આજે વર્ષનો સૌથી નાનો દિવસ
આજે 21 ડિસેમ્બરનો દિવસ આ માટે ખાસ છે કારણ કે ઉતર ગોળાર્ધ માટે વર્ષનો સૌથી નાના દિવસ અને સૌથી લાંબી રાત છે. આજના દિવસે લંબાઈના સાથે ઠંડી પણ વધશે. તેને અંગ્રેજીમાં વિન્ટર સોલ્સટિસ કહેવામાં આવે છે. ટેકનીકલ રીતે વિન્ટર સોલ્સટિસ તે સમયે હોય છે જ્યારે સૂર્ય સીધા મકર રેખા ઉપર આવે. આજના દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણો…
સોલ્સટિસ શું હોય છે?
ક્યારેક હાડ થીજવતી ઠંડી હોય છે તો ક્યારેક પરસેવો લાવનારી ગરમી. ક્યારેક ઠંડીની સીઝન અને ક્યારે ગરમીની. ક્યારેય તમે વિચાર્યું કે આવું શા માટે થાય છે? તો આજે તેનું કારણ પણ જાણી લો. આ બધુ માત્ર એક કારણે થાય છે અને તે પૃથ્વીનું ધરી પર ફરવું. આ કારણે વર્ષનો અડધો સમય સૂર્ય ઉત્તર ધ્રૂરફ જૂકેલો હોય છે તો બાકીના અડધા સમય દક્ષિણ ધ્રૂવ તરફ. તેનાથી સીઝન નક્કી થાય છે. જે તરફ સૂર્ય જુકેલો હશે ત્યાં વધારે પ્રકાશ પહોંચશે અને ગરમી પણ લાગશે. બીજી તરફ સૂર્ય પ્રકાશ ઓછો આવશે ત્યાં ઠંડી વધારે હશે. પૃથ્વી પોતાની ધરી પર -23 ડિગ્રી અક્ષાંસ જુકેલી છે. જે કારણે સૂર્યનું અંતર ઉત્તર ગોળાર્ઝ તરફ વધારે થઈ જાય છે. વિન્ટર સોલ્સસટિસ દરમિયાન દક્ષિણ ગોળાર્ધને સૂર્ય પ્રકાશ વધારે પ્રાપ્ત થાય છે જ્યારે ઉત્તર ગોળાર્ધને ઓછો. આવું 21, 22 અને 23 ડિસેમ્બરે થાય છે. આથી ઉત્તર ગોળાર્ધમાં દિવસ નાનો અને રાત લાંબી હોય છે. વિન્ટર સોલ્સટિસની જેમ સમર સોલ્સટિસ હોય છે. જે દિવસે રાતની લંબાઈ ઓછી થઈ જાય છે અને દિવસની વધારે.
વિન્ટર સોલ્સટિસ કેટલા કલાકનો દિવસ?
દિવસની લંબાઈ ભૂમધ્ય રેખા નજીકના આધાર નક્કી થાય છે. ભૂમધ્ય રેખાથી ઉત્તર તરફ જેટલા દૂર જશો એટલો દિવસ નાનો અને જેટલા દક્ષિણ તરફ જશો તેટલો દિવસ લાંબો થતો જાય છે.
વિન્ટર સોલ્સટિસવાળા દિવસે સૂર્યાસ્તનો સમય
જો તમે એવું વિચારો છો કે વિન્ટર સોલ્સટિસવાળા દિવસે સૌથી જલદી સૂર્યાસ્ત થાય છે તો તમે ખોટા છો. ઉત્તર ગોળાર્ધનો ટૂંકો દિવસ હોવાનો એવો મતલબ નથી કે દરેક જગ્યાએ સૂર્યાસ્ત જલદી થઈ જાય. જગ્યાના હિસાબે સૂર્યાસ્ત અને સૂર્યોદયનો સમય નક્કી થાય છે.
સૌથી ઠંડો દિવસ
વિન્ટર સોલ્સટિસ સૌથી ઠંડો દિવસ નથી હોતો. આ દિવસે ભલે ઉત્તર ગોળાર્ધમાં પ્રકાશ ઓછો આવતો હોય પરંતુ ઠંડીની ઋતુ અહીં જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. ઠંડી અલગ-અલગ સ્થાનો મુજબ પડે છે. એક સમયે વધારે ઠંડી હોય તો બીજી જગ્યાએ ઓછી.
મકર સંક્રાંતિ સાથે સંબંધ?
વિન્ટર સોલ્સટિસનો સંબંધ સંક્રાંતિ સાથે હોવાનું પણ કહેવાય છે. એવું માનવું છે કે લગભગ 1700 વર્ષ પહેલા આજના દિવસે જ મકર સંક્રાંતિ ઉજવાતી હતી, જેને હવે 14મી જાન્યુઆરીએ ઉજવાય છે.
No comments:
Post a Comment