Saturday, February 16, 2019

એક નાની સત્ય ઘટના-આડતીયા-રીઝવાન

16 વર્ષનો છોકરો પિતાને ખારી સિંગ અને દાળીયા વેચતા જોઈને, ગામના નોવેલ્ટી સ્ટોરમાં પિતાના મદદ કરવાના આશયથી પરચૂરણ કામ કરવા લાગ્યો. 

પહેલા પગારમાં શેઠે મહેન્તુ હતો એટલે 175 રૂપિયા આપ્યા. ખીસ્સામાં પૈસા મૂકી પહેલો પગાર હતો એટલે ખુશ થતો ઘરે જતો હતો ત્યારે રસ્તામાં દવાની દુકાન પાસે એક ડોસો પોતાના બિમાર દિકરાના ઈલાજ માટે દવા લેવા ઉભા હતા. 

તેમની પાસે માત્ર ત્રીસ રૂપિયા જ હતા. છોકરાએ તેમને દુકાનદાર પાસે કાકલુદી કરતાં જોયા અને પગારના 175માંથી ખૂટતાં 110 રૂપિયા આપી દીધાં. ડોસો તેના મા બાપનો આભાર માનવા છેક તેના ઘર સુધી ગયો અને આશિર્વાદ આપ્યા. 

તેના દિલમાંથી નિકળેલી દુવા ભવિષ્યવાણી બની ગઈ. છોકરો ઈસ્ટ આફ્રિકાના ઉદ્યોગજગતમાં સૌથી મોટું માથુ ગણાતા રીઝવાન આડતીયા બની ગયો. આજે તે કોગેફ ગ્રુપનો ચેરમેન છે અને વર્ષો પહેલાં દીધેલા 110 રૂપિયામાંથી આજે તે 110થી વધુ ડિપાર્ટમેન્ટલ સ્ટોરના માલિક બની ગયા છે. 

તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યુ હતું. 3000 હજાર કમાતા હોવ તો ત્રણસો સારા કામમાં ખર્ચી નાંખજો, ઘર ચલાવવામાં કદાચ ત્રણસોની તૂટ વધારે પડશે પણ ઉપરવાળાની રહેમ જ્યારે વરસસે તો તમે જોતા રહી જશો.


◆ શિક્ષણના પ્રેરણા પુષ્પોમાંથી

No comments:

Post a Comment