Sunday, September 6, 2020

પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માન

 વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા





દિવ્યભાસ્કર / નિભાવ / બુનિયાદ ન્યૂઝ - પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલની શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવે છે. જેમાં પ્રતિભાશાળી શિક્ષકશ્રીની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ અઘાર ક્લસ્ટર, તા. સરસ્વતી, જી. પાટણ કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. જે અનુસંધાને વામૈયા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનના પવિત્ર પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા દિલીપસિંહ ગોહિલને પ્રમાણપત્ર એનાયત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

No comments:

Post a Comment