Wednesday, March 4, 2020

ટ્વિનિંગ પ્રોગ્રામ - 2020

◆ ટ્વિનિંગ પ્રોગ્રામ - 2020 ◆

Tv News 👉 Click here to Watch

◆ નિભાવ ન્યૂઝ / બુનિયાદ ન્યૂઝ - પાટણ

વામૈયા અને અઘાર કન્યા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો.

સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળા અને અઘાર કન્યા પ્રાથમિક શાળા વચ્ચે ટ્વિનિંગ કાર્યક્રમ યોજાયો, જેના ભાગ સ્વરૂપે બંને શાળાઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓનું નિદર્શન, જૂથ ચર્ચા, શાળામાં ચાલતા આશરો અભિયાન અંતર્ગત બાળકો દ્વારા ચકલીના માળાની બનાવટ, સામૂહિક ભોજન, વિવિધ મેદાની રમતો ખો-ખો, લંગડી અને ફુગ્ગા ફોડ જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખેલદિલીપૂર્વક બધી રમતોનો આનંદ ઉઠાવ્યો હતો. કાર્યક્રમના અંતે વિવિધ રમતોમાં વિજેતા થયેલ બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. બંને શાળાઓના ટ્વિનિંગ પ્રોગ્રામ દ્વારા બાળકોમાં સહભાગીતા અને આંતરિક કૌશલ્યનો વિકાસ થાય છે તેવું શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમગ્ર ટ્વિનિંગ કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના તમામ શિક્ષકો જહેમત ઉઠાવી હતી. અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું.

No comments:

Post a Comment