પ્રભાવથી કુંભકર્ણે કહ્યું કે 'સ્વપ્ન વર્ષાવ્યનેકાનિ। દેવ દેવ મમાપ્સિનમ। ' એટલે કે હું વર્ષો સુધી સુતો રહું તેવી મારી ઈચ્છા છે. આ રીતે દેવોને બચાવવાથી સરસ્વતી વધારે પૂજ્ય બન્યા. મધ્યપ્રદેશમાં મેહરની અંદર આલ્હા દ્વારા બનાવેલ સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકોનો વિશ્વાસ છે કે આલ્હા આજે પણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પૂજા કરવા અહીંયા આવે છે. 

એક લોકવાયકા અનુસાર પ્રાચીનકાળમાં ગુરૂના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિદ્યા નષ્ટ થઈ ગઈ હતી. તેમણે સરસ્વતીની પૂજા કરી. ત્યાર બાદ સરસ્વતીની કૃપાથી તેમની સ્મરણશક્તિ પાછી આવી હતી. વસંત પંચમીના દિવસે ઋષિએ પોતાની વિદ્યા પાછી મેળવી હતી. આપણા પૌરાણિક ગ્રંથોમાં વાગ્દેવી સરસ્વતીના શાસ્ત્રોક્ત રૂપ- સ્વરૂપોનું વિશાળ વર્ણન મળે છે. ઋગ્વેદમાં વિદ્યાની દેવીને એક પવિત્ર સરિતના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે. 

પૌરાણિક ઉલ્લેખ મળે છે કે, દેવી મહાલક્ષ્મીથી જે તેમનું સત્વ પ્રધાન રૂપ ઉત્પન્ન થયું દેવીનું તે સ્વરૂપ સરસ્વતીના નામે ઓળખાયું. દેવગર્ભા દેવી સરસ્વતી ચંદ્રમાને સમાન શ્વેત તેમજ અયુધોમાં અક્ષમાલા, અંકુશ, વીણા સહિત પુસ્તક ધારણ કરેલ દર્શાવી છે. બુલંદખેડાના કવિ મઘુએ માઁ શારદાનું વર્ણન આ રીતે કર્યું છે.

'ટેર યો મધુને જબ જનની કહી 
હૈ અનુરક્ત સુભક્ત અધીના
પાંચ પયાદે પ્રમોદ પગી ચલી
હે સહુ કો નીજ સંગ ન લીના 
ધાય કે આય ગઈ અતિ આતુર 
ચાર ભુજાયો સજાય પ્રવીણા 
એક મે પંકજ એક મે પુસ્તક 
એક મે લેખની એક મે બીના'.


મહાભારતમાં દેવી સરસ્વતીને શ્વેત વર્ણવાળી, શ્વેત કમળ પર આસીન તેમજ વીણા અક્ષમાળા તેમજ પુસ્તક ધારણ સ્વરૂપ રચવાનો નિર્દેશ આપ્યો છે. તે વખતે નિર્દેશોને અનુસાર જ કલાકારોએ વાગ્દેવીને વિવિધ શાસ્ત્રસમ્મત રૂપોને પાષાણ અને ચિત્રોમાં અંકિત કરી હતી.


◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

● આભાર ●

Saturday, January 12, 2019

મકરસક્રાંતિ

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા




◆ અર્થ ◆

સૂર્ય એક રાશીમાંથી બીજી રાશીમાં સ્થાનાંતર કરે તેને સંક્રાંતિ કહે છે. આ પ્રમાણે વર્ષમાં કુલ બાર સંક્રાંતિઓ થાય છે. પરંતુ સૂર્ય ધનુ રાશી માંથી મકર રાશીમાં સ્થાનાંતર કરે છે. ત્યારે મકરસંક્રાંતિ શરૂ થાય છે જે ૧૪ જાન્યુઆરીની આસપાસ નો સમય હોય છે. ઇ.સ.૨૦૧૬નાં જાન્યુવારી મહિનામાં ખગોળીય દૃષ્ટીએ મકરસંક્રાંતિ ૧૪ જાન્યુવારીના બદલે ૧૫ જાન્યવારીના દિવસે હતી.

આ સમયે સૂર્ય પૃથ્‍વી આજુબાજુની પોતાની પરિભ્રમણ ની દિશામાં પણ પરિવર્તન કરી થોડોક ઉત્તર દિશા તરફ ખસે છે. આમ, સૂર્ય ઉત્તર તરફ ખસતો હોવાથી આ દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરાયણ નો પ્રારંભ ૨૧ થી ૨૨ ડીસેમ્બર થી થાય છે

મોટા ભાગ ના લોકો મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એક જ દિવસે હોય તેમ માને છે. લગભગ ૧૮૦૦ વર્ષ પહેલા મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ એકજ સાથે થતી હતી, તેથી હાલ પણ લોકોમાં મકરસંક્રાંતિ અને ઉત્તરાયણ માટે ગેરસમજ હોય શકે છે.

મકર સંક્રાતિને શુભ મુહુર્ત માનવામાં આવે છે, આથી મકર સંક્રાતિને આ શુભ સમયની શરૂઆત રૂપે ઉજવવામાં આવે છે. અલગ અલગ સંસ્કૃતિઓમાં આ ઉજવણી અલગ અલગ રીતે કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા મકર સંક્રાતિને પણ રાષ્ટ્રીય તહેવારોમાં ગણવામાં આવ્યો છે

◆ પરંપરા અને અનુષ્ઠાનો ◆

મકર સંક્રાતિએ જ્ઞાનની દેવી મા સરસ્વતીની પૂજા, આદર કરવાનો પણ તહેવાર છે. જીવનનાં લક્ષ્યો પુરા કરવાની ઇચ્છા રાખનાર માટે આ આદર્શ સમય મનાય છે.

મકરસંક્રાંતિનો મહત્વપુર્ણ સમય, પરિવર્તનનો, જુનું તજી અને નવું અપનાવવાનો સમય છે. ગુજરાતમાં આ સમયે છડેલા ધાન્યની અને તલની મિઠાઇઓ, ખાધ પદાર્થો બનાવી અને દાન કરવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી કે જુવારને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે, બહેન-દિકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે તેવી માન્યતા ગુજરાતીઓમાં પ્રવર્તે છે આ ઉપરાંત ઘઉંની ધુધરી કરીને ગાયોને ખવડાવવામાં આવે છે.

ભારતનાં અન્ય પ્રાંતોમાં આજનાં દિવસે માલિક પોતાનાં નોકરોને અન્ન,વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન-ભેટ સ્વરૂપે આપે છે. મકરસંક્રાંતિનાં પછીનાં દિવસે પશુ-પ્રાણીઓ,ખાસતો ગાયને પણ યાદ કરાય છે. નાની બાળાઓનાં હસ્તે પશુ,પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા-પ્રવાસ કરવો અનુચિત મનાય છે, કારણકે આ દિવસ કુટુંબ-પરિવારનાં મિલન અને પરિવાર માટે સમર્પણનો છે. આ દિવસે ગુરુજનો પોતાનાં શિષ્યોને આશિષ આપે છે.

◆ ઉજવણી ◆

મકરસંક્રાંતિ એ દિવસ છે જ્યારે તમામ ઉંમરનાં લોકો હ્રદયમાં ખુશી અનુભવતા, સુંદર વસ્ત્ર પરિધાન કરી અને વહેલી સવારથી જ પોતાના ઘરની છત અને અગાશીઓ પર ચઢી હર્ષ અને ઉલ્લાસભેર પતંગ ઉડાડવાનો આનંદ માણે છે. આખો દિવસ "કાપ્યો છે!" "એ કાટ્ટા!" "લપેટ લપેટ" જેવી વિવિધ કિકિયારીઓ સાંભળવા મળે છે. આકાશ ઇન્દ્રધનુષની માફક રંગબેરંગી પતંગો વડે છવાઇ જાય છે. ગુજરાતીઓ આ દિવસે તલ સાંકળી (તલ અને ગોળ માંથી બનાવેલી વાનગી) અને 'ચિકી' (એક મિઠાઇ) ખુબ ખાય અને ખવડાવે છે.

ગુજરાત રાજ્ય તેની સાંસ્કૃતિક વિવિધતા અને તહેવારો માટે જાણીતું છે. આમ મકરસંક્રાંતિ એ બધા લોકો માટે મહત્વનાં તહેવારોમાંનો એક છે. આ એક હળીમળીને સંયુક્ત રીતે આનંદ માણવાનો તહેવાર છે. લોકો આખો દિવસ પોતાની પતંગ ઉડાડવાની કલાનું અન્ય ઉડતી પતંગોને કાપીને પ્રદર્શન કરે છે. રાત્રે પણ આ ક્રમ આનંદભેર ચાલતો રહે છે. શોખીનો રાત્રે કાળા અંધારા આકાશમાં સફેદ પતંગો અથવા પતંગ સાથે બાંધીને 'ફાનસ'(કાગળનો દિવો) ઉડાડે છે જેને અમદાવાદમાં 'ટુક્કલ' તરિકે ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિનો બીજો દિવસ 'વાસી ખીહર' તરીકે મનાવાય છે. આમ સતત બે દિવસ આ આનંદમય તહેવારની ઉજવણી ચાલે છે.

◆ સૂક્ષ્મ અર્થ ◆

મકરસંક્રાંતિનાં દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાં ઉતર ગોળાર્ધમાં પ્રવેશે છે. હિંદુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક, અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દૈવત્વ, એક આર્શિવાદ અને તમામ અકથ્યનું પ્રતિક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર,જે દરેક શ્રદ્ધાળુ હિંદુ દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધીનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. સૂર્ય ફક્ત એક દેવતાનું રૂપ જ નથી પરંતુ તે જ્ઞાન અને બુદ્ધીનાં અવતાર પણ છે. ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને કહે છે કે આ જ્ઞાન (ગીતાનું) તેમણે પહેલાં અનેક વખત કહ્યું છે જેમાં સૌ પ્રથમ વિવસ્વાન-સૂર્યને કહ્યું હતું, આમ સૂર્ય કૃષ્ણનાં પ્રથમ શિષ્ય હતાં. રવિને (સૂર્ય) માટે ક્યારેય રવિવાર હોતો નથી, તે નિરંતર કાર્યશીલતામાં માને છે.

◆ પૂરાણમાં ઉત્તરાયણ ◆

પ્રાચીનકાળથી સૂર્યઉપાસનાનું મહત્ત્વ રહેલું છે. વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથ ગણાતા ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે. આર્યોસૂર્યતત્ત્વની પ્રાચીન કાળથી ઉપાસના કરતા હતા. વેદકાળમાં સૂર્યને લગતા અનેક મંત્રો પણ પ્રાપ્ત થાય છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય તેવી માંગણી કરવામાં આવી છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિ કહે છે. જયોતિષશાસ્ત્ર મુજબ આ સંક્રાંતિમાં સૂર્યપૂજા-ઉપાસનાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. સૂર્ય મકરમાં પ્રવેશતાં કમુરતા પૂર્ણ થાય છે અને લગ્નાદિ માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે. મકરસંક્રાંતિનું વિશેષ મહત્ત્વ હોવાથી મહાભારત કાળમાં ભીષ્મએ મકરસંક્રાંતિમાં જ દેહ છોડવાનું પસંદ કર્યું હતું.

મહાભારતમાં કુરુ વંશનાં સક્ષક ભીષ્મ પિતામહે કે જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું તેમણે બાણ શય્યા પર પડ્યા રહીને ઉત્તરાયણનાં દિવસે એટલે કે જ્યારે સૂર્ય ઉત્તર અયનમાં પ્રવેશે ત્યારે જ પોતાનો દેહ ત્યાગ કરવાનું કહ્યું હતું. આપણા શાસ્ત્રોમાં દક્ષિણાયન કરતાં ઉત્તરાયણને શુભ માનવામાં આવે છે. આમ ઉત્તરાયણનો દિવસ તે ભીષ્મ દેહોત્સર્ગના પર્વ તરિકે પણ ઉજવવામાં આવે છે.


◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ ◆


◆ આભાર ◆

Monday, December 24, 2018

નાતાલ

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા

◆ નાતાલ શબ્દનો અર્થ ◆

નાતાલ એટલે કે અંગ્રેજી ભાષામાં ક્રિસમસ નામનો શબ્દ "ક્રાઇસ્ટ્સ માસ" નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દ મધ્યકાલિન અંગ્રેજી ભાષાના શબ્દ ક્રિસ્ટેમાસે અને પૌરાણિક અંગ્રેજી ભાષાના શબ્દ ક્રાઇસ્ટેસ માએસે ઉપરથી ઉતરી આવ્યો છે. આ શબ્દસમૂહનો પ્રથમ વખત પ્રયોગ 1038માં કરવામાં આવ્યો હતો. "ક્રાઇસ્ટેસ" શબ્દ ગ્રીક ભાષાના શબ્દ ક્રિસ્ટોસ ઉપરથી અસ્તિત્વમાં આવ્યો છે જ્યારે "માએસે" શબ્દ લેટિન ભાષાના મિસા (પવિત્ર સમૂહ) નામના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. ગ્રીક ભાષામાં ઈશુ ખ્રિસ્તના નામ ક્રાઇસ્ટના પ્રથમ અક્ષર તરીકે અંગ્રેજી મૂળાક્ષર X (ચિ)નો ઉપયોગ કરવામાં આવે છે. તેવી જ રીતે રોમન ભાષામાં અંગ્રેજી મૂળાક્ષર X નો ઉપયોગ 16મી સદીના મધ્ય ભાગથી ક્રાઇસ્ટ એટલે કે ઈશુ ખ્રિસ્તના નામનાં ટૂંકા સ્વરૂપ તરીકે ઉપયોગમાં લેવાની શરૂઆત કરવામાં આવી હતી. તેના કારણે ઘણી વખત ક્રિસમસનાં ટૂંકા સ્વરૂપ માટે અંગ્રેજી ભાષામાં Xmas શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે.

◆ મહત્વ ◆

નાતાલ ખ્રિસ્તી ધર્મના લોકોની વાર્ષિક રજા છે. આ દિનની ઉજવણી ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મદિનના સ્મરણાર્થે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી તારીખ 25મી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે, પરંતુ સાચા અર્થમાં આ દિવસને ઈશુનો જન્મદિવસ માનવામાં આવતો નથી. કદાચ નાતાલના દિન તરીકે આ દિવસની પસંદગી એટલા માટે કરવામાં આવી હશે કારણ કે ઈશુ ખ્રિસ્ત દ્વારા ઐતિહાસિક રોમન તહેવાર અથવા તો સૂર્ય ઉત્તર ગોળાર્ધમાંથી શિયાળાના સમયે વિષુવવૃત્તથી દૂરમાં દૂર જતો હોય તે દિવસથી ઉજવવાની શરૂઆત કરવામાં આવી તેના બરાબર 9 માસ બાદ આ તારીખ એટલે કે 25મી ડિસેમ્બર આવે છે. નાતાલ એ નાતાલ અને રજાઓની મોસમનો કેન્દ્ર દિવસ છે. ખ્રિસ્તી ધર્મમાં એમ માનવામાં આવે છે કે નાતાલની મોસમ 12 દિવસ સુધી ચાલે છે.

ખ્રિસ્તી ધર્મની રજા હોવા છતાં પણ નાતાલની ઉજવણી કેટલાક બિનખ્રિસ્તીઓ દ્વારા પણ ઉજવવામાં આવે છે અને આ તહેવારની ઉજવણીના કેટલાક રીતિરિવાજો ખ્રિસ્તી ધર્મ પૂર્વેના અથવા તો બિનસાંપ્રદાયિક વિષયવસ્તુ ઉપર આધારિત મૂળના છે. નાતાલની આધુનિક ઉજવણીમાં પ્રખ્યાત બનેલા રીતિરિવાજોમાં ભેટ-સોગાદોની આપ-લે, સંગીત, અભિવાદન પત્રિકાઓની આપ-લે, દેવળોમાં થતી ઉજવણી, ખાસ પ્રકારનું ખાણું, વિવિધ સુશોભનોનું પ્રદર્શન જેમ કે નાતાલનું ઝાડ, લાઇટ વડે રોશની, તોરણો બાંધવા, એક જાતનાં લીલાં રંગનાં વૃક્ષની સજાવટ, ઈશુનાં જન્મનું દ્રશ્ય અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું સુશોભન વગેરે બાબતોનો સમાવેશ થાય છે. વધુમાં ફાધર ક્રિસમસ(ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, અને આયર્લેન્ડ સહિત ઘણા બધા દેશોમાં સાન્તાક્લોઝને નામે જાણીતા) ઘણા દેશોમાં એક દંતકથા જેવું કાલ્પનિક પાત્ર છે જે આ દિવસે બાળકો માટે ભેટો લઇને આવે છે.

ભેટ-સોગાદોની આપ-લે ઉપરાંત અન્ય પાસાંઓના કારણે નાતાલના તહેવારમાં ખ્રિસ્તી અને બિનખ્રિસ્તી બંને ધર્મમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ ખૂબ જ તીવ્ર બની જાય છે. લોકો માટે આ એક નોંધપાત્ર ઘટના અને વેપારીઓ માટે વેચાણનો મુખ્ય સમયગાળો બની જાય છે. નાતાલની આર્થિક અસરો એક એવું પાસું છે કે જે છેલ્લી કેટલીક સદીઓથી વિશ્વના ઘણા પ્રદેશોમાં સ્થિરતાપૂર્વક વધી રહ્યું છે.

◆ ઇતિહાસ ◆

ઘણી સદીઓથી ખ્રિસ્તી લેખકો માનતા આવ્યા છે કે નાતાલનો દિવસ એટલે એ જ દિવસ કે જે દિવસે ભગવાન ઈશુનો જન્મ થયો હતો. જ્યુડિયો ખ્રિસ્તી પરંપરા અનુસાર સૃષ્ટિનાં સર્જનની તારીખ 25મી માર્ચ માનવામાં આવે છે. પૂરાતન ખ્રિસ્તી લેખક સેક્સટ્સ જ્યુલિયસ આફ્રિકાનુસે (220 એ.ડી.) એવો વિચાર કર્યો હતો કે આ તારીખ વાજબી છે અને એવું સૂચન કર્યું હતું કે આ દિવસે ભગવાન ઈશુએ માનવદેહ ધારણ કર્યો હતો. જુલિયસના જણાવ્યા અનુસાર ઇશ્વરનાં શબ્દોએ માનવસ્વરૂપ ધારણ કર્યું અને તેમનું ગર્ભાધાન થયું તેનો મતલબ એ થયો કે આ ઘટના થકી કુંવારી મેરીએ ગર્ભ ધારણ કર્યો અને બરાબર નવ માસ બાદ તારીખ 25મી ડિસેમ્બરના રોજ ભગવાન ઈશુનો જન્મ થયો. જોકે 18મી સદીની શરૂઆતથી ઘણા બધા વિદ્વાનોએ વૈકલ્પિક સ્પષ્ટતાઓ આપવાની શરૂઆત કરી. આઇઝેક ન્યૂટને એવી દલીલ કરી હતી કે ઉત્તરીય ગોળાર્ધમાં નાતાલની તીથિ સૂર્ય વિષુવવૃત્તથી દૂર જાય તે દિવસોમાં પસંદ કરવામાં આવી છે. જૂના યુગમાં આ ઘટના 25મી ડિસેમ્બરની આસપાસ બનતી હતી. ઇ. સ. 1743માં જર્મનીના પ્રોટેસ્ટન્ટ પોલ અર્ન્સ્ટ જાબ્લોન્સ્કીએ એવી દલીલ કરી હતી કે નાતાલની તારીખ 25મી ડિસેમ્બર રોમન સૌર રજા ડિએસ નાતાલિસ સોલિસ ઇનવિક્ટી સાથે સંલગ્ન છે, જેના કારણે સાચાં દેવળોમાં મૂર્તિપૂજાનું પ્રમાણ ઘટી જવાં પામ્યું હતું. 1889માં લ્યુઇસ ડ્યુશેને એવું સૂચન કર્યું હતું કે નાતાલની તારીખની ગણતરી તારીખ 25મી માર્ચના રોજ ઈશુનાં આગમનની જાહેરાત બાદ બરાબર નવ માસ બાદની કરવામાં આવી છે પરંપરાગત રીતે આ દિવસે ઇશુનું માનવરૂપે ગર્ભાધાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે આજના જમાનામાં મુખ્યપ્રવાહમાં તારીખ 25મી ડિસેમ્બર ઈશુનો જન્મદિવસ હોય કે ન હોય તેનું ખાસ મહત્વ નથી. તેના બદલે ખ્રિસ્તી ધર્મ સમુદાયો જણાવે છે કે માનવ સમુદાય દ્વારા આચરવામાં આવેલાં પાપને સરભર કરી આપવા માટે ઇશ્વરે પૃથ્વી ઉપર માનવરૂપે જન્મ લીધો તે નાતાલની ઉજવણીનું પ્રાથમિક કારણ છે. નાતાલની સૌપ્રથમ ઉજવણી યુએસના ફ્લોરિડા ખાતે આવેલા ટેલાહાસી ખાતે કરવામાં આવી હતી.

Tuesday, November 20, 2018

ઈદ-એ-મિલાદ

★ ઇદ-એ-મિલાદ ★


સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ... વામૈયા પ્રાથમિક શાળા



★ મહત્વ ★ 


ઇદ-એ-મિલાદ-ઉન-નબી મુસ્લિમો માટે એક મોટો તહેવાર છે. આ દિવસ માટે  મુસ્લિમ સમાજમાં અલગ અભિપ્રાય છે. 

 પેગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મની ખુશીમાં ઉજવાતું ઈસ્લામિક તહેવાર ઇદ-એ-મિલાદ-ઉન-નબી, 1 ડિસેમ્બરથી શરૂ થઈને અને 2 ડિસેમ્બરના રોજ સુધી ઉજવવામાં આવશે.

પેગંબર હઝરત મોહમ્મદને છેલ્લો મેસેન્જર અને મહાન પ્રબોધક માનવામાં આવે છે, જેમને અલ્લાહે પોતે દેવદૂત જિબ્રાઈલ દ્વારા કુરાનનો સંદેશ આપ્યો હતો.  મુસ્લીમ હંમેશા તેમના માટે સંપૂર્ણ આદર ભાવ ધરાવે છે.

આ દિવસને લઈને મુસ્લિમ સમાજમાં અલગ-અલગ અભિપ્રાય છે. શિયા અને સુન્ની આ દિવસને લઈને પોત-પોતાના મત ધરાવે છે, પરંતુ ઉજવનાર આ દિવસને લઈને ધામધૂમથી ઉજવણી કરે છે.

આ દિવસે આખી રાત પ્રાર્થના ચાલે છે. પેગંબર મોહમ્મદના પ્રતિકાત્મક પગલાંઓના નિશાન પર પ્રાર્થના કરવામાં આવે છે. આ દિવસ પેગંબર મોહમ્મ્દ હજરત સાહેબને વંચાય છે અને તેમને યાદ કરાય છે. 

ઇસ્લામનું સૌથી પવિત્ર પુસ્તક કુરાન પણ આ દિવસે વાંચવામાં આવે છે. તે સિવાય લોકો મક્કા મદિના અને દરગાહ પર જાય છે. એવું કહેવાય છે કે આ દિવસે નિયમોનું પાલન કરવાથી, તે લોકો અલ્લાહની નજીક જાય છે અને અલ્લાહની દયા તેના પર હોય છે.


★ ઇદ-એ-મિલાદની સાચી ઉજવણી ★


“ઇદ-એ-મિલાદ”ના દિવસને આપ સૌ જાણો છો કે હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) ના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે.

અગાઉના દિવસોમાં જે રીતે આ તહેવાર ઉજવાતો હતો તેના કરતા હાલના દિવસોમાં આ તહેવાર કંઇક જુદી રીતે જ ઉજવવામાં આવે છે. અત્યારે આ તહેવારના નામે જુદા જુદા શણગાર (લાઇટીંગ, સીરીઝ, ફુલ વગરે) પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને શણગાર પાછળ ઘણા બધા માનવ કલાકોનો ઉપયોગ થાય છે. સામે પક્ષે ઘણાબધા માણસો નબળી આર્થિક પરીસ્થિતિને લીધે દવા કે શિક્ષણ પાછળ ખર્ચ કરી શકતા નથી અને તેથી બિમારીમાં કણસે છે અથવા શિક્ષણ મેળવી શકતા નથી. મારા મતે આ બધો “ફીઝુલ (નિરર્થક) ખર્ચ” છે જે આપણા નબી હઝરત મહંમદ પયગંબર (સ.અ.વ.) ને જરાપણ પસંદ ન હતો.

આપણા મોટા ભાગના મૌલવીઓ પણ આ વાત જાણે છે પણ તેનો “ધંધો” બંધ ન થાય તે માટે આ બધું કરવા દેવામાં આવે છે. અને કોઇ સાચી વાત કરે તો મૌલવીઓ એવું કહે છે કે “આને આપણા નબી પ્રત્યે આદર નથી અને તેમને (વહાબીની) અસર છે” (!) હકીકતમાં આપણા નબી (સ.અ.વ.) એ કે સહાબીઓએ સાથીઓએ પણ ક્યારેય જન્મદિવસની ઉજવણી કરી ન હતી.

જો આપણે ખરા અર્થમાં “ઇદ-એ-મિલાદ”ની ઉજવણી કરવી હોય તો અલ્લાહ ત્આલાએ આપણને મહંમદ પયગંબર (સ.અ.વ.) ના અનુયાયીઓ બનાવ્યા તેના માટે શુક્રિયાની બે રકાત નફિલ નમાઝ પઢવી જોઇએ, બેફામ ફીઝુલ ખર્ચ બચાવીને ગરીબોની આર્થિક મદદ કરવી જોઇએ અને માનવકલાકોને ભૌતિક વસ્તુઓના શણગાર પાછળ વેડફવાને બદલે જરૂરીયાતમંદ માણસોની સેવા કરીને તેમની જીંદગીને શણગારવી જોઇએ.

આપ સૌ ખરા અર્થમાં આ તહેવારની ઉજવણી કરશો એવી અપેક્ષા સાથે શુભેચ્છાઓ…..


★ આભાર ★

Sunday, November 18, 2018

તુલસી વિવાહ

◆ તુલસી વિવાહ ◆

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ... વામૈયા પ્રાથમિક શાળા


શાસ્ત્રો મુજબ દેવપોઢી અગિયારસથી ભગવાન સૂતેલા હોવાથી તેમને દેવઉઠની અગિયારના રોજ જગાડવામાં આવે છે. તેથી આ દિવસને પ્રબોધિની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે તુલસી વિવાહ રચવામાં આવે છે. 

પુરાણગ્રંથો મુજબ ભગવાન વિષ્ણુએ તુલસી સાથે ભાવાત્મક વિવાહ કર્યા તેથી ગોપીઓ તુલસીને પોતાની સૌતન માને છે. આ દિવસે તુલસીને શ્રૃંગારિત કરવામાં આવે છે અને શેરડી વડે મંડપ બાંધવામાં આવે છે. તુલસીજીને લાલ કે લીલા રંગની ચુંદડી ઓઢાડવામાં આવે છે. તુલસી વિવાહ સાંજના મુહુર્તમાં કરવામાં આવે છે. 

કાર્તિક શુક્લ એકાદશીએ તુલસી પૂજનનો ઉત્સવ મનાવવામાં આવે છે. પરંતુ ઉત્તર ભારતમાં આનું વિશેષ મહત્વ છે. તુલસીને વિષ્ણુ પ્રિયા પણ કહેવામાં આવે છે. આમ તો તુલસી વિવાહને માટે કાર્તિક શુક્લ નવમીની તિથિ યોગ્ય છે. પરંતુ કેટલાક લોકો અગિયારસથી પૂનમ સુધી તુલસી પૂજન કરીને પાંચમાં દિવસે તુલસીનું લગ્ન કરે છે. તુલસી વિવાહની આ પધ્ધતિ સૌથી વધુ પ્રખ્યાત છે. 

◆ પૌરાણિક કથા ◆

પૌરાણિક માન્યતા અનુસાર , રાક્ષસના કુલમાં એક કન્યા નો જન્મ થાય છે એનું નામ વૃંદા રાખવામાં આવે છે.વૃંદા બાળપણ થી જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી અને હંમેશા તેમની ભક્તિમાં લીન રહેતી હતી.જ્યારે વૃંદા લગ્ન માટે લાયક બની ત્યારે તેમના માતા-પિતા એ તેમના વિવાહ સમુદ્ર મંથન માંથી ઉત્પન્ન થયેલા જલંધર નામના રાક્ષસ સાથે કરી દીધા.વૃંદા ભગવાન વિષ્ણુની પરમ ભક્ત સાથે એક ધાર્મિક સ્ત્રી પણ હતી, જેના કારણે તેના પતિ જલંધર વધુ શક્તિશાળી બન્યા હતા.

જલંધર જયારે પણ યુદ્ધ પર જતો ત્યારે વૃંદા પૂજા અર્ચના કરતી,વૃંદા ની ભક્તિને કારણે કોઈ પણ જલંદરને મારી શકતું ન હતું.જાલંધરે દેવતાઓ પર યુદ્ધ કર્યું, બધાજ દેવતાઓ જાલંધન ને મારવામાં અસમર્થ સાબિત થઇ રહ્યા હતા. જાલંધરે બધા દેવતાઓને હરાવી નાખ્યા હતા, પછી બધા દેવતાઓ દુઃખી થઈને ભગવાન વિષ્ણુ જોડે જાય છે અને જાલંધન નામના રાક્ષસ નો આતંક સમાપ્ત કરવા માટે પ્રાર્થના કરવા લાગે છે.

પછી ભગવાન વિષ્ણુએ પોતાની માયાથી જલંધરનું સ્વરૂપ ધારણ કર્યું અને વૃંદાના પતિવ્રત ધર્મ ને નષ્ટ કર્યું. આનાથી જલંધરની શક્તિ નબળી પડી અને તે યુદ્ધમાં માર્યો ગયો.જ્યારે ભગવાન વિષ્ણુની યુક્તિ વિષે વૃંદાને ખબર પડી, ત્યારે તેમણે ભગવાન વિષ્ણુને એક પથ્થર બનવા માટે શ્રાપ આપ્યો.

ભગવાન વિષ્ણુને પથ્થર ના બનેલા જોઈ બધા દેવી-દેવતાઓ માં હાહાકાર મચી ગયો, પછી માતા લક્ષ્મી એ વૃંદા ને પ્રાર્થના કરી ત્યારે વૃંદા એ જગત ના કલ્યાણ માટે પોતાનો આપેલો શ્રાપ પાછો લઇ લીધો અને પછી પોતે જાલંધરની સાથે સતી થઇ ગઈ પછી એમના શરીર ની રાખ માંથી એક નાનું વૃક્ષ પ્રગટ થયું જેને ભગવાન વિષ્ણુ એ તુલસી નામ આપ્યું અને ભગવાન વિષ્ણુ એ કહ્યું કે આજથી હું તુલસી વગર પ્રસાદ ગ્રહણ નઈ કરું અને આ પથ્થર ને શાલિગ્રામ ના નામે થી તુલસી જી ની સાથે જ પૂજવામાં આવશે.કાર્તિક મહિનામાં તો તુલસીજી ના શાલિગ્રામ સાથે વિવાહ પણ કરવામાં આવે છે.

◆ તુલસી વિવાહ કેવી રીતે કરશો ?

ત્રણ મહિના પહેલાથી તુલસીના છોડને નિયમિત સીંચો અને તેનું પૂજન કરો. 

પ્રબોધિનિ, ભીષ્મપંચક અથવા જ્યોતિ શાસ્ત્રોક્ત વિવાહ મૂર્હતમાં મંગળગીતો અને મંત્રોચ્ચાર દ્વારા તોરણ-મંડપ વગેરેનું નિર્માણ કરો. 
ત્યાર પછી ચાર બ્રાહ્મણો દ્વારા ગણપતિ-માતૃકા પૂજન અને પુળ્યાવાચન કરાવો. 
ત્યાર બાદ શ્રી લક્ષ્મીનારાયણ અને તુલસીના છોડ સાથે અથવા સોના-ચાંદીની તુલસીને શુભ આસન પર પૂર્વ તરફ મોઢુ રાખીને બેસાડવાં. 
ગોધુલી(સાંજના) સમયમાં વર(ભગવાન)નું પૂજન કરવું 
ત્યારબાદ મંત્રોચ્ચાર સાથે કન્યા(તુલસી)નું દાન કરો.
ત્યારબાદ કુશકંડી હવન અને અગ્નિ પરિક્રમા કરાવો. 
પછી વસ્ત્ર, ઘરેણા વગેરે આપો. 
ત્યારપછી શક્તિ મુજબ બ્રાહ્મણ-ભોજ કરાવો અને પછી પોતે ભોજન કરો. 
છેલ્લે માંગલિક ગીતો સાથે વિવાહ કાર્યક્રમ સંપન્ન કરો. 

ભારતમાં હિન્દુ સમાજમાં તુલસી વિવાહ બાદ જ લગ્નમૌસમ શરૂ થાય છે. 

◆ તુલસીનું મહત્વ ◆


તુલસી એક સાધારણ છોડ જરૂર છે, પરંતુ ભારતના લોકો માટે તે ગંગા-જમના જેવી પવિત્ર છે. 
પૂજા સામગ્રીમાં તુલસીપત્ર જરૂરી સમજવામાં આવે છે. કહેવાય છે કે આના સિવાય ભગવાન સંતુષ્ટ થઈને પ્રસાદ નથી ગ્રહણ કરતાં. 
નવમી, દશમીએ વ્રત અને પૂજન કરી બીજા દિવસે તુલસીના છોડને કોઈ બ્રાહ્મણને આપવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. 
સ્નાન કર્યા પછી દરરોજ તુલસીના છોડને પાણી આપવું સ્વાસ્થ્ય માટે અતિ ઉત્તમ છે.
તુલસીના કારણે આસપાસના વાતાવરણની હવા શુધ્ધ થઈ જાય છે. 
તુલસીના પાનનું અર્ક કેટલીય બીમારીયો દૂર કરે છે.


◆ આભાર ◆


Thursday, November 8, 2018

ભાઈબીજ

◆ ભાઈબીજ ◆


સંપાદક :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ… વામૈયા પ્રાથમિક શાળા


◆ મહત્વ ◆

કાર્તિક માસ સુદની દ્રિતીય તિથી એટલે કે દિવાળી પછીનો બીજો દિવસ ભાઈ-બહેનના પર્વ ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે. તેને ભાતૃ દ્રિતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે કેટલીક બહેનો પોતાના પ્રિય ભાઈના દિર્ધ આયુષ્ય અને સમૃદ્ધિ માટે વ્રત પણ રાખે છે.
ભાઈબીજ પર દરેક ભાઈ પોતાની બહેનના ઘરે જાય છે, ત્યાં બહેન કુમકુમ અને અક્ષત દ્રારા ચાંદલો કરીને ભાઈનું સ્વાગત કરે છે અને તેના ઉજ્જવળ જીવન માટે આશીર્વાદ આપે છે.
બહેન તેને પ્રેમભેર સ્વાદીષ્ટ પકવાનો ખવડાવે છે અને ભાઈ દક્ષિણા અથવા ઉપહાર આપીને પોતાની બહેનના શુભાશીષ ગ્રહણ કરે છે. અપમૃત્યુ ટાળવા માટે ધનતેરસ, નરકચતુર્દશી (કાળી ચૌદસ) અને યમદ્વિતીયાના દિવસે મૃત્યુની દેવતા ‘યમધર્મ’નું પૂજન કરે છે.


◆ પૌરાણિક કથા ◆


ભાઈબીજ એટલે ભાઈ અને બહેનનો અખંડ પ્રેમ કાતિર્ક માસના શુકલ પક્ષની દિત્‍યા યમદિત્‍યા તરીકે પણ ઓળખાતી આ ભાઈબીજ પાછળ પ્‍ણ એક પૌરાણિક કથા છે.
એક દિવસ યમુનાજીએ પોતાના ભાઇ મૃત્‍યુના દેવ યમરાજને પોતાના ઘેર ભોજનનું નિમંણત્ર આપેલ. મૃત્યુદેવ યમરાજા પોતાની બહેન યમુનાને ઘેર ગયા હતા અને તેને વસ્ત્રાલંકાર વગેરે આપી તેને ત્યાં ભોજન કર્યું હતું. તેથી બહેનને ઘેર ભાઈ જમે છે અને શક્તિ અનુસાર બહેનને કાપડું કરે છે. સ્‍વાદિષ્‍ટ ભોજનથી ખુબજ પ્રસન્‍નતા અનુભવતા યમરાજે બહેન યમુનાજીને મનપસંદ વરદાન માગવા જણાવ્‍યું. યમુનાજીએ ભાઈ યમરાજ પાસેથી વચન માગ્‍યું કે તેણે દર વર્ષે આ જ દિવસે તેના ઘેર ભોજન માટે આવવું. ત્‍યારથી યમરાજ દર વર્ષે નિત્‍ય યમુનાજીના ઘેર ભોજન માટે જતા અને બહેન યમુનાજીના નિત્‍ય સુખની કામના કારતા. આ દિવસે બહેન પોતાના ભાઈને ભોજન કરાવે છે તેનો ચૂડલો અખંડ રહે છે અને ભાઈ પણ લાંબુ આયુષ્‍ય પામે છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની લાંબી આવરદાની કામના કરે છે. આ ભાઈ બીજના પવિત્ર દિવસે આકાશમાં પ્રગટ થતો ચંદ્ર પ્રગતિ અને વિકાસનું પ્રતિકા છે, અમાસના અંધકારમાં ડૂબેલો ચંદ્ર ભાઈબીજના દિવસે ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે અને પોતાના કર્મબળને આધારે દેવાધિદેવ શિવજીના મસ્તિકની શોભાની અભિવૃધ્ધિ કરવા પોતાને યોગ્‍ય બનાવે છે તે જ રીતે જે ભાઈ દુઃખરુપી અંધકારમાં ડૂબેલો હોય તે આ ભાઈ બીજના દિવસે બહેનના હાથનું ભોજન પ્રેમપૂર્વક આરોગીને પોતાના ઉજજવળ ભાવિની નવી શરુઆતો કરે છે.
ભાઈબીજ વિશે પુરાણોમાં પણ મહત્‍વ આંકતા કહેવાયું છે કે જે વ્‍યકિત ભાઈબીજના દિવસે બહેનના પ્રેમપૂર્વકના નિમં‍ત્રણને ઠુકરાવીને તેના ઘેર જતો નથી તેના વર્ષભરના તમામ પુણ્‍યો નાશ પામે છે. આ જ દિવસે યુગાવતાર શ્રી કૃષ્‍ણ બહેન દ્રૌપ‍દીના ઘેર જમવા ગયેલ. દ્રૌપદીનું એક નામ કૃષ્‍ણા પણ હતું. સંકટ સમયે શ્રી કૃષ્‍ણે દ્રૌપદીના ચીર પૂરી ભાઈ તરીકેનું પોતાનું કર્તવ્‍ય નિભાવેલ. આ દિવસે નૂતનવર્ષ વર્ષ પછી તરત આવતો દિવસે છે, એ ઉપરથી તેનું મહત્‍વ આંકી શકાય છે. જે રીતે બીજનો ચંદ્ર ત્‍યાગ, પુરુષાર્થ અને કર્તવ્‍યનું પાલન કરે છે તે રીતે જો ભાઈ-બહેન પણ આચરણ કરે તો બંનેના જીવન સુખમય વિતે આજ છે ભાઈબીજ પાછળનો મુખ્‍ય સંદેશ.
એક લોકપ્રિય દંતકથા મુજબ ભગવાન શ્રીકૃષ્ણએ તેમની બહેનસુભદ્રાની મુલાકાત લીધી. સુભદ્રાએ તેમને મીઠાઈઓ અને ફૂલોથીઆવકાર આપ્યો. શ્રીકૃષ્ણના કપાળ પર બહેન સુભદ્રાએ પ્રેમપૂર્વક તિલક કર્યું.સુભદ્રાના આ ખાસ આદરસત્કારથી શ્રીકૃષ્ણના હૃદયભાવવિભોર અને આનંદિત થયું અને શ્રીકૃષ્ણએ સુભદ્રાને દૈત્યોથીબચાવવાનું વચન આપ્યું.
ભાઈબીજનું વર્તમાન સમયમાં પણ એટલું જ મહત્‍વ છે. જેટલું અગાઉ હતું. ભાઈબીજ ભાઈ તથા બહેન માટે એક ફરજ પણ છે. આ દિવસ નવા સંબંધોના સ્‍વીકાર સાથે ગઈકાલના પવિત્ર સંબંધોને યાદ કરવાનો પણ દિવસ છે. બહેન પયિરનું સર્વસ્‍વ છોડીને પોતાના સાસરે જાય છે. આ દિવસે ભાઈને અચુક યાદ કરે છે, અને તેને ભોજન જમાડી તેના સુખની મંગલ કામના કરે છે તો સામી બાજુ ભાઈએ પ‍ણ તેના બદલારૂપે બહેનના દુઃખોને દૂર કરવાની ફરજ નિભાવવાની છે.


◆ આભાર ◆


Tuesday, November 6, 2018

દિવાળી

 ⚜️ દિવાળી ⚜️

સંપાદક :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ… વામૈયા પ્રાથમિક શાળા


આધ્યાત્મિક મહત્વ :-


દિવાળીનો તહેવાર "પ્રકાશના પર્વ" તરીકે જાણીતો છે ત્યારે તેનો સૌથી વધારે આધ્યાત્મિક અર્થ થાય છે, "મનના પ્રકાશની જાગૃતિ".સ્થૂળ શરીર અનને મનની પેલે પાર પણ કશુંક છે, જે શુદ્ધ, અનંત અને અવિનાશી છે અને તેને આત્મા કહેવાય છે તેવી વિચારધારા હિન્દુ તત્વજ્ઞાનનું કેન્દ્ર છે. આપણે જેવી રીતે આપણા સ્થૂળ જન્મને ઉજવીએ છીએ તેવી રીતે દિપાવલી આંતરિક પ્રકાશનો તહેવાર છે, કે જેને જાણવાથી અંધકારે પ્રકાશમય બને છે(તમામ મુશ્કેલીઓ દૂર થાય છે અને અજ્ઞાન વિખેરાઈ જાય છે), વ્યક્તિનું પોતાનું સાચુ સ્વરૂપ જાગૃત થાય છે, શરીર તરીકે નહિ, પરંતુ અપરિવર્તનીય, અનંત, વિશ્વવ્યાપીઅને ગુણાતીત વાસ્તવિકતા સમજાય છે. આત્માની અનુભૂતિ થતાની સાથે જ સમગ્ર સૃષ્ટિ માટે કરુણા, પ્રેમ અને તમામ વસ્તુઓના એકાકારની જાગૃતિ (ઉચ્ચ જ્ઞાન) આવે છે. આનાથી આનંદ (આંતરિક ઉલ્લાસ અથવા શાંતિ) આવે છે. દિવાળી ફટાકડા, પ્રકાશ, ફૂલો, મિઠાઈઓ તથા ભક્તિ દ્વારા ઉજવવામાં આવે છે. પ્રદેશે-પ્રદેશે દિવાળીની કથા અલગ છે ત્યારે આ તમામનો સાર એકસરખો છે - આંતરિક પ્રકાશનો આનંદ લેવો (આત્મા) અથવા તમામ વસ્તુઓનું પાયારૂપ સત્ય (બ્રાહ્મન).


દિવાળી પૂજાના પ્રતિકોનું મહત્વ :-

દિવાળીના શુભ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ પૂજાની સાથે જ ઘર અને પૂજા ઘરને સજાવવા માટે શુભ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આવો જાણીએ કે ઘર માટે શુભ અને દિવાળી પૂજાના પ્રતિક કયા છે.

દીપક :-
દિવાળીની પૂજામાં દીવાનું સ્થાન મહત્વપૂર્ણ છે. ફક્ત માટીના દિવાનુ જ મહત્વ છે. જેમા પાંચ તત્વ છે. માટી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. તેથી દરેક હિન્દુ પૂજામાં પંચતત્વોની આ પાંચ તત્વોની હાજરી અનિવાર્ય હોય છે. કેટલાક લોકો પારંપરિક દીવાની રોશનીને છોડીને લાઈટના દીવા કે મીણબત્તી લગાવે છે જે યોગ્ય નથી.

રંગોળી :-
ઉત્સવ પર્વ અને અનેક માંગલિક પ્રસંગોમાં રંગોળી દ્વારા ઘર આંગણને સજાવવામાં આવે છે. આ સજાવટ જ સમૃદ્ધિના દ્વારા ખોલે છે. ઘરની સાફ સફાઈ કરીને આંગણ કે ઘરની વચ્ચે અને દરવાજાની સામે રંગોળી બનાવવામાં આવે છે.

કૌડી :-
પીળા રંગની કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. દિવાળીના દિવસે ચાંદી અને તાંબાના સિક્કાની સાથે જ કૌડીની પૂજા પણ મહત્વની માનવામાં આવે છે. પૂજન થયા પછી એક એક પીળી કૌડીને જુદા જુદા લાલ કપડામાં બાંધીને ઘરમા આવેલ તિજોરીમાં અને ખિસ્સામા રાખવાથી ધન સમૃદ્ધિ વધે છે.

તાંબાના સિક્કા :-
તાંબાના સિક્કામાં સાત્વિક લહેરો ઉત્પન્ન કરવાની ક્ષમતા અન્ય ધાતુઓની અપેક્ષા વધુ હોય છે. કળશમાં ઉઠતી લહેરો વાતાવરણમાં પ્રવેશ કરે છે. જો કળશમાં તાંબાના પૈસા નાખવામાં આવે તો તેનાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે. આમ તો આ ઉપાય સામાન્ય લાગે છે પણ તેની અસર પ્રભાવશાળી હોય છે.

મંગળ કળશ :-
જમીન પર કંકૂથી અષ્ટદળ કમળની આકૃતિ બનાવીને તેના પર કળશ મુકવામાં આવે છે. એક કાંસ્ય, તામ્ર, રજત કે સુવર્ણ કળશમાં પાણી ભરીને તેમા કેટલાક પાન મુકીને તેના મુખ પર નારિયળ મુકવામાં આવે છે. કળશ પર કંકુ, સ્વસ્તિકનુ નિશાન બનાવીને તેના ગલા પર નાડાછડી બાંધવામાં આવે છે.

શ્રીયંત્ર :-
ધન અને વૈભવનુ પ્રતિક લક્ષ્મીજીનુ શ્રીયંત્ર આ સૌથી લોકપ્રિય પ્રાચીન યંત્ર છે શ્રીયંત્ર ધનની પ્રાપ્તિ માટે જરૂરી છે. શ્રીયંત્ર અને ધનની દેવી લક્ષ્મીને આકર્ષિત કરનારું શક્તિશાળી યંત્ર છે. દિવાળીના દિવસે તેની પૂજા કરવી જોઈએ.

કમલ અને ગેંદાના ફૂલ :-
કમળ અને ગેંદાના ફૂલને શાંતિ, સમૃદ્ધિ અને મુક્તિના પ્રતિક માનવામાં આવે છે. બધા દેવી-દેવતાઓની પૂજા ઉપરાંત ઘરની સજાવટ માટે પણ ગેંદાના ફૂલની જરૂર પડે છે. ઘરની સુંદરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે આ ખૂબ જ જરૂરી છે.

નૈવેદ્ય અને મીઠાઈ :-
લક્ષ્મીજીને નૈવેદ્યમાં ફળ, મીઠાઈ, મેવા અને પેઠા ઉપરાંત ધાણી, પતાશા, સાકરિયા, શક્કરપારા, ઘૂઘરા વગેરેનો ભોગ લગાડવામાં આવે છે. નૈવેદ્ય અને મીઠાઈઓ આપણા જીવનમાં મીઠાશ કે મધુરતા ભેળવે છે.




⚜️ શુભ દીપાવલી ⚜️

Monday, November 5, 2018

કાળીચૌદસ

★ કાળી ચૌદસ ★

સંપાદક: - દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ... વામૈયા પ્રાથમિક શાળા


★ કાળી ચૌદસનું મહત્વ ★

કાળી ચૌદસે દેવી મહામાયા કે મહારાત્રીની પ્રગતિ થઈ, આવી કાલિકપુરાણ, માર્કેડેયપુરાણ, તંત્રગ્રંથો વગેરે. વિષ્ણુની યોગિદ્રા એટલે મહારાત્રી, કાળરાત્રિ કે મોહરાત્રિ. કાળી ચૌદસે આવી કાળરાત્રિ કે કાલિકાની પૂજા-ઉપાસના કરે છે. કાલિચૌદસની પ્રતિષ્ઠિત દેવી આ રીતે મહાકાવ્યિકા છે. 
આ દિવસે કૃષ્ણ અને સત્યાભિમાએ નારકસુરનો વિનાશ કરી સળિયા હજાર કન્યાઓને નારક જેવા કારાગારની કોટડી મુક્ત કરીને પ્રકાશગૃહમાં લઈ જવામાં આવે છે અને ભગવાન વામ વિરાટ સ્વભાવને ધારણ કરે છે, રાજા બલિને પાતાળની અંધારીને ધક્કો પહોંચાડે છે. તેથી કાળી ચૌદસ નેરકચતુર્દશી કહે છે. 

★ પૌરાણિક કથા ★

વલ્મિકી રામાયણ મુજબ હનુમાનજી એક વાનર વીર હતા જે શ્રીરામને ઋષમુક્ત પર્વત નજીક મળી. આ રામની અનન્ય મિત્ર, સહાયક અને ભક્ત સાધ્ધ થઈ. રામદૂત બાંયેન સીતાની શોધમાં હનુમાનજી લંકા પહોંચ્યા. તે પછી રામ-રાવણ યુદ્ધમાં તેમના પરાક્રમ પ્રસિદ્ધ છે. તે પછી હનુમાનજી રામના પર્સદ અને ફરીથી પૂજ્ય દેવના રૂપમાં માન્યતા પ્રાપ્ત થઈ. ધીરેધીરે હનુમંત અથવા મારુતિ પૂજાનો એક સંપ્રદાય જ બની ગયો. હનુમત્કલ્પની તેના ધ્યાન અને પૂજાના વર્ણનમાં જોવા મળે છે. 
વાનરરાજ કેસરી અને અપસરા પુંગનાસ્થળિ અર્થાત્ અંજની ભગવાન શિવ વરદાનથી પવન દેવ દ્વારા હનુમાનના રૂપે પુત્રની પ્રાપ્તિ થાય છે. જન્મ લીધા પછી હનુમાનજી આકાશમાં ચમકતા સૂર્યને ફળ સમજીને તેને પકડવા ઉડી આકાશમાર્ગે ગયો. માર્ગે તેમની તકરાર રાહુ સાથે થઈ ગયું. રાહુ ગભરાઈને ઈન્દ્ર પાસે પહોંચ્યા અને ફરિયાદ કરી. ઈન્દ્ર ક્રોધિત થઈને ઐરાવત પર બેસીને નિકાલી પડી. હનુમાનજીએ એને પણ ફળ સમજી, તેમના તરફ વળ્યાં. તેમણે ઇંદ્રને પડકાર આપ્યો. ત્યારે હનુમાનજીએ ઐરાવતને જોયો. તે પણ એક મોટું ફળ સમજવા માટે આગળ વધવું. ઇંદ્રે ક્રોધિત થઈને પોતાના વજ્રથી ત્રાટક્યું, જેના કારણે હનુમાનજી ઇજા પહોંચી અને તે નીચે પડી.
પવન દેવ તેને ઉઠાવી ગુફામાં લઈ ગયો. પવન સંસારમાં પ્રવર્તમાન બધા વાયુને રોકી લીધો. જેના લીધે બ્રહ્મદેવે હનુમાનજીને સાજા કર્યા. બ્રહ્મદેવ સહિત બધા દેવોએ હનુમાનજીને ઘણા બક્ષિસ આપ્યા છે. ઈન્દ્રે સુવર્ણ કમળની માળા, સૂર્ય પોતાના 100 મો ભાગ, યમે યમદંડથી અભય, વરુણ જળ અને સુરક્ષા, કુબેર આસ્ત્રા-શસ્ત્ર, બ્રહ્મ બ્રહ્મસ્ત્રીથી સલામતી અને ઇચ્છાધારી રૂપધારી થવાની વરદાન તેમજ શિવે મહાભયાય થાવા વરદાન.
જોકે તેમને અમર થવાની વરદાન દેવી સીતા મળી, જાણો કેવી રીતે ...
આસો માસની વડે ચૌદસ વિશે જે માન્યતા છે તે મુજબ સીતાજી રામજી સાથે લંકાથી પાછા આવ્યા પછી, દરરોજ પોતાના સંસ્થાનમાં સિંદૂર ભરતા હતા. હનુમાનજીએ પૂછ્યું કે શું તે મહત્વનું છે. દેવી સીતાએ તેમને કહ્યું કે સભાભવતી સ્ત્રીઓ માટે સિંદૂરનું મહત્વ વિશેષ છે. તે પછી હનુમાનજીએ વિચાર્યું કે માત્ર સંતથમાં સિંદુર લગાવતી જો સીતાજીની કે કોઈ સ્ત્રીની પોતાની પતિ પ્રત્યે ભક્તિભાવ પ્રગટ થાય છે અને સદભાગ્યાની પ્રાપ્તિ થાય છે. હનુમાનજીના આ વિચારો સીતા માતાથી અજાણ્યા.
સીતા માતાએ હનુમાનજીને આસો વદ ચૌદસના દિવસે દેવી સીતા રત્નમણિની માળાથી અભિનિત કરી. માળામાં રામ નામ નથી, જ્યારે હનુમાનજી સંતુષ્ટ ન થાય તો દેવી સીતાએ હનુમાનજીને ભેટ સ્વરૂપે સિંદૂર આપ્યો. તે સાથે તેમને વરદાન આપ્યો કે સીંદુર લાવો અને અઝર અમર થઈ જાઓ. ત્યારથી હનુમાનજી પોતાની સંપૂર્ણ શરીર પર સિંધુર લગાવતા આવ્યા છે. તેથી જ હનુમાનજી માટે કાળીચૌદાસનું વિશેષ મહત્વ છે.



★ આભાર ★


Sunday, November 4, 2018

ધનતેરસ

ધનતેરસ

સંપાદક :-  ગોહિલ દિલીપસિંહ પી.
ઉ.શિ… વામૈયા પ્રાથમિક શાળા




★ ધનતેરસનું મહત્વ ★

ધન તેરસને દિવસે ઘર, દુકાન કે ઓફીસ વગેરેને દીવાઓ વડે અને રોશની વડે શણગારી અને આગળ રંગોળી કરવામાં આવે છે. કારતક માસની વદ તેરસ એટલેકે દિવાળીનાં બે દિવસ પહેલાં આવતાં આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીનાંપગલાંની આકૃતિ ખાસ કરવામાં આવે છે. આ દિવસે નવું ધન, ખાસતો સોનું-ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દીવસે ધનની પૂજા પણ કરે છે. ધનતેરસના શુભદિને ધન-ધાન્ય સમૃદ્ધિના દેવ કુબેરની પૂજાનું પણ અનેરું મહત્ત્વ છે. લંકાના રાજા રાવણે પણ કુબેરની જ સાધના બાદ સુવર્ણ લંકા પ્રાપ્ત કરી હતી તેવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. આ દિવસને સમુદ્ર મંથનનાં ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરિ ઉત્પન્ન થયાં હોવાથી તેને ધન્વંતરિ ત્રયોદશી કે ધન્વંતરિ જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આરોગ્યનાં દેવતા તથા આયુર્વેદનાં પ્રણેતા ભગવાન ધન્વંતરિનું પૂજન કરવામાં આવે છે.

પૌરાણીક કથા ★

દીવો એ દિવાળીના પર્વ સાથે જોડાયેલ છે, પરંતુ એક ઓછી જાણીતી પૂરાણકથા પ્રમાણે દીવાની હારમાળા (દીપાવલી) સાથે જેને પ્રત્યક્ષ સંબંધ હોય તેવો તહેવાર માત્ર ધન તેરસ છે. સામાન્ય રીતે આપણે દીપનો સંબંધ લક્ષ્મીજી સાથે ગણીએ છીએ, પરંતુ પૌરાણીક કથા પ્રમાણે યમરાજાએ એક વખત પોતાના દૂતને પુછ્યુંકે 'હું તને મનુષ્યોના પ્રાણ હરવા માટે અનંતકાળથી પૃથ્વીલોકમાં મોકલું છું તો તને ક્યારેય પ્રાણ હરતાં રંજ નથી થતો?' યમદુતે ઉતર આપ્યો કે 'એક વખત રંજ થયેલો જ્યારે એક યુવક કે જેના લગ્નના ચાર દિવસ પછી જ બરાબર ધન તેરસને દિવસે મારે તેના પ્રાણ હરણ કરવા પડેલ'. યમરાજે ત્યારે વરદાન આપેલ કે ધનતેરસને દીવસે જે મનુષ્ય દીપદાન કરશે (દીવડાઓ પ્રગટાવશે) તેનો જીવનદીપ એ દીવસે બુઝાશે નહીં. આમ આ દિવસે દીપમાલા પ્રગટાવનાર શ્રધ્ધાળુઓ માટે યમરાજાએએક દિવસનું અમરત્વ પ્રદાન કરેલ છે.
ધન તેરસનું અન્ય એક મહત્વ પણ છે, કથા પ્રમાણે બલીરાજાનાં કારાગૃહમાં પુરાયેલ લક્ષ્મીજી તથા અન્ય દેવોને ભગવાન વિષ્ણુએ ધન તેરસને દિવસે મુક્ત કરાવ્યાં માટે આ દિવસ લક્ષ્મીપૂજનનો માનવામાં આવે છે. આમતો જો કે ધનનાં સ્વામી કુબેર છે (વેદગ્રંથો મુજબ લક્ષ્મી એટલે માત્ર શુકનવંતી અને મંગલકારી દૈવી સ્ત્રી).

હિંદૂ ધર્મમાં ધન્વંતરિને વૈદ્ય માનવામાં આવ્યા છે. તેઓ મહાન ચિકિત્સક હતા. ધન્વંતરિને ભગવાન વિષ્ણુના અવતાર માનવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન તેમનું અવતરણ પૃથ્વી પર થયું હતું. શાસ્ત્રોનુસાર શરદ પૂનમના દિવસે ચંદ્ર, કારતક માસની બારસના દિવસે કામધેનુ ગાય, તેરસના દિવસે ધન્વંતરિ અને અમાસના દિવસે માતા લક્ષ્મી પ્રગટ થયા હતા. એટલા માટે જ દિવાળી પહેલા ધનતેરસના દિવસે પણ ખાસ પૂજા અર્ચના કરવામાં આવે છે. આ દિવસે ધન્વંતરિ પ્રગટ થયા હોવાથી તેમને પ્રસન્ન કરવા જો નીચે દર્શાવેલા મંત્રનો જાપ કરવામાં આવે તો નિરોગી કાયાનું વરદાન પ્રાપ્ત થાય છે.
મંત્ર
ॐ धन्वंतराये नमः 
આરોગ્ય પ્રાપ્તિનો પૌરાણિક મંત્ર
ॐ नमो भगवते महासुदर्शनाय वासुदेवाय धन्वंतराये:
अमृतकलश हस्ताय सर्व भयविनाशाय सर्व रोगनिवारणाय
त्रिलोकपथाय त्रिलोकनाथाय श्री महाविष्णुस्वरूप
श्री धनवंतरी स्वरूप श्री श्री श्री औषधचक्र नारायणाय नमः 
ઉપરોક્ત મંત્રનો અર્થ આ પ્રમાણે છે, પરમ ભગવાન જે સુદર્શન વાસુદેવ ધન્વંતરિ કહેવાયા છે. જેણે અમૃત કળશ હાથમાં ધારણ કરેલો છે, જેઓ સર્વ ભયનાશક છે, સર્વ રોગ નાશક છે, ત્રણેય લોકના સ્વામી અને તેમનું નિર્વાહ કરનાર છે. તેવા વિષ્ણુ સ્વરૂપ ધન્વંતરિને સાદર નમન છે.



★ આભાર ★

વાઘ બારસ

◆ વાઘ બારસ ◆
સંપાદક :- ગોહિલ દિલીપસિંહ પી.
ઉ.શિ… વામૈયા પ્રાથમિક શાળા


★ વાઘ બારસનું મહત્વ ★

વાઘ બારસએ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે.ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો વદ બારસ એટલે વાઘ બારસ. ગુજરાત રાજ્યમાં પૂર્વ પટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘદેવની પૂજા આ દિવસે કરતા હોય છે.
આ તહેવારનું અન્ય એક પૌરાણીક નામ "વસુ બારસ" છે,'વસુ' એટલે ગાય, ગાયને ઇશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે અને આ દિવસે ગાય અને વાછરડાંની પૂજા કરવામાં આવે છે.
વાઘ બારસને વિવિધ ૩ નામોથી ઓળખવામાં આવે છે.જેમકે વાક બારસ,વાઘ બારસ,અથવા વસુ બારસ. આ દિવસે સરસ્વતી દેવીની આરાધના કરવાનો પણ મહિમા છે.વાક એટલે કે વાણી અને વાણી અને સંગીતની દેવી સરસ્વતીનું પણ આજે પૂજન કરવામાં આવે છે.ઉપરાંત બારસને ‘વાઘબારસ’ તરીકે ઓળખવામાં આવી છે. વાઘ સામર્થ્યનું પ્રતીક છે. મનુષ્યે નૂતન પ્રારંભ માટે સમર્થ થવાનું છે, પરાક્રમી થવાનું છે, જોખમ ખેડવાનું છે, સ્થૂળ પ્રાપ્તિ માટે પણ આ ગુણો જરૂરી છે. પરંતુ આંતરસમૃદ્ધિ વધારવા માટે તો ઘણા વધારે સમર્થ, પરાક્રમી થવું જરૂરી છે. એ આસાન માર્ગ નથી. એટલે જોખમ ખેડવાનું છે. એવા સામર્થ્યની ઉપાસના કરવાનું પર્વ એટલે વાઘબારસ.વસુ એટલે કે ગાય. ગાયનું પૂજન કરવાથી બધા જ દેવતાઓનું પૂજન થઈ જાય છે એવી માન્યતા છે. એવી માન્યતા છે કે ગૌમાતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ થયેલાં.આજના દિવસે લોકો ધનતેરસની પૂજાની તૈયારી પણ કરતા હોય છે. અને પૂજન સામગ્રીની ખરીદી કરતા હોય છે.


★ આભાર ★