◆ વામૈયા પ્રાથમિક શાળામાં બાપુની ૧૫૦મી જન્મ જયંતીની હર્ષોલ્લાસ ઉજવણી ◆
◆ નિભાવ ન્યુઝ / બુનિયાદ ન્યુઝ / સરહદનો સાદ - પાટણ
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવવામાં આવી જેમાં સવારે પ્રભાતફેરી અને જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન તરીકે ડૉ. રૂપેશભાઈ પટેલ KVK ના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, હિરેનભાઈ બી. પટેલ મદદનીશ ખેતી નિયામક પાટણ, અકિલેશ ભાઈ પ્રજાપતિ રિલાયન્સ ફાઉન્ડેશન વતી પ્રોગ્રામ સપોર્ટરની કાર્યક્રમમાં હાજરી આપી. આ ઉપરાંત ગામના સરપંચશ્રી કાંતિજી, તલાટી કમ મંત્રીશ્રી, ગામના વડીલો, આગેવાનો, યુવાનો, શાળાના શિક્ષકો અને બાળકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મુખ્ય મહેમાનશ્રી ડૉ. ઉપેશભાઈ પટેલે કાર્યક્રમને અનુરૂપ ગાંધીજીના વિચારો પર અને KVK દ્વારા ગામના ખેડૂતોને ખેતી વિષયક માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાને આયોજન શાળાના આચાર્યશ્રી દિલીપભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા જળ એજ જીવન, પ્લાસ્ટિક હટાવો અને સ્વચ્છતા હી સેવા જેવા વિષયો પર નાટક અને ગીત રજૂ કરી બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. મહેમાનો દ્વારા ઇનામ ભેટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને સમગ્ર શાળા પરિવારનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના ઉત્સાહી શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું...
No comments:
Post a Comment