Tuesday, January 22, 2019

કલ્પના ચાવલા

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા




◆ જીવન પરિચય ◆

જન્મ :- 1 જુલાઇ 1961
અવસાન :- 1 ફેબ્રુઆરી 2003
કલ્પના ચાવલા એક ભારતીય-અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ 1997 માં કોલમ્બિયા પર મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઊડાન ભરી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંથી એક હતા.

◆ શિક્ષણ ◆

કલ્પના ચાવલા એ માધ્યમિક શિક્ષણ ટાગોર પબ્લિક સ્કૂલ, કર્નાલ શાળામાં અને 1982માં ચંડીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિકલ એન્જીનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી. તેઓ 1982માં યુનાઇટેડ સ્ટેટ્સ ગયા અને 1984માંએર્લિંગ્ટન ખાતે આવેલી ટેક્સાસ યુનિવર્સિટીમાંથી એરોસ્પેસ એન્જિનિયરીંગ માં M.S. ની ડિગ્રી મેળવી. કલ્પના ચાવલા એ બીજી M.S. ડિગ્રી 1986માં અને Ph.D. 1988માં બાઉલ્ડર ખાતે યુનિવર્સિટી ઓફ કોલોરાડોમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ પૂર્ણ કરી હતી.

◆ કારકિર્દી ◆

બાદમાં તેમણે નાસા એમ્સ સંશોધન કેન્દ્ર પર કામ કરવાનું શરૂ કર્યું. જ્યાં તેણીએ વર્ટિકલ લઘુ ટેકઓફ અને લેન્ડિંગ ખ્યાલો પર CFD સંશોધન કર્યું. 1994માં નાસાએ કલ્પનાની અંતરીક્ષયાત્રી તરીકે પસંદગી કરી ત્યારબાદ કલ્પના ચાવલા માર્ચ 1995માં નાસાના અવકાશયાત્રી કોર્પ્સ જોડાયા હતા અને તે 1996માં પ્રથમ ઉડાન માટે પસંદ થયા. તેમનું પ્રથમ અવકાશી મિશન 19 નવેમ્બરથી 5 સપ્ટેમ્બર 1997 સુધી એસટીએસ 87 ઉપર પ્રાઇમ રોબોટીક આર્મ આપરેટર તરીકે ફરજ બજાવી. છ અવકાશયાત્રી સાથે સ્પેસ શટલ કોલંબીયા એસટીએસ-87માં ફ્લાઇટ ઉડાન ભરી. કલ્પના ચાવલા પ્રથમ ભારતીય મહિલા અને બીજી ભારતીય અંતરિક્ષયાત્રી વ્યક્તિ હતી. તેના પ્રથમ અવકાશ મિશનમાં ચાવલાએ પૃથ્વીની 252 ભ્રમણકક્ષામાં 10.4 કરોડ માઇલની મુસાફરી કરી અને 372 કલાક કરતાં વધુ અવકાશમાં રહ્યા હતા. એસટીએસ-87 પોસ્ટ ફ્લાઇટ પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી, ચાવલાને અવકાશયાત્રી કચેરીમાં સ્પેસ સ્ટેશન પર તકનિકી કામગીરી સોંપવામાં આવી હતી. 2000માં તેણીએ એસટીએસ-107ની ટુકડીના ભાગરૂપે બીજા ઉડ્ડયન માટે પસંદ કરવામાં આવી હતી.

◆ અવસાન ◆

1 લી ફેબ્રુઆરી, 2003ના રોજ ધરતીથી 63 કિલોમીટર દુર પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ દરમ્યાન સ્પેસ શટલ કોલમ્બીયા તુટી પડતા કલ્પના ચાવલા અને બધા સાત યાન સભ્યોનું ટેક્સાસમાં મૃત્યુ નીપજ્યું હતું.



◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ


◆ આભાર ◆

1 comment:

  1. દિકરીની સલામ દેશને નામ

    જય હિંદ

    ReplyDelete