Wednesday, January 15, 2020

અખબારી નોંધ - 24/12/2019

◆ સમર્થ તાલીમ માર્ગદર્શન વર્કશોપ ◆



સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં સમર્થ ઓનલાઇન તાલીમ માર્ગદર્શન અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાલમાં રાજ્ય સરકારના આયોજન મુજબ દરેક પ્રાથમિક શિક્ષકે સમર્થ 2 ની ઓનલાઇન તાલીમ પૂરી કરવાની છે, જે અનુસંધાને સરસ્વતી તાલુકાની અઘાર ક્લસ્ટરની વામૈયા પ્રાથમિક શાળામાં સમર્થ ઓનલાઇન તાલીમ અંતર્ગત ક્લસ્ટરના શિક્ષકોને ઓનલાઇન તાલીમમાં જે જે મૂંઝવણ કે પ્રશ્નો હોય તે વામૈયા પ્રા. શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી અને તજજ્ઞશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા વર્કશોપમાં સમર્થ ઓનલાઇન તાલીમ અંતર્ગત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર વર્કશોપનું આયોજન અઘાર ક્લસ્ટરના સી.આર.સી કો-ઓર્ડીનેટર નિલેશ શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ વામૈયા શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા આ વર્કશોપ માટે જરૂરી સવલતો પુરી પાડવામાં આવી હતી....

નિભાવ અને બુનિયાદ ન્યુઝ પાટણ - તા. 24/12/2019

No comments:

Post a Comment