અખબારી નોંધ

◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને Nation Builder Award દ્વારા સન્માનિત કરાયા 



બુનિયાદ ન્યૂઝ  - પાટણ

ROTARY CLUB OF PATAN દ્વારા એસ.કે.બ્લડ બેન્ક પાટણ ખાતે Nation Builder Award નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. નિખિલભાઈ ખમાર, ડૉ. અવનીબેન દેસાઈ, ROTARY CLUB OF PATAN ના પ્રમુખશ્રી રણછોડભાઈ પટેલ અને જેડ. એન. સોઢા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી શિક્ષકની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ ખેસ, માસ્ક અને Nation Builder Award દ્વારા 19 જેટલા શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને પણ Nation Builder Award વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો દ્વારા દિલીપસિંહ ગોહિલને આ સિદ્ધિ બદલ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. 


◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે સન્માનિત કરાયા 




દિવ્યભાસ્કર / નિભાવ / બુનિયાદ ન્યૂઝ - પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલની શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે પ્રતિભાશાળી શિક્ષકોને સન્માનપત્ર આપી બિરદાવવામાં આવે છે. જેમાં પ્રતિભાશાળી શિક્ષકશ્રીની શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, શિક્ષણમાં નાવિન્યપૂર્ણ પ્રયોગો, સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન બદલ અઘાર ક્લસ્ટર, તા. સરસ્વતી, જી. પાટણ કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક તરીકે પસંદગી કરવામાં આવી હતી. જે અનુસંધાને વામૈયા પ્રાથમિક શાળામાં શિક્ષકદિનના પવિત્ર પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો, શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા દિલીપસિંહ ગોહિલને પ્રમાણપત્ર એનાયત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


◆ વામૈયા પ્રાથમિક શાળા દ્વારા પ્રકાશિત "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન










નિભાવ / બુનિયાદ / ડી.ડી. ન્યૂઝ પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા દ્વારા "પૂર્વોદય" નામના શૈક્ષણિક ઈ - મેગેઝીનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગ સ્વરૂપે મેગેઝિનના અધ્યક્ષ સ્થાને શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીના માર્ગદર્શન હેઠળ તંત્રી સ્થાને શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ "પૂર્વોદય" શૈક્ષણિક ઈ - મેગેઝીનનું વિમોચન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એ.ચૌધરી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. તેઓનું માનવું છે કે આ શૈક્ષણિક ઈ - મેગેઝિન દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, બુદ્ધિનો વિકાસ, જ્ઞાનનું સર્જન અને શબ્દ ભંડોળનો ચોક્કસ વિકાસ થશે તથા પ્રાથમિક ક્ષેત્રે આવા શૈક્ષણિક નવાચાર અને નવતર પ્રયોગની સફળ શરૂઆત બદલ શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સરસ્વતી તાલુકાના બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયીએ અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, શાળા દ્વારા શરૂ કરવામાં આવેલા આ શૈક્ષણિક ઈ - મેગેઝીન બાળકોમાં સર્વાંગી શૈક્ષણિક વિકાસને પ્રબળ વેગ આપશે.


◆ વામૈયા ગામમાં આશરો અભિયાન અંતર્ગત તળાવની પાળે 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.










● હમલોગ નિભાવ સરહદનો સાદ રત્નમણિ, ગુજરાત કા હંગામા, નોબલ મિત્ર, બુનિયાદ, ધી અલ્ટીમેટ દૈનિક ન્યુઝ - પાટણ 

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપકુમાર આર. પ્રજાપતિ અને ઉ.શિ. દિલીપસિંહ ગોહિલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વામૈયા ગામમાં તળાવની પાળે બાપા સીતારામ મંદિરે  100 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વામૈયા શાળાના શિક્ષક દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન, તળાવની પણ જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ તથા બાપાસીતા રામ મંડળના ભક્તો બચાજી, વિક્રમસિંહ, અભેસિંહ, વિરસંગ, પ્રહલાદ, શૈલેષ, વકીલ વગેરે વિદ્યાર્થીઓના સહયોગથી એક સફળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્ય બાપા સીતારામ મંડળના ભક્તોએ વધાવી અને આજથી તમામ વૃક્ષો ના ઉછેરની જવાબદારી સ્વીકારી લીધેલ. આ કાર્યને ગામના આગેવાનો અને યુવાનો એ સરાહના કરી હતી.


◆ વામૈયા ગામમાં આશરો અભિયાનનું સોમેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૃક્ષાભિષેક









● ધી અલ્ટીમેટ, નિભાવ, બુનિયાદ, સરહદનો સાદ, નોબલ મિત્ર, ડેઈલી ડિટેક્ટર, ગુજરાતકા હંગામા, લોકાદેશ, દિવ્ય ભાસ્કર - દૈનિકમાં અખબારી નોંધ

પાટણ જિલ્લાની વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. શ્રી દિલીપકુમાર આર. પ્રજાપતિ, ઉ.શિ. શ્રી ચંદુભાઈ પટેલ અને ઉ.શિ. શ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વામૈયા ગામમાં 90 જેટલાં મોટા મોટા વૃક્ષો સાથે વાહન ભાડાના દાતાશ્રી જગુભા દર્ગેસિંહ પરમારના સહયોગથી વર્ષો જુના ઐતિહાસિક મંદિર સોમેશ્વર મહાદેવના મંદિરે ત્યાંના સ્થાનિક વડીલો, યુવાનો અને બાળકો દ્વારા સઘન વૃક્ષારોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવામાં આવેલ. શ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલનું કહેવું છે કે, આજનું વૃક્ષારોપણ પવિત્ર શ્રાવણ માસનું વિશેષ વૃક્ષારોપણ છે, જે મારા મતે  "સોમેશ્વર મહાદેવને વૃક્ષાભિષેક સમાન છે." તથા સમગ્ર ગામના આગેવાનો અને યુવાનોએ આ કાર્યની સરાહના કરી હતી.

◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો એક નવતર પ્રયોગ - PISA ઓનલાઇન કસોટી ◆

● નોબલ મિત્ર ન્યુઝ / બુનિયાદ ન્યુઝ - પાટણ

કોરોનાની મહામારીને કારણે  જ્યારે શાળાઓ બંધ છે ત્યારે આવી પરિસ્થિતિમાં સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, આ નવતર પ્રયોગ PISA (પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ એસેસમેન્ટ) ઓનલાઇન કસોટી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ પરિક્ષણનું આયોજન થતું હોવાથી તેમાં તમામ દેશો ભાગ લે છે. આ કસોટીનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક શાળાના 15 વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ ફરજિયાત શિક્ષણ પૂર્ણ કરવાના આરે છે, તેમના જ્ઞાન અને કુશળતાનું પરીક્ષણ કરવાનો તથા 11 થી 15 વર્ષના બાળકોને PISA થી પરિચિત કરાવવાનો છે. આ ઓનલાઇન કસોટી આપનાર વિદ્યાર્થીઓને ઇ સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. આ નવતર પ્રયોગની પ્રશંસા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરી, સરસ્વતી બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયી, પાટણ સ્કૂલ ઇન્સ્પેકટર મહેશભાઈ પ્રજાપતિ, અઘાર સી.આર.સી.કૉ. નિલેશભાઈ શ્રીમાળી અને વામૈયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. તેઓનું માનવું છે કે, PISA ઓનલાઇન કસોટી એ બાળકોના પ્રાથમિક શૈક્ષણિક ઘડતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને બાળકોના જ્ઞાન અને કૌશલ્યમાં અભિવૃદ્ધિ કરશે.


◆ ટ્વિનિંગ પ્રોગ્રામ - 2020 ◆


◆ નિભાવ ન્યૂઝ / બુનિયાદ ન્યૂઝ - પાટણ

વામૈયા અને અઘાર કન્યા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા અને અઘાર કન્યા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો, જેના ભાગ સ્વરૂપે બંને શાળાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓનું નિદર્શન, જૂથ ચર્ચા, શાળામાં ચાલતા આશરો અભિયાન અંતર્ગત બાળકો દ્વારા ચકલીના માળાની બનાવટ, સામૂહિક ભોજન, વિવિધ મેદાની રમતો ખો-ખો, લંગડી અને ફુગ્ગા ફોડ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખેલદિલીપૂર્વક બધી રમતોનો આનંદ ઉઠાવ્યો હતો. કાર્યક્રમના અંતે વિવિધ રમતોમાં વિજેતા થયેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બંને શાળાઓના ટ્વિનિંગ પ્રોગ્રામ દ્વારા બાળકોમાં સહભાગીતા અને આંતરિક કૌશલ્યનો વિકાસ થાય છે તેવું શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમગ્ર ટ્વિનિંગ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકો જહેમત ઉઠાવી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.


◆ વામૈયા પ્રા. શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ ◆

◆ BG News TV - Video Click Here To Watch
 



◆ બુનિયાદ ન્યૂઝ / નિભાવ ન્યૂઝ - પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગ સ્વરૂપે વિવિધ ગણિત અને વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું, શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને રસપૂર્વક વિવિધ ગણિત અને વિજ્ઞાનના સાધનોનું અવલોકન કર્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે સમગ્ર આયોજન વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રીઓ દિલીપસિંહ ગોહિલ અને ઠાકોર નિતીનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિદ્યાર્થીઓમાં પ્રેરણાસભર બની રહેશે તેવું શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સુચારું આયોજન અને  આ પ્રકારના કાર્યક્રમ બદલ એસ. એમ.સી.ના સભ્યો દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


◆ સમર્થ તાલીમ માર્ગદર્શન વર્કશોપ ◆




નિભાવ અને બુનિયાદ ન્યુઝ પાટણ - તા. 24/12/2019

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં સમર્થ ઓનલાઇન તાલીમ માર્ગદર્શન અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.
હાલમાં રાજ્ય સરકારના આયોજન મુજબ દરેક પ્રાથમિક શિક્ષકે સમર્થ 2 ની ઓનલાઇન તાલીમ પૂરી કરવાની છે, જે અનુસંધાને સરસ્વતી તાલુકાની અઘાર ક્લસ્ટરની વામૈયા પ્રાથમિક શાળામાં સમર્થ ઓનલાઇન તાલીમ અંતર્ગત ક્લસ્ટરના શિક્ષકોને ઓનલાઇન તાલીમમાં જે જે મૂંઝવણ કે પ્રશ્નો હોય તે વામૈયા પ્રા. શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી અને તજજ્ઞશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વર્કશોપમાં સમર્થ ઓનલાઇન તાલીમ અંતર્ગત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર વર્કશોપનું આયોજન અઘાર ક્લસ્ટરના સી.આર.સી કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ વામૈયા શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા આ વર્કશોપ માટે જરૂરી સવલતો પુરી પાડવામાં આવી હતી....


◆ ગણિત - વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વામૈયા પ્રાથમિક શાળાનું ગૌરવ ◆



◆ નિભાવ ન્યુઝ / નોબલ મિત્ર / સરહદનો સાદ - પાટણ

સરસ્વતી તાલુકા કક્ષાનું ડૉ.વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ  પ્રદર્શન મોડેલ સ્કૂલ વાગડોદ ખાતે યોજવામાં આવ્યું, જેમાં સંસાધન વ્યવસ્થાપન વિભાગમાં શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વામૈયા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઠાકોર દિલાબેન અને ઠાકોર કિરણબેને પોતાની જળ સંચય અને પાણીનું શુદ્ધિકરણ કૃતિમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા તથા ગામનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર દ્વારા  અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં કુલ 60 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી...


◆ વામૈયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી ◆



નોબલ મિત્ર ન્યુઝ / Daily ડિટેકટર ન્યુઝ - પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં મૅજર ધ્યાનચંદની જન્મજયંતી નિમિતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા શાળામાં ખો-ખો ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોએ આ ખો-ખો ઇવેન્ટમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો એ ઉપરાંત શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ  ગોહિલ દ્વારા શાળાના બાળકોને ભારત સરકારના Fit India Movement કાર્યક્રમ અંતર્ગત વૈજ્ઞાનિક ભાષામાં સમજ આપવામાં આવી હતી, શાળાના શિક્ષકોએ આ કાર્યક્રમનું બાયસેગ પર જીવંત પ્રસારણ નિહારીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...


◆ વામૈયા ગામે જળશક્તિ યોજના અંતર્ગત શ્રમદાન - વૃક્ષારોપણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો...! 




સરસ્વતી તાલુકાના વામૈયા ગામમાં જળ શક્તિ યોજના - ૨૦૧૯ અંતર્ગત વામૈયા ગ્રામ પંચાયત દ્વારા શ્રમદાન - વૃક્ષારોપણ ઝુંબેશ કાર્યક્રમ યોજાયો, જેમાં કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષસ્થાને અ.મ.ઈ પાણી પુરવઠા - પાટણના સાહેબશ્રી વિષ્ણુપ્રસાદ મેવાડાના હસ્તે વૃક્ષારોપણ થયુ હતું. કાર્યક્રમમાં હાજર રહેનારા ગ્રામ્ય કક્ષાના કર્મચારીઓમાં તલાટી કમ મંત્રી, સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ગામના આગેવાનો અને ગ્રામસેવકોએ શ્રમદાન કરી લગભગ ૧૫૦ જેટલા વૃક્ષો વાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો...


◆ વામૈયા પ્રાથમિક શાળા માં ખાદ્ય સુરક્ષા અને સલામતીનો કાર્યક્રમ યોજાયો ◆

 


નિભાવ ન્યુઝ / બુનિયાદ ન્યુઝ / નોબલ મિત્ર ન્યુઝ (પાટણ)

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં રાજ્યસરકાર દ્વારા ચાલતા "Food safety on wheels" પ્રોજેક્ટ અંતર્ગત ખાદ્ય સુરક્ષા અને સાવચેતીની ટીમ દ્વારા બજારના ખાદ્ય પદાર્થો પર સાવચેતી અને કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ ? તે અંતર્ગત રંગલા અને રંગલીના  કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ આનંદપૂર્વક કાર્યક્રમ નિહાળ્યો હતો. શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ અને સમસ્ત શાળા પરિવાર દ્વારા ખાદ્ય સુરક્ષા અને સાવચેતીની ટીમને આ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા...


◆ વામૈયા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ◆


નિભાવ ન્યુઝ - પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિની અધ્યક્ષતા હેઠળ શાળા એસ.એમ.સી. ના સભ્ય ભારતુસિંગ અને શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલની જહેમત દ્વારા શાળામાં ઘણા વૃક્ષો લાવવામાં આવ્યા, તથા શાળાના શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા સમગ્ર શાળાના મેદાનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને શાળાના મેદાનને હળીયારું બનાવવામાં આવ્યું હતું....


◆ વામૈયા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી ◆



◆ સંદેશ ન્યુઝ / નિભાવ ન્યુઝ - પાટણ

તારીખ :- 21 જૂન 2019 શુક્રવારના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બાળકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો....
શાળા શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વિશ્વ યોગ દિવસનું મહત્વ અને યોગ દિવસ કેમ ઉજવવામાં આવે છે ? તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું, શાળાના શિક્ષિકાબેનશ્રી પરેશાબેન દ્વારા વિવિધ યોગ કરાવામાં આવ્યા હતા. શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને આઘાર સી.આર.સી.કૉ. એન.કે. શ્રીમાળીએ શાળાના આ કાર્યક્રમ બદલ સર્વે શિક્ષક મિત્રોને અભિનંદન પાઠવ્યા હતા....


◆ સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ ◆


ગુજરાત કવરેજ દૈનિક ન્યુઝ_પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી જેના ભાગ સ્વરૂપે વિવિધ ગણિત અને વિજ્ઞાનના સાધનોનું પ્રદર્શન કરવામાં આવ્યું, શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને રસપૂર્વક વિવિધ ગણિત અને વિજ્ઞાનના સાધનોનું અવલોકન કર્યું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગ સ્વરૂપે સમગ્ર આયોજન વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓ દિલીપસિંહ ગોહિલ અને ઠાકોર નિતીનકુમાર દ્વારા કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી વિદ્યાર્થીઓમાં પ્રેરણાસભર બની રહેશે તેવું શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા સૂચવવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના સુચારું આયોજન અને  આ પ્રકારના કાર્યક્રમ બદલ બી.આર.સી.કૉ. ઠાકોર રતાજી અને સી.આર.સી.કૉ. શ્રીમાળી નિલેશભાઈ દ્વારા શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


★ વામૈયા પ્રાથમિક શાળામાં
ઈન્ટર કલાસ ખોખો ઇવેન્ટની મેચ યોજાઇ ★


નિભાવ ન્યુઝ / દેવરાજ્ય ગુુજરાત દૈનિક / બુનિયાદી ન્યુઝ_પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં ઈન્ટર કલાસ ખોખો ઇવેન્ટની મેચો યોજાઇ, જેમાં શાળાની ધોરણ ૩ થી ૮ ની ભાઈઓ અને બહેનોની કુલ ૧૬ ટીમોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય કર્નલ અશોકકુમાર આઇ.ઓ.સી.એલ. સિદ્ધપુર, અશ્વિન દાવડા સાહેબ, ઠાકોર જુગલસિંહ (લોખંડવાલા) પ્રમુખશ્રી ઠાકોર વિકાસ સંઘ ગુજરાત, વિનયસિંહ ઝાલા મંત્રીશ્રી ઠાકોર વિકાસ સંઘ ગુજરાત, ઉપસ્થિત રહ્યા જેમના દ્વારા ઇન્ટર કલાસ ખો-ખો ઇવેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું. ગામના ઉત્સાહી અને રાજ્ય કક્ષાએ ખો-ખો માં પ્રદર્શન કરેલ યુવાન મિત્રો દશરથસિંહ, અમરતસિંહ, મુકેશસિંહ, પોપટસિંહ અને રામજીસિંહ પરમારે શાળાના બાળકોને રમત અંગેનું માર્ગદર્શન અને કોચિંગ પૂરું પાડેલ તથા ખો-ખો ઇવેન્ટનું પંચિંગ કાર્ય કરેલ. દરેક ધોરણની ટીમના કોચ તેમના વર્ગ શિક્ષક હતા. શાળામાં યોજાયેલ ઇન્ટર કલાસ ખો-ખો ઇવેન્ટના મેનેજર તરીકે શાળાના મુખ્ય શિક્ષકશ્રી દિલીપભાઈ પ્રજાપતિ, કોમેન્ટેટર તરીકે દિલીપસિંહ ગોહિલે પોતાની ભૂમિકા અદા કરેલ. શાળા કક્ષાના સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ અઘાર સી.આર.સી નિલેશભાઈ શ્રીમાળીએ શાળાની અભિનંદન પાઠવ્યા હતા અને તેમને જણાવ્યું હતું કે શાળા કક્ષાની આ પ્રકારની ઇવેન્ટ દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનું એક પ્લેટફોર્મ છે તથા આ પ્રકારની ઇવેન્ટ સમગ્ર અઘાર ક્લસ્ટર માટે પ્રેરણારૂપ બની રહેશે.


◆ વામૈયા પ્રાથમિક શાળાના
શિક્ષકની ફરજ પ્રત્યેની નિષ્ઠા ◆

સારસ્વત અસ્મિતા (બી.આર.સી. સરસ્વતી, મુખપત્ર)

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ દ્વારા ચારેક મહિના શાળા સમય બાદ સાંજે ૫ થી ૬ વાગ્યા સુધી ધોરણ-૮ના વિદ્યાર્થીઓના NMMSના કલાસ શરૂ કર્યા, જેમાં બાળકોને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી શિષ્યવૃતિ NMMS પરીક્ષાની પરીક્ષાલક્ષી તૈયારી કરાવવામાં આવી, તેમની આ નિષ્ઠાપૂર્ણ ફરજને શાળાના આચાર્યશ્રી તથા સમસ્ત વામૈયા ગામ અને એસ.એમ.સી દ્વારા બિરદાવેલ છે.


★ વામૈયા પ્રાથમિક શાળામાં
ચિત્ર સ્પર્ધા યોજાઇ ★


બુનિયાદી દૈનિક ન્યૂઝ / દેવરાજ ગુજરાત ન્યૂઝ_પાટણ

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં યોગાંજલી કેળવણી મંડળના કાર્યકર ઠાકોર રામજીભાઈ દ્વારા ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર  કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલે વિદ્યાર્થીઓ સાથે બેસી ચિત્ર દોરી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પૂરો પાડ્યો  હતો. સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ અઘાર સી.આર.સી કો. નિલેશભાઈ શ્રેમાળીએ શાળાને અભિનંદન પાઠવ્યા હતા.


◆ સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો 70મો પ્રજાસત્તાક દિન ઉજવાયો ◆

 બુનિયાદી દૈનિક ન્યૂઝ_પાટણ

70મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં મામલતદારશ્રી એલ.સી.અસારીના વરદ હસ્તે શાળાના પટાંગણમાં યોજવામાં આવેલ. જે કાર્યક્રમ ટી.ડી.ઓ સરસ્વતી, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયત સરસ્વતીના હોદ્દેદારો તાલુકા પી.એસ.આઇ. બી.જે.સોઢા, વામૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ. મૌલિક દેસાઈ, હેલ્થ સુપરવાઇઝર કીર્તિ ગાંધી, મયંક વાણીયાએ હાજરી આપેલ. તથા વામૈયા ગામ ના સરપંચ શ્રી કાંતિજી ઠાકોર, વદનસિંહ, વાઘુભા, શૈલેષ નાયી સાહિતે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ.આ પ્રસંગે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરેલ, જેમાં સ્વાગત ગીત, ગરબો, દેશભક્તિ ગીતો, નાટક સિંહના દાન જેવા વિવિધ કાર્યક્રમો બાળકો દ્વારા રજૂ થયેલ. આ પ્રસંગે શાળાના ઉત્સાહી આચાર્ય દિલીપકુમાર આર.પ્રજાપતિ અને ગામના સરપંચશ્રી કાંતિજી પરમાર દ્વારા પ્રયત્ન કરવામાં આવેલ. આ પ્રસંગે સમગ્ર ગામમાં એકતા અને બંધુત્વનો માહોલ જોવા મળેલ. તથા વામૈયા પ્રાથમિક શાળાના યુવા પ્રતિભાને નમન કાર્યક્રમ દ્વારા ગામના યુનિવર્સિટી કક્ષાએ અને સ્ટેટ કક્ષાએ રમત ગમત સિદ્ધિ મેળવનાર યુવાનોનું સન્માન કરવામાં આવેલ.


★ સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વામૈયા પ્રાથમિક શાળાએ રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું ★


બુનિયાદી દૈનિક ન્યૂઝ_પાટણ

સ્પેશિયલ ખેલ મહાકુંભમાં વામૈયા શાળાએ રાજ્ય કક્ષાએ ગૌરવ વધાર્યું.
(સરસ્વતી -પાટણ) અમદાવાદ ખાતે યોજાયેલ સ્પેશ્યલ ખેલ મહાકુંભની દિવ્યાંગ બાળકો પૈકી માનસિક વિચક્ષણતા ધરાવતી કેટેગરીમાં અઘાર ક્લસ્ટરની વામૈયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ઠાકોર કાજલબેન બકાજી અને ઠાકોર વીપીસિંહ રાજુજીએ સોફ્ટબોલ થ્રો 8 થી 15 વર્ષ વયજુથની પુરુષ કેટેગરીમાં રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરેલ છે. જેઓને શાળાના મુખ્ય શિક્ષકશ્રી દિલીપકુમાર આર પ્રજાપતિ અને ઉચ્ચ શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ તથા આઇ.ઇ.ડી યુનિટના શ્રી ભૂમિકાબેન દરજી તથા આઘાર ક્લસ્ટર સી.આર.સી નિલેશભાઈ કે. શ્રીમાળી દ્વારા સતત પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવેલ. સમગ્ર વામૈયા ગામ અને અઘાર ક્લસ્ટરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


★ વામૈયા પ્રાથમિક શાળામાં વિન્ટર ફેસ્ટિવલ રમતોત્સવ યોજાયો ★


નિભાવ દૈનિક/જનસેતુ ન્યુઝ_પાટણ

બાળકોમાં રહેલી છૂપી શક્તિઓ ને બહાર કાઢવા ના હેતુસર તથા રમત ગમત પ્રત્યે બાળકોનો લગાવ ઉત્પન્ન કરવાના હેતુથી સરસ્વતી તાલુકા અઘાર ક્લસ્ટરની વામૈયા પ્રાથમિક શાળામાં રમતોત્સવ ઉજવવામાં આવ્યો , જેમાં વિવિધ રમતો દ્વારા બાળકોમાં કૌશલ્યનો વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા . આ આયોજનમાં  શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા શાળાના મુખ્ય શિક્ષકશ્રી પ્રજાપતિ દિલીપભાઈ અને ઉચ્ચ શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. અઘાર સી.આર.સી નિલેશભાઈ શ્રીમાળીએ તમામ શિક્ષક સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.


★ સારસ્વત અસ્મિતામાં સ્થાન ★

બી.આર.સી સરસ્વતી પ્રકાશિત સરસ્વતી તાલુકાનું દ્વિમાસિક મુખપત્ર સારસ્વત અસ્મિતામાં મારી કાવ્ય રચના "એ બાળ મને જોવા દે" ને સ્થાન મળતા હર્ષની લાગણી અનુભવું છું.


★ સી.આર.સી કક્ષાના કલા ઉત્સવની ઉજવણી ★


નિભાવ દૈનિક/જનસેતુ ન્યુઝ_પાટણ

ગાંધીજીની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે શાળાકક્ષાએ સ્પર્ધાઓ કર્યા બાદ આજરોજ સરસ્વતી તાલુકાના અઘાર સી.આર.સી.ની અંબાજી પુરા પ્રા.શાળામાં કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 6 થી 8 ની શાળાઓમાંથી 24 જેટલા વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓ જેમકે કાવ્યલેખન, નિબંધ લેખન, ચિત્ર તથા વકૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. તમામ બાળકોને પ્રમાણપત્ર તથા ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે પાટણ આર્ટસ કોલેજ ના પ્રોફેસર તથા જાણીતા કવિ શ્રી વિષ્ણુભાઈ પટેલ વિશેષ માર્ગદર્શન માટે ઉપસ્થિત રહ્યા હતા. અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ વિષ્ણુભાઈ પટેલ સાહેબનું પુસ્તક તથા સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં ક્લસ્ટરના આચાર્યશ્રીઓ, માર્ગદર્શક શિક્ષકશ્રીઓ, ભાગ લીધેલ બાળકો તથા અંબાજી પુરા પ્રાથમિક શાળાના મધુબેન પટેલ તથા સુરેશભાઇ પટેલ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલે કર્યુ હતું.


★ સી.આર.સી કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ★


નિભાવ દૈનિક ન્યુઝ_પાટણ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની આઘાર કન્યા શાળામાં સી.આર.સી સરસ્વતી આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ પ્રેરિત બી.આર.સી સરસ્વતી માર્ગદર્શિત તથા સી.આર.સી અઘાર આયોજિત ક્લસ્ટર કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન અઘાર કન્યા શાળામાં યોજાયું. જે અંતર્ગત બાળકોમાં મૌલિક શક્તિ, સર્જનાત્મક શક્તિ, તથા કલ્પના શક્તિ વિકસે તે હેતુથી સી.આર.સી કક્ષાએથી ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન થયું હતું, જેમાં અઘાર ક્લસ્ટરની શાળાઓએ ભાગ લીધો હતો. બાળ વૈજ્ઞાનિકોએ પોતાની રજૂઆતથી સૌના મન મોહી લીધા હતા, તેમને તૈયાર કરાવનાર માર્ગદર્શક શિક્ષકોએ પણ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર તથા શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી કેતનભાઇ પ્રજાપતિ સાહેબ, મોડલ સ્કૂલ વાગડોદના આચાર્યશ્રી સુરેશભાઈ દવે સાહેબ, એચ.આર પેરા મેડિકલ ઇન્સ્ટિટયૂટના ચેરમેનશ્રી હર્ષદભાઈ શ્રીમાળી સાહેબ, શ્રી કુંવારીકા વિદ્યાલયના શિક્ષકશ્રી ભાવેશભાઈ દેસાઈ અને ટીનાજી ઠાકોર તથા ક્લસ્ટરના આચાર્યશ્રીઓ તથા ગણિત-વિજ્ઞાન શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી નિલેશભાઈ શ્રીમાળી સાહેબે કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલે કર્યું હતું.


★ વામૈયા પ્રાથમિક શાળાના દિલીપસિંહ ગોહિલને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા ★


નિભાવ દૈનિક/જનસેતુ ન્યુઝ_પાટણ

સરસ્વતી તાલુકાના અઘાર ક્લસ્ટરના તમામ આચાર્ય તથા વિજ્ઞાન શિક્ષકની મિશન વિદ્યા અંતર્ગત એક દિવસીય બેઠકનું આયોજન અંબાજી પુરા પ્રાથમિક શાળામાં થયું, જે અંતર્ગત અઘાર સી.આર.સી કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળીએ મિશન વિદ્યા સંદર્ભે થનાર મૂલ્યાંકન તથા વિજ્ઞાન પ્રદર્શન વિશે માહિતી આપી હતી. આ તબક્કે શિક્ષક દિન અંતર્ગત અઘાર ક્લસ્ટરની વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને પાટણ જિલ્લાના નાયબ ડી.પી.ઓ.(આર.ટી.ઇ) દિલીપ નાયીએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા. સાથે-સાથે અઘાર ક્લસ્ટરના સી.આર.સી. કો-ઓર્ડીનેટરશ્રી નિલેશને ક્લસ્ટર કક્ષાએ આ પ્રમાણે નો કાર્યક્રમ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.


★ શાળા કોષ અંતર્ગત સી.આર.સી કક્ષાએ તાલીમ યોજાઈ ★


લોકફરીયાદ/નિભાવ/બુનિયાદી દૈનિક ન્યૂઝ_પાટણ

શાળાકીય શિક્ષણ વ્યવસ્થામાં તમામ કક્ષાએ ડેટા ની જરૂરિયાત પૂરી કરવા માટે અને ડેટા આધારિત નિર્ણયો લઇ શકાય તે હેતુથી શાળા "કોષ પ્રોજેક્ટ" અંતર્ગત teacher profile ના અમલીકરણ માટે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની અંબાજી પુરા પ્રાથમિક શાળામાં ક્લસ્ટરની શાળા દીઠ બે શિક્ષકોની તાલીમ યોજાઈ જેમાં કુંવારીકા વિદ્યાલયના શિક્ષકોએ સદર તાલીમમાં ભાગ લીધો હતો.
વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલે માસ્ટર ટ્રેનર તરીકે ખૂબ જ સરસ સમજણ આપી હતી. અઘાર સી.આર.સી.કો-ઓર્ડીનેટર એન.કે.શ્રીમાળીએ તાલીમ નું સુંદર આયોજન કર્યું હતું. જેમાં શિક્ષકોએ ઓન એર અને ઓફ એર તાલીમ મેળવી હતી.



★ નવોદયની સફળતા ★


બુનિયાદી દૈનિક ન્યુઝ_પાટણ

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલ વામૈયા પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ઠાકોર નવુંજી પ્રહલાદજી તાજેતરમાં જાહેર થયેલ જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા અંતર્ગત ઉત્તીર્ણ થઈ શાળા અને સ્પેશિયલ ક્લાસ લેનાર શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલને ગૌરવાન્વિત કર્યા છે. પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ અઘાર સી.આર.સી.કૉ. એન. કે. શ્રીમાળી, આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ, તથા સમગ્ર સ્ટાફ સહિત ગ્રામજનોએ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ તબક્કે આઘાર સી.આર.સી.કૉ.નિલેશ શ્રીમાળીએ શૈક્ષણિક કીટ આપી બાળકનું સન્માન કર્યું હતું.



★ શ્રેષ્ઠ બી.એલ.ઓ તરીકે સન્માન ★


ANN દૈનિક ન્યુઝ_પાટણ

25મી જાન્યુઆરી 1950 ના દિવસે ભારતના માનનીય ચૂંટણી પંચનું ગઠન કરાયું હતું અને 26મી જાન્યુઆરી 1950 ના દિવસે ભારત પૂર્ણ પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો હતો, આ પરંપરાના ભાગ રૂપે દર વર્ષે 25 જાન્યુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ની ઉજવણી કરાય છે. પાટણના સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે 80 થી 100 ના વયકક્ષાના વયસ્ક મતદારોનું સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. આ પ્રસંગે મતદાતાના શપથ પત્રનું સામુહિક વાંચન કરાવ્યું હતું. સેક્ટર ઓફિસર અને બી.એલ.ઓ.ને પણ શ્રેષ્ઠ કામગીરીના પ્રમાણપત્ર અપાયા હતા. વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી  દિલીપસિંહ ગોહિલને શ્રેષ્ઠ બી.એલ.ઓ તરીકે સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત, નૃત્ય, નાટક, કવીઝ સ્પર્ધા વગેરે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપસિંહ ગોહિલે કર્યું હતું.



★ આધાર ખાતે સી.આર.સીની
સંકલન બેઠક યોજાઇ ★



નિભાવ ન્યુઝ_પાટણ

અઘાર સી.આર.સીના તમામ આચાર્યશ્રીની એક સંકલન બેઠક અઘાર કુમાર (પગાર કેન્દ્ર) શાળામાં યોજાઇ. જેમાં ઇન્સ્પાયર એવોર્ડ, ગણિત-વિજ્ઞાન પ્રદર્શન, એન.સી.એફ 2005, લર્નિંગ આઉટકમ્સ, નાસ, એસ.સી.ઇ, ખેલમહાકુંભ, શાળા સમૃધ્ધિકરણ પ્રોજેક્ટ, ટોટલ લર્નિંગ પેકેજ વગેરે બાબતોની ચર્ચા તથા અમલીકરણ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી, સાથે સાથે અઘાર સી.આર.સી બ્લોગ તથા લોગોનું લોન્ચિંગ કરવામાં આવ્યું.
અઘાર સી.આર.સીની આ સંકલન બેઠકમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણના પ્રાચાર્યશ્રી ડૉ. બી.પી.ચૌધરી, સરસ્વતી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી પાબુવંશી, ડાયેટ લેક્ચરરશ્રી દેવાંગીબેન તથા સરસ્વતી બી.આર.સી રતાજી ઠાકોર, અઘાર સી.આર.સીના તમામ આચાર્યશ્રી, ગણિત વિજ્ઞાનના શિક્ષક તથા ધોરણ 6 થી 8 ના હોશિયાર વિદ્યાર્થીઓ હાજર રહ્યા. અઘાર સી.આર.સી નિલેશભાઈ શ્રીમાળીએ સ્વાગત પ્રવચન કર્યું. ડૉ. બી.પી.ચૌધરીએ સંકલન બેઠક વિશે પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યું કે, આ બેઠક સમગ્ર જિલ્લા માટે એક પ્રેરક છે તથા આ પ્રકારની બેઠકથી ચોક્કસ શિક્ષણમાં પરિવર્તન લાવી શકાય છે. ડૉ. દેવાંગીબેને ઇન્સ્પાયર એવોર્ડ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન વિશે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન આપ્યું. શ્રી પાબુવંશીએ પણ આ બેઠકને પ્રેરક ગણાવી કહ્યું કે, સી.આર.સી.કક્ષાની પ્રથમ એવી બેઠક છે જ્યાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને અધિકારીશ્રીઓનું સીધું માર્ગદર્શન મેળવ્યું છે. શ્રી રતાજી સાહેબે પણ બેઠકની સાર્થકતા પર ભાર મુકતા જણાવ્યું કે, આવી બેઠકો ભવિષ્યમાં પણ થાય તે આજના સમયની માંગ છે. આભાર વિધિ નિલેશભાઈ શ્રીમાળીએ કરી. કાર્યક્રમનું સફળ સંચાલન વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલે કર્યું.

2 comments: