◆ ગણિત - વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં વામૈયા પ્રાથમિક શાળાનું ગૌરવ ◆
◆ નિભાવ ન્યુઝ / નોબલ મિત્ર ન્યુઝ / સરહદનો સાદ - પાટણ
સરસ્વતી તાલુકા કક્ષાનું ડૉ.વિક્રમ સારાભાઈ ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન મોડેલ સ્કૂલ વાગડોદ ખાતે યોજવામાં આવ્યું, જેમાં સંસાધન વ્યવસ્થાપન વિભાગમાં શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વામૈયા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો ઠાકોર દિલાબેન અને ઠાકોર કિરણબેને પોતાની જળ સંચય અને પાણીનું શુદ્ધિકરણ કૃતિમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળા તથા ગામનું ગૌરવ વધારેલ છે. જે બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ પ્રદર્શનમાં કુલ 60 કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી...
No comments:
Post a Comment