Sunday, September 13, 2020

નેશન બિલ્ડર એવોર્ડ દ્વારા સન્માન

વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને Nation Builder Award દ્વારા સન્માનિત કરાયા



બુનિયાદ ન્યૂઝ  - પાટણ

ROTARY CLUB OF PATAN દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે Nation Builder Award નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, ROTARY CLUB OF PATAN ના પ્રમુખશ્રી રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ ખેસ, માસ્ક અને Nation Builder Award દ્વારા 19 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને પણ Nation Builder Award વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા દિલીપસિંહ ગોહિલને આ સિદ્ધિ બદલ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 

No comments:

Post a Comment