બની જાય...!
હોઠો પર લાવું તો વાત બની જાય,
તારી આંખોને જોઉં તો યાદ પણ બની જાય.
ક્યાં સુધી તમારા નશામાં રાખશો દોસ્ત ?
ક્યાંક જિંદગી મારી શરાબ પણ બની જાય.
વિશ્વાસ હશે તમારામાં પણ કદાચ...!
તમારી એક 'ના' થી આઘાત પણ બની જાય.
વાટ જોશે કાયમ ચકોરી આ ચાંદની,
તોડી અરમાનો જિંદગી અંધકાર પણ બની જાય.
દિલમાં પ્યાસ છે તારા પ્યારની,
તારી સામે જોવું તો તું મૃગજળ પણ બની જાય.
કલમ ઉપાડી છે તને યાદ કરીને,
યાદ કરતાં કરતાં તારી ગઝલ પણ બની જાય.
સ્વરચિત
દિલીપસિંહ ગોહિલ
વામૈયા પ્રાથમિક શાળા_પાટણ
No comments:
Post a Comment