Thursday, January 24, 2019

પ્રજાસત્તાક દિન

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા





પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ઇ.સ. 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતુ અને ભારત બ્રિટિશ શાસન હેઠળથી  સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો હતો.

● ઇતિહાસ ●

ભારત 15 ઓગસ્ટ, 1947 નાં રોજ સ્વતંત્ર થયું, પરંતુ તેમને તેમનું કાયમી બંધારણ હતું નહીં, તેને બદલે સુધારેલા વસાહતી કાયદા, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 પર આધારીત, નો અમલ થતો અને દેશ રાજા પંચમ જ્યોર્જનાં બ્રિટિશ આધિપત્ય તળે ગણાતો અને દેશનાં વડા એવા સર્વોચ્ચ પદ 'ગવર્નર જનરલ' ના પદ પર લોર્ડ માઉન્ટબેટન કારભાર સંભાળતા હતા. 29 ઓગસ્ટ, 1947નાં રોજ કાયમી બંધારણ ની રચના માટે ડૉ.આંબેડકરનાં વડપણ (as Chairman) હેઠળ એક મુસદ્દા સમિતિનું ગઠન કરવામાં આવ્યું. સમિતિ દ્વારા બંધારણનો મુસદ્દો તૈયાર કરી અને 4 નવેમ્બર, 1947 નાં રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યો. બંધારણનો સ્વિકાર કરતાં પહેલાં બંધારણ સભાનું 166 દિવસનું જાહેર સત્ર મળ્યું, જે 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ ચાલ્યું. કેટલાયે વિચારવિમર્શ અને સુધારાઓ પછી 308 સભ્યની આ બંધારણ સભાએ 24 જાન્યુઆરી, 1950 નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખીત બે નકલો પર હસ્તાક્ષરો કર્યા. બે દિવસ પછી, ભારતનું બંધારણ ભારતભૂમિ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. ભારતનું બંધારણ  26 જાન્યુઆરી, 1950 થી અમલમાં આવ્યું. અને રાજેન્દ્ર પ્રસાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચુંટાયા. ખરેખર, આ એક વિચારણીય પગલું હતું, 26મી જાન્યુઆરીનાં બંધારણ પર હસ્તાક્ષર કરી અને સ્વતંત્ર્ય સેનાનીઓ, કે જેઓ 26મી જાન્યુઆરીને ભારતનાં સ્વતંત્રતા દિવસ તરીકે ઇચ્છતા હતા, તેમના પ્રત્યે સન્માન દર્શાવવામાં આવ્યું.

● ઉજવણી ●

26 જાન્યુઆરી 1950 એ ભારત દેશના ઇતિહાસમાં ઘણો અગત્યનો દિવસ છે. આ દિવસે ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત ખરા અર્થમાં સ્વતંત્ર રાષ્ટ્ર્ બન્યું હતું. આ દિવસે ભારત સંપૂર્ણ લોક્તંત્ર બન્યુ. દેશે મહાત્મા ગાંધી અને હજારો સ્વતંત્ર સેનાનીઓ જેમણે સ્વાતંત્ર્ય માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કર્યુ હતુ તેમનુ સ્વતંત્ર રાષ્ટ્રનું સ્વપ્ન ફળીભુત થતુ જોયુ. ત્યારથી 26મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય રજા ગણાય છે અને ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે.

એકતા અને તાકતનું પ્રતીક ગણતંત્ર દિવસ આજે ગણતંત્ર દિવસ આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને વિશેષ રૂપે રાજધાનીની સાથે મનાવવામાં આવે છે. દિલ્હી લાલકિલ્લા પર સૌથી પહેલા આપણા દેશના પ્રથમ નાગરિકના રૂપમાં હાજર દેશના રાષ્ટ્રપતિ દેશનો ત્રિરંગો લહેરાવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા દેશના બાહદુર લોકોને સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે પર એક પરેડ કાઢવામાં આવે છે. જે રાજઘાટથી વિજયઘાટ પર સમાપ્ત થાય છે. આ પ્રસંગ પર દેશના ત્રણેય વાયુસેના, થલસેના અને જળસેનાના જવાન પોતાનુ કૌશલ બતાવે છે અને શાળાના બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરે છે. આપણો દેશ ખુશ રહે, આબાદ રહે અને વિકાસ કરતો રહે, આ દુઆ સાથે સમગ્ર દેશવાસીયોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.



26મી જાન્યુઆરીના દિવસે બધી શાળાઓ , ઓફીસોમાં સરકારી રજા હોય છે. રસ્તાઓ પર અઝાદીની રેલીઓ કાઢે છે. શાળાઓમાં ધ્વજવંદન થાય છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી થાય છે. બાળકોને મિઠાઈની વહેંચણી થાય છે.


● માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ 


● આભાર ●

No comments:

Post a Comment