Sunday, September 6, 2020

પૂર્વોદય શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન

 વામૈયા પ્રાથમિક શાળા દ્વારા પ્રકાશિત "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન










નિભાવ / બુનિયાદ / ડી.ડી. ન્યૂઝ પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા દ્વારા "પૂર્વોદય" નામના શૈક્ષણિક ઈ - મેગેઝીનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે મેગેઝિનના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીના માર્ગદર્શન હેઠળ તંત્રી સ્થાને શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓનું માનવું છે કે આ શૈક્ષણિક ઈ - મેગેઝિન દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, બુદ્ધિનો વિકાસ, જ્ઞાનનું સર્જન અને શબ્દ ભંડોળનો ચોક્કસ વિકાસ થશે તથા પ્રાથમિક ક્ષેત્રે આવા શૈક્ષણિક નવાચાર અને નવતર પ્રયોગની સફળ શરૂઆત બદલ શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શૈક્ષણિક ઈ - મેગેઝીન બાળકોમાં સર્વાંગી શૈક્ષણિક વિકાસને પ્રબળ વેગ આપશે.

No comments:

Post a Comment