Monday, July 13, 2020

PISA ઓનલાઈન કસોટી

◆ વામૈયા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીનો એક નવતર પ્રયોગ - PISA ઓનલાઇન કસોટી ◆


● નોબલ મિત્ર ન્યુઝ / બુનિયાદ ન્યુઝ - પાટણ
કોરોનાની મહામારીને કારણે  જ્યારે શાળાઓ બંધ છે ત્યારે આવી પરિસ્થિતિમાં સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે, આ નવતર પ્રયોગ PISA (પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટૂડન્ટ્સ એસેસમેન્ટ) ઓનલાઇન કસોટી છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ પરિક્ષણનું આયોજન થતું હોવાથી તેમાં તમામ દેશો ભાગ લે છે. આ કસોટીનો મુખ્ય ઉદ્દેશ પ્રાથમિક શાળાના 15 વર્ષના વિદ્યાર્થીઓ કે જેઓ ફરજિયાત શિક્ષણ પૂર્ણ કરવાના આરે છે, તેમના જ્ઞાન અને કુશળતાનું પરીક્ષણ કરવાનો તથા 11 થી 15 વર્ષના બાળકોને PISA થી પરિચિત કરાવવાનો છે. આ ઓનલાઇન કસોટી આપનાર વિદ્યાર્થીઓને ઇ સર્ટિફિકેટ દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. આ નવતર પ્રયોગની પ્રશંસા પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરી, સરસ્વતી બી.આર.સી.કૉ. દિલીપભાઈ નાયી, પાટણ સ્કૂલ ઇન્સ્પેકટર મહેશભાઈ પ્રજાપતિ, અઘાર સી.આર.સી.કૉ. નિલેશભાઈ શ્રીમાળી અને વામૈયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવી હતી. તેઓનું માનવું છે કે, PISA ઓનલાઇન કસોટી એ બાળકોના પ્રાથમિક શૈક્ષણિક ઘડતર માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને બાળકોના જ્ઞાન અને કૌશલ્યમાં અભિવૃદ્ધિ કરશે.

No comments:

Post a Comment