Monday, February 18, 2019

ગોપાલકૃષ્ણ ગોખલે

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા




◆ જીવન પરિચય ◆
ભારતીય સ્વતંત્રતામાં સંગ્રામમાં અગ્રણી રહેલા ગોપાલ કૃષ્ણ ગોખલે મહાન સ્વતંત્રતા સેનાની હોવાની સાથે એક રાજનિતીક પણ હતાં.ગોપાલ કૃષ્ણ ગોખલેનો જન્મ 9 મે 1866માં મહારાષ્ટ્રના કોહટમાં થયો હતો. તેમના પિતા ક્લર્ક કૃષ્ણ રાવ વ્યવસાયથી ક્લર્ક હતાં.અભ્યાસ દરમિયાન સારા પ્રદર્શન માટે તેમને સરકાર તરફથી 20 રૂપિયાની શિષ્યવૃત્તિ મળવાની શરૂ થઇ હતી.શિક્ષા પ્રત્યે તેમનો ઝુકાવ પહેલાથી હતો તેના દ્વારા તેમને ભારતીય શિક્ષાને વિસ્તાર આપવા માટે સર્વેટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીની સ્થાપના કરી હતી.તેમને કોલેજમાં અભ્યાસ સાથે આઝાદી માટે રાજનિતીક ગતિવિધિઓ પણ ચલાઇ હતી.તેમનું માનવું હતું કે સ્વતંત્ર અને આત્મનિર્ભર બનવા માટે શિક્ષા અને જવાબદારીઓનું ભાન હોવું જરૂરી છે. 

ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગેસનો જાણીતો ચહેરો હતો. તેમને સતત બ્રિટિશ સરકારની નિતીઓ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તેમની પ્રતિક્ષાના દમ ઉપર આગળ જઇને જનતા નેતા તરીકે ખ્યાતિ મેળવી.તેમને જાતિવાદ અને છુઆછૂતની વિરુદ્ધ પણ આંદોલન ચલાવ્યું હતું. 1912માં ગાંધીજીના આમંત્રણ ઉપર તેઓ પોતે દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં રંગભેદનો વિરોધ કર્યો હતો.ગાંધીજીએ પોતાની આત્મકથામાં ગોખલેને પોતાના રાજનિતીક ગુરુ જણાવ્યા હતાં. પરંતુ તે ફક્ત રાષ્ટ્રપતિ નહતા પરંતુ મોહમ્મદ અલી જિન્નાના પણ રાજનિતીક ગુરુ હતાં.અંગ્રેજોના અત્યાચાર પર ભારતીયોને કડક શબ્દોમાં તેમણે કહ્યું હતું કે ‘તમને ધિક્કાર છે, જે પોતાની મા બહેન પર થતા અત્યાચારને ચૂપ બેસીને જોયા કરે છે. આટલું તો પશુ પણ સહન કરે નહીં.’તેમનું મૃત્યુ 19 ફેબ્રુઆરી 1915માં થયું હતું.

◆ બાળપણનો પ્રસંગ ◆
એમના બાળપણની એક વાત છે. એક દિવસ એમના શિક્ષક કહેવા લાગ્યા : ‘તેં બધા સવાલના જવાબ સાચા લખ્યા છે; માટે લે, હું તને આ પુસ્તક ઈનામમાં આપું છું.’ પણ આશ્ચર્યની વાત એ થઈ કે આ સાંભળીને ગોપાલ ખુશ થવાને બદલે રોવા લાગ્યો. શિક્ષક બિચારા હેબતાઈ ગયા. ધીરે ધીરે ગોપાલ રોતાં રોતાં બોલ્યો :
‘ગુરુજી, તમે મને ઈનામ નહીં, સજા આપો !’
‘સજા શું કામ બેટા ?’
‘વાત એમ છે કે આમાંથી એક સવાલ મને આવડતો ન હતો, તેનો જવાબ મેં મારા એક મિત્રની મદદથી લખ્યો છે. એટલે મને આ ઈનામ લેવાનો અધિકાર નથી.’ શિક્ષક આ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા. ગોપાલની પીઠ થાબડીને એમણે કહ્યું : ‘બેટા, પહેલાં આ ઈનામ હું તારી બુદ્ધિને માટે આપતો હતો, હવે બુદ્ધિ ઉપરાંત તારી સચ્ચાઈ માટે, તારી ઈમાનદારી માટે પણ આપું છું. લે, આવી રીતે હંમેશાં સાચું બોલજે. ભગવાન તારું ભલું કરે !’ આવી સચ્ચાઈ અને ઈમાનદારીને લીધે જ ગોપાલ મોટો થતાં મહાન બની શક્યો.


◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ


◆ આભાર ◆

No comments:

Post a Comment