બની જાય...!
હોઠો પર લાવું તો વાત બની જાય,
તારી આંખો ને જોઉં તો યાદ પણ બની જાય.
ક્યાં સુધી તમારા નશામાં રાખશો 'દોસ્ત' ?
ક્યાંક જિંદગી મારી શરાબ પણ બની જાય.
વિશ્વાસ હશે તમારામાં પણ કદાચ !
તમારી એક 'ના' થી આઘાત પણ બની જાય.
વાટ જોશે કાયમ ચકોરી આ ચાંદની,
તોડી અરમાનો જિંદગી અંધકાર પણ બની જાય.
દિલમાં પ્યાસ છે તારા પ્યારની "ગોહિલ"
તારી સામે જોવું તો તું મૃગજળ પણ બની જાય.
મેં કલમ ઉપાડી છે તને યાદ કરી,
યાદ કરતાં કરતાં તારી ગઝલ પણ બની જાય.
- દિલીપસિંહ ગોહિલ
No comments:
Post a Comment