Showing posts with label જાણવા જેવું. Show all posts
Showing posts with label જાણવા જેવું. Show all posts

Monday, May 13, 2019

વિશ્વની સાત અજાયબીઓ

સંકલન :- દિલીપસિંહ ગોહિલ

● તાજમહેલ (Taj Mahal) ●
                 મુઘલ સ્થાપત્યોના ઉત્કૃષ્ટ નમૂનામાં તાજમહેલનો સમાવેશ થાય છે. ૧૯૮૩માં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે તેને ઘોષિત કરવામાં આવ્યો હતો. જૂની સાત અજાયબીઓમાં પણ તાજમહેલ સ્થાન ધરાવતો હતો. તાજમહેલ ૧૬૩૨માં મોગલ સમ્રાટ શાહજહાં દ્વારા તેની પત્ની મુમતાઝની યાદમાં બાંધવામાં આવ્યો હતો. તેનું નિર્માણકાર્ય ૧૬૪૮માં પૂરું થયું હતું. આગ્રામાં યમુના નદીને તીરે આરસના પથ્થરોમાંથી બાંધવામાં આવેલો તાજમહેલ તેની કોતરણી, નક્શીકામ અને ભવ્યતા માટે જગપ્રસિદ્ધ છે.  
● ચિચેન ઈત્ઝા (Chichen Itza) ●
                ચિચેન ઈત્ઝા અમેરિકાના મેક્સિકોમાં આવેલો પિરામિડ છે. તેને મયા સંસ્કૃતિકનું પ્રતીક માનવામાં આવે છે. આ મંદિરને રાજકીય અને આર્થિક કેન્દ્ર માનવામાં આવતું હતું. પિરામિડ આકાર ધરાવતા આ સ્થાપત્યની સાથે પિરામિડ ઓફ કુકુલકાન, ચાકમૂલ ટેમ્પલ, ઘણા બધા પિલર ધરાવતો ધ હોલ ઓફ થાઉઝન્ડ પિલર્સ અને રમતનું મેદાન પણ આવેલું છે.
● માચુ પિચુ (Machu Picchu) ●
                માચુ પિચુ પેરુમાં આવેલું છે. તેનો અર્થ થાય છે સૌથી જૂનો પર્વત. તે ઈન્કા સંસ્કૃતિનું નિદર્શન કરે છે. ૧૫મી સદીમાં તેનું નિર્માણ થયું હશે એમ માનવામાં આવે છે. એન્ડિઝ પર્વત પર તે આવેલું છે. તેના નિર્માણમાં પથ્થરોનો ઉપયોગનો અદ્ધત રીતે કરવામાં આવ્યો છે. પુરાતત્વવિદ હીરમ બિંગહામે ૧૯૧૧માં તેને શોધ્યું હતું.
● ચીનની દીવાલ (Great Wall of China) ●
                ચીનની દીવાલ ઈ.સ. પૂર્વે ૧૬૪૪માં બંધાઈ હોવાનું માનવામાં આવે છે. વિદેશી આક્રમણને રોકવાના હેતુથી તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.માનવર્સિજત સ્થાપત્યોના ઉત્તમ નમૂનામાં તે સમાવેશ પામે છે. અંતરિક્ષમાંથી પૃથ્વી પરનું દેખાતું એકમાત્ર સ્થળ એ ચીનની દીવાલ છે.
● ક્રાઈસ્ટ ધ રિડીમર (Christ the Redeemer) ●
                ક્રાઈસ્ટ ધ રિડીમરને સ્વાગત અને આશાના પ્રતીક તરીકે જોવામાં આવે છે. બ્રાઝિલના રિઓ-ડી-જાનેરોમાં તે આવેલું છે. જેમાં ક્રાઈસ્ટ એટલે કે પ્રભુ ઈસુ હાથ ફેલાવીને ઊભા છે. આ સ્ટેચ્યુ કોર્કોવાડો પર્વત પર સ્થિર છે અને ૩૮ મીટરની ઊંચાઈ ધરાવે છે. આ સ્ટેચ્યુના નિર્માણમાં પાંચ વર્ષ લાગ્યાં હતાં. તેની ડિઝાઈન હિટર દા સિલ્વા કોસ્ટા અને પૌલ લેન્ડોસ્કી દ્વારા તૈયાર કરવામાં આવી હતી. ૧૨ ઓક્ટોબર, ૧૯૩૧ના રોજ તેનું અનાવરણ કરવામાં આવ્યું હતું.
● ધ રોમન કોલોસમ (The Roman Colosseum) ●
                ધ રોમન કોલોસમ ઈટાલીમાં આવેલું છે. તે એમ્ફિથિયેટર એટલે કે વિશાળ ખુલ્લું પ્રાંગણ જ્યાં દર્શકોને બેસવાની વ્યવસ્થા હોય તેવું સ્થળ છે.આજે પણ ૨,૦૦૦ વર્ષ પછી સ્પોર્ટ્સ સ્ટેડિયમ કોલોસમની ડિઝાઈનને અનુસરે છે. કોલોસમમાં રાજા મનોરંજન માટે વિવિધ કાર્યક્રમો નિહાળતા હતા.
● પેટ્રા (Petra – Jordan) ●
                પેટ્રા જોર્ડનમાં આવેલું છે. ઈ.સ. પૂર્વે ૧૨૦૦માં તે બાંધવામાં આવ્યું હતું.

◆ માહિતી સૌજન્ય :- ઈન્ટરનેટ

◆ આભાર ◆

Saturday, February 16, 2019

ખેતીના વિવિધ પ્રકારો


◆ ફ્લોરિકલ્ચર - ફુલોની ખેતી
◆ પિસીકલ્ચર - મત્સ્યપાલન
◆ મોરીકલ્ચર - રેશમ માટે શહતૂતની ખેતી
◆ એરોપોટિક - હવામાં છોડ ઉગાડવાની પદ્ધતિ
◆ વૉર્મીકલ્ચર - અળસિયાની ખેતી
◆ પોમોકલ્ચર - ફળોની ખેતી
◆ ઓલેરીકલ્ચર - શાકભાજીની ખેતી
◆ હોટીકલ્ચર - બાગાયતી ખેતી
◆ વિટીકલ્ચર - દ્રાક્ષની ખેતી
◆ હાઈડ્રોપોનિક્સ - પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ
◆ સેરીકલ્ચર - રેશમના કીડાનો ઉછેર
◆ સિલ્વીકલ્ચર - વનોના સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિ
◆ હોર્સીકલ્ચર - ઘોડા અને ખચ્ચરોનું પાલન
◆ મેરીકલ્ચર - વ્યાપાર અર્થે સમુદ્રી જીવોનું પાલન
◆ નેમરીકલ્ચર - ફળ,ફૂલ અને કંદની પરંપરાગત ખેતી
◆ એપિકલ્ચર - મધમાખી ઉછેર
◆ આલબરીકલ્ચર - વિશિષ્ટ વૃક્ષો અને ઝાડીઓનું સંરક્ષણ અને સંવર્ધન
◆ એકવાકલ્ચર - જળચર ખેતી
◆ ટીસ્યુકલ્ચર - કેશિકાઓનો પ્રચાર

Thursday, February 14, 2019

શું તમે જાણો છો ?


• ચિત્તો દુનિયાનું સૌથી ઝડપી પ્રાણી છે. જેની ઝડપ કલાકની 70 માઈલ એટલે કે 113 કિ.મી. પ્રતિ કલાકની છે.
• સ્નો લેપર્ડના પાછલા પગના સ્નાયુ એટલા લાંબા છે કે તે એક કૂદકામાં પોતાના શરીર કરતા સાત ગણો લાંબો કૂદકો મારી શકે છે.
• જેવી રીતે બે મનુષ્યની આંગળીઓનાં ચિન્હો એક સરખા નથી હોતા તેવી રીતે બે વાઘ ઊપરની લીટીઓના નિશાન સરખા નથી હોતા.
• જંગલમાં સિંહનું અયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે જ્યારે માનવ વસ્તિમાં તેનું આયુષ્ય 25 વર્ષનું હોય છે.
• પહાડી સિંહ અને દીપડો પોતાનો શિકાર સાથે વહેંચીને ખાય છે.
• સૂર્યનો પ્રકાશ પૃથ્વી આસપાસ એક સેકન્ડમાં 1,86,000 માઈલની ઝડપે ફેલાય છે.
• સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતા 8 મિનિટ અને 17 સેકંડ લાગે છે.
• પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે.
• પૃથ્વી પર દરેક સેકન્ડ પર થતા જનમતા માનવીના ફક્ત 10% જ જીવીત રહે છે.
• દર વર્ષે પૃથ્વી પર 1 લાખ ધરતીકંપ થાય છે.
• પૃથ્વી, તારા, સૂરજ બધાં જ 4,56 અબજ વર્ષો જૂના છે.
• દરેક સેકંડે લગભગ 100 વાર વીજળી પૃથ્વી પર ત્રાટકે છે.
• વીજળીથી દર વર્ષે દુનિયામાં લગભગ 1,000 માનવીઓનું મૃત્યુ થાય છે.



◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

Wednesday, February 13, 2019

જાણવા જેવું


તીખું તમતમતું ખાવાથી નાક કેમ નીતરે છે ?




ભારતનાં અંતરિયાળ ગામડાઓમાં આજેય લોકો તીખુંતમતમતું કાચું મરચું અને સૂકો રોટલો આરામથી ખાતા હોય છે. રોટલો એકદમ સુકો હોય એ છતાં જો સાથે મરચું હોય તો વચ્ચે પાણી પીવાની પણ જરૂર ન પડે. બાકી એકલો રોટલો કે ગોળ ખાવા હોય મોં સુકાય છે. એનું કારણ છે મરચાંની તીખાશ. જ્યારે પણ ખાવાનું બહુ તીખું બની ગયું હોય ત્યારે મોટા ભાગના લોકોના નાકમાંથી પણ પાણી નીતરવા લાગે છે. એવું કેમ? ખોરાકને તીખાશ આપતાં મરચાં કે મરી જેવા દ્રવ્યોમાં ખાસ કેમીકલ્સ રહેલા છે. મરચામાં કેપ્રોઈન નામનું કેમીકલ ઝરે છે. મરચાંના પાકને પ્રાણીઓ ચરી ન જાય એ માટે એની ડીફેન્સ મેકેનીઝમ તરીકે એમાં આ કેમીકલ હોય છે. કેપ્સેઈનનું પ્રમાણ વધઘટ થાય એમ જે-તે મરચાંની તીખાશમાં પણ વધારો-ઘટાડો થાય. બીજી તીખાશ આવે છે કાળાં મરી માંથી એમાં એલિબલ આઈસોધિએસાયાનેટ નામનું ઉડી જાય એવું ઓઈલ હોય છે. આ બન્ને દ્રવ્યો એન્ટી-ફંગલ હોય છે. આ બન્ને દ્રવ્યો વધતે ઓછે અંશે મોંની અંદરની ચીકાશ પેદા કરવા મેમ્બ્રેનને ઈરિટેટ કરે છે જેને કારણે આપમેળે વધુ લાળ ઝરે છે. એટલે તીખું ખાવાથી મોંમાં પુષ્કળ લાળ પેદા થાય છે. જો કે આ ઈરીગેશન માત્ર મોંની અંત:ત્વચાને જ નહીં, આગળ વધીને ગળાના અને નાકના અંદરના ભાગને પણ ઈરિટેટ કરે છે. નાકમાં મ્યુકસ પેદા કરતા કોષો તો કોઈપણ પ્રકારના ઈરિટન્ટના સંસર્ગમાં આવતાં જ પુષ્કળ મ્યુકસ પેદા કરવા લાગે છે જેથી બહારનું પ્રવેશેલું ઈરિટન્ટ દ્રવ્ય શરીરની અંદર પ્રવેશી ન શકે. આમ નાકમાં લીટનું ઓવર પ્રોડકશન થાય છે અને એમાં કફનું પ્રમાણ ઓછું હોવાથી એ પ્રવાહી લિટરલી પાણી જેવું જ પારદર્શક હોય છે.


◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

Tuesday, February 12, 2019

જાણવા જેવું

◆ વિજ્ઞાનના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!



  • પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે
  • જયારે કાચ તૂટે ત્યારે તેની તિરાડોની ગતિ ૩૦૦૦ માઈલ પ્રતિ કલાક જેટલી હોઈ છે.
  • દરેક રતલ વજન વખતે તમારુ શરીર સાત નવી રક્તવાહિવનીઓ બનાવે છે.
  • તમે ભુલી ગયા કે શા માટે તમે રૂમમાં ગયા હતા. આ પણ એક કારણ છે.
  • માણસ એક એવું સસ્તન પ્રાણી છે જે શ્વાસોશ્વાસ વખતે કંઈ ગળી શકતો નથી.
  • એક વીજળી બોલ્ટ સૂર્યની સપાટીની ગરમી કરતા પાંચ ઘણી ગરમી પેદા કરે છે.
  • આપના શરીરમાં રોજ ૧૫ હઝાર રક્તકણ બને છે અને નાશ પામે છે .
  • એક વાયોલીનમાં આશરે ૭૦ લાકડાના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
  • એક એવી માખી જેનું જીવન માત્ર એક જ દિવસનું છે
  • પારો એક એવી ધાતુ છે જે સામાન્ય વાતાવરણમાં પણ પ્રવાહી સ્વરૂપમાં રહે છે.
  • દરેક માણસની જીભની છાપ અલગ-અલગ હોય છે.
  • માણસ તેના આખા જીવન દરમ્યાન 16,000 ગેલન પાણી પીવે છે.
  • Telekinesis એટલે મગજ શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી
  • ઇલેક્ટ્રીક બલ્બનો શોધક વૈજ્ઞાનિક થોમસ એડિશન અંધારાથી ખૂબ જ ડરતો હતો!
  • અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ પરથી ટેલિસ્કોપનું નામ હબલ રાખવામાં આવ્યું છે.
  • શનિ ગ્રહની ઘનતા એટલી ઓછી છે કે તે પાણીમાં પણ તરી શકે છે.
  • વોલ્ટાને ઈલેક્ટ્રિકલ સાયન્સના પિતામહ માનવામાં આવે છે.
  • આરસીડબલ્યુ સુપરનોવા ૯,૧૦૦ પ્રકાશવર્ષનું અંતર ધરાવે છે.
  • વીજળીના માપ માટે વપરાતો એકમ વોલ્ટ ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી એલસાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખ્યો છે.
  • નાસાના સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સુપરનોવા વિશે માહિતી મેળવી શકાઈ છે.
  • વિશ્વની પ્રથમ ટેસ્ટ ટયૂબ બેબીનું નામ લૂઈસ બ્રાઉન છે.
  • ઈ.સ. પૂર્વે ૧૮૫માં આરસીડબલ્યુ સુપરનોવા નોંધવામાં આવ્યો હતો.
  • જ્હોન ગ્લેન પહેલા અમેરિકન હતા જેમણે પૃથ્વીની પરિક્રમા કરી હતી.
  • રોમન સાહિત્યમાં પણ આરસીડબલ્યુ ઉલ્લેખ જોવા મળે છે.
  • આરસીડબલ્યુ સુપરનોવાને ગેસ્ટ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આરસીડબલ્યુ ૮૬ને એસએન ૧૮૫ સુપરનોવા તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • સૂર્ય દસ કરોડ વર્ષમાં જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે એટલી ઊર્જા સુપરનોવાનો ધડાકો દસ સેકન્ડમાં ઉત્પન્ન કરે છે.
  • પ્લુટો ગ્રહનો એક દિવસ પૃથ્વીના સાત દિવસ જેટલો લાંબો હોય છે.
  • રશિયાના વેલેન્ટિના ટેરેશ્કોવા પ્રથમ મહિલા અવકાશયાત્રી હતા.
  • યુએફઓનો ઉલ્લેખ બાઈબલમાં પણ જોવા મળે છે.
  • એક રક્તકણનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે.
  • મલેશિયામાં અગ્નિ વરસાવનારાં વૃક્ષ જોવા મળે છે.
  • બુધ ગ્રહ મંગળ કરતાં ભારે છે અને પૃથ્વી જેટલું જ વજન ધરાવે છે.
  • સૌર મંડળમાં સૂર્યની નજીક હોવાના કારણે બુધ પર દિવસ દરમિયાન તાપમાન ૭૫૦ ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જતું હોય છે.
  • સોડિયમ પાણીમાં સળગી ઊઠે છે.
  • દેડકાં ત્વચાની મદદથી પાણી શોષે છે. એટલે કે તેઓ પાણી પીતા નથી પરંતુ શરીરમાં પાણીનું સ્તર જાળવવા ત્વચાનો ઉપયોગ કરે છે.
  • અવકાશમાં પહેલો ઉંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
  • એમ્બ્યુલન્સની પહેલવહેલી ડિઝાઈન બેરોન ડોમિનિક જીન લેરી દ્વારા કરવામાં આવી હતી.
  • ગેસોલીન ક્યારેય ઘન સ્વરૂપમાં ફેરવાતું નથી.

◆ માહિતી સૌજન્ય :- સંદેશ

જાણવા જેવું

- માણસના શરીરના ચોથા ભાગના હાડકાં પગમાં હોય છે.

- માણસની અંગુઠાની છાપની જેમ જીભની છાપ પણ અલગ અલગ હોય છે.

- સેકંડના ૧૦૦મા ભાગના સમયને વિજ્ઞાાનમાં 'જીફ્ફી' કહે છે.

- સિગારેટના લાઈટરની શોધ દીવાસળીની શોધ અગાઉ થઈ હતી.

- નર શાહમૃગ સિંહની જેમ ત્રાડ નાખે છે.

- બ્રહ્માંડમાં ૬૮ ટકા ડાર્ક એનર્જી છે, ૨૭ ટકા ડાર્ક મેટર છે જે જોઈ શકાતાં નથી એટલે આપણને બ્રહ્માંડનો માત્ર પાંચ ટકા ભાગ જ જોવા મળે છે.

- ગધેડાની  આંખો એવી રીતે ગોઠવાયેલી હોય છે કે માથું નમાવીને ચારે પગ જોઈ શકે છે.

- જાપાનમાં સુમો પહેલવાનને જોઈ બાળક રડે તો તેને શુકન માનવામાં આવે છે.

- ઝેક રિપબ્લીકના એક ચર્ચમાં માનવ હાકડાંના બનેલા ઝુમ્મર છે.



◆ માહિતી સૌજન્ય :- ગુજરાત સમાચાર