◆ વામૈયા ગામમાં આશરો અભિયાનનું સોમેશ્વર મહાદેવને પવિત્ર શ્રાવણ માસ નિમિતે વૃક્ષાભિષેક
● ધી અલ્ટીમેટ, નિભાવ, બુનિયાદ, સરહદનો સાદ, નોબલ મિત્ર, ડેઈલી ડિટેક્ટર, ગુજરાતકા હંગામા, લોકાદેશ, દિવ્ય ભાસ્કર - દૈનિકમાં અખબારી નોંધ
પાટણ જિલ્લાની વામૈયા પ્રાથમિક શાળાના મુ.શિ. શ્રી દિલીપકુમાર આર. પ્રજાપતિ, ઉ.શિ. શ્રી ચંદુભાઈ પટેલ અને ઉ.શિ. શ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વામૈયા ગામમાં 90 જેટલાં મોટા મોટા વૃક્ષો સાથે વાહન ભાડાના દાતાશ્રી જગુભા દર્ગેસિંહ પરમારના સહયોગથી વર્ષો જુના ઐતિહાસિક મંદિર સોમેશ્વર મહાદેવના મંદિરે ત્યાંના સ્થાનિક વડીલો, યુવાનો અને બાળકો દ્વારા સઘન વૃક્ષારોપણ કરી ત્યાંના પર્યાવરણને હરિયાળું બનાવવામાં આવેલ. શ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા "આશરો અભિયાન" નામની વૃક્ષો વાવેતરની એક કેમ્પઇન ચાલે છે. તેમના દ્વારા સતત ગામ, ગોદરું, સ્મશાન, રસ્તા, દેવસ્થાન જેવા સ્થળોએ ગામના યુવાઓ, વિદ્યાર્થીઓ અને વડીલોના સહયોગથી ઘણા બધા વૃક્ષોનું વાવેતર કરી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધનનું કામ કરવામાં આવેલ છે. વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલનું કહેવું છે કે, આજનું વૃક્ષારોપણ પવિત્ર શ્રાવણ માસનું વિશેષ વૃક્ષારોપણ છે, જે મારા મતે "સોમેશ્વર મહાદેવને વૃક્ષાભિષેક સમાન છે." તથા સમગ્ર ગામના આગેવાનો અને યુવાનોએ આ કાર્યની સરાહના કરી હતી.

No comments:
Post a Comment