Sunday, September 15, 2019

વિશ્વ ઓઝોન દિવસ

સંકલન :- દિલીપસિંહ ગોહિલ


એવું કહેવાય છે કે માનવ જાતનો વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી વિના શકય નથી તેથી જ તો જેટલો શોધ અને સંશોધનો છેલ્લા એક હજાર વર્ષમાં થયાં તેનાથી વધુ છેલ્લા સો વર્ષમાં થયાં અને તેના કરતા પણ વધુ શોધ અને સંશોધનો છેલ્લા દસ વર્ષમાં થયાં ગઇકાલે જે વાત માનવ જાત માટે માત્ર કલ્પોના હતી તે વાત આજે વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે વાસ્ત વિક સાબિત થઇ છે. સાયન્સા ફિકશેસન...સાયન્સ  ફેકટ છે. તેમાં કોઇ શંકા નથી. માત્ર સંદેશા વ્યહવહારની ટેકનોલોજીના વિકાસની વાત કરીએ તો આપણે....

   "કબૂતર થી કમ્યુ્યટર સુધી...
   ઇશારા થી ઇન્ટવરનેટ સુધી....
   મશાલ થી મોડેમ સુધી...
   તામ્રપત્ર થી ટેલિફોન સુધી...."
   સંજ્ઞાથી સેલફોન સુધી....

આપણે ટેકનોલોજીના ઉપયોગથી માછલી કરતાં પણ વધુ સરળતાથી પાણીમાં તરી શકીએ છીએ.... પક્ષીઓ કરતા વધુ સરળતાથી આકાશમાં ઊંડી શકીએ છીએ... આપણે મંગળ સુધી જરૂર પહોંચ્યા. છીએ પરંતુ આપણે પૃથ્વીઆને સાચવવામાં નિષ્ફમળ સાબિત થયા છીએ તેમાં કોઇ શંકા નથી.

મિત્રો, માનવ જાતને કારણે પૃથ્વીચ પરની જીવસૃષ્ટિ માટે ઢાલ સમાન ઓઝોન પડમા પડેલા ગાંબડાં વિશ્વ માટે ચિંતા અને ચિંતનનો વિષય બન્યોે છે. વિશ્વની સરકારોએ તા. ૧૬-૯-૧૯૮૭ ના રોજ મોન્ટ્રી યલ ખાતે ઓઝોનના પડનું રક્ષણ કરવા માટે જરૂરી પગલા લેવાનું નક્કી કર્યુ હતું. તથા યુનો સંસ્થા્ની સામાન્ય સભાએ ઠરાવ કરીને ૧૬ સપ્ટેલમ્બકરના દિવસને ઓઝોન પડનું રક્ષણ કરવા માટે ‘ઇન્ટથરનેશનલ ઓઝોન તરીકે ઉજવવાનું નકકી કરેલ છે.'

સુર્યમાળામાં આવેલા ગ્રહો અને ઉપગ્રહોમાં અત્યા ર સુધીના છેલ્લા સંશોધન પ્રમાણે માત્ર આપણી પૃથ્વીં પર જ જીવસૃષ્ટિા પાંગરી શકી છે. અને વિકસી રહી છે.... ઓઝોન વાયુના સ્તતરને કારણે... ઓઝોન સ્ત‍ર સુર્યમાંથી વછૂટતા જીવસૃષ્ટિશ માટે હાનિકારક એવા પારજાંબલી કિરણોનું શોષણ કરી લે છે. અને પૃથ્વીંની સપાટી સુધી આવતા રોકે છે. અને જીવસૃષ્ટિુને મૃત્યુતના મુખમાંથી બચાવે છે. જીવસૃષ્ટિ  માટે ઢાલ સમાન ઓઝોન સ્તપરમાં માનવજાતે આજે બાકોરા પાડી દીધા છે.

જો ઓઝોન સ્ત રનો ધીમે ધીમે નાશ થતો રહેશે તો સૂર્યમાંથી નીકળતા પાંરજાબલી કિરણો સીધા જ પૃથ્વી  પર પહોંચશે. જે માનવની ચામડીને બાળી શકે છે. આંખોને નાકામીયાબ કરી શકે છે. તથા ચામડીનું કેન્સ ર પણ થઇ શકે છે. વૃક્ષોમાંથી ફોટોસિન્થે સીસની જૈવિક ક્રિયા પર તેની વિપરીત અસર થઇ શકે છે.

આમ, ‘આપણી સિધ્ધિઓ જ આપણી સમસ્યા બની ચૂકી છે.'

તમે કયારેક તમારા દાદાને પૂછજો, કે તમે ભણતા હતા ત્યાેરે પ્રદુષણ એક પડકાર..., ગ્રીન હાઉસ ઇફેકટ, કલાઇમેટ ચેઇન્ઝા, પૃથ્વી  બચાવો જાતને બચાવો આવા નિબંધ આવતા હતાં... તમે શાળામાં ઓઝોન ડે, પૃથ્વીઇ દિન, વિશ્વ પર્યાવરણ દિન ઉજવતા...!! તો કહેશે ના ભાઇ...ના ...અને આજે આપણને ઓઝોન ડે, પૃથ્વીા દિન, વિશ્વ પર્યાવરણ દિન ઉજવવાની જરૂર પડે છે. એ કંઇ ગર્વ લેવાના ઉત્સડવ નથી... આાપણા બદકિસ્મિત છે. જો આપણે જાગીશું નહી તો હેલમેટ નહિ પરંતુ આખુ શરીર ઢંકાય તેવા લખતર પહેરવા પડશે.

આપ સૌને એવું નથી લાગતું....!!! કે આપણા પર્યાવરણ માટે ચિંતનની તાતી જરૂર છે. જીવન માટે જરૂરી એવા હવા, પાણી અને જીવસૃષ્ટિ ના રક્ષક એવા ઓઝોન સ્તારને સમજવાની જરૂર છે.

નહીતર આવનારી પેઢી આપણને પૂછશે. આથી અમંગળ ઘટનાઓ બની રહી હતી તો તમે શું કરતાં હતા ? બોલો... આપણે તેને શું જવાબ આપીશું...!!!

◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

◆ આભાર ◆

No comments:

Post a Comment