◆ વામૈયા ગામમાં આશરો અભિયાન અંતર્ગત તળાવની પાળે 100 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા.
● હમલોગ નિભાવ સરહદનો સાદ રત્નમણિ, ગુજરાત કા હંગામા, નોબલ મિત્ર, બુનિયાદ, ધી અલ્ટીમેટ દૈનિક ન્યુઝ - પાટણ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપકુમાર આર. પ્રજાપતિ અને ઉ.શિ. દિલીપસિંહ ગોહિલ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં વામૈયા ગામમાં તળાવની પાળે બાપા સીતારામ મંદિરે 100 જેટલા વિવિધ પ્રકારના વૃક્ષોનું રોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. વામૈયા શાળાના શિક્ષક દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન, તળાવની પણ જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. દિલીપભાઈ પ્રજાપતિ અને દિલીપસિંહ ગોહિલ તથા બાપાસીતા રામ મંડળના ભક્તો બચાજી, વિક્રમસિંહ, અભેસિંહ, વિરસંગ, પ્રહલાદ, શૈલેષ, વકીલ વગેરે વિદ્યાર્થીઓના સહયોગથી એક સફળ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.આ કાર્ય બાપા સીતારામ મંડળના ભક્તોએ વધાવી અને આજથી તમામ વૃક્ષો ના ઉછેરની જવાબદારી સ્વીકારી લીધેલ. આ કાર્યને ગામના આગેવાનો અને યુવાનો એ સરાહના કરી હતી.
No comments:
Post a Comment