◆ વામૈયા પ્રાથમિક શાળા માં ખાદ્ય સુરક્ષા અને સલામતીનો કાર્યક્રમ યોજાયો ◆
નિભાવ ન્યુઝ / બુનિયાદ ન્યુઝ / નોબલ મિત્ર ન્યુઝ (પાટણ)
સરસ્વતી તાલુકાની વામૈયા પ્રાથમિક શાળામાં રાજ્યસરકાર દ્વારા ચાલતા "Food safety on wheels" પ્રોજેક્ટ અંતર્ગત ખાદ્ય સુરક્ષા અને સાવચેતીની ટીમ દ્વારા બજારના ખાદ્ય પદાર્થો પર સાવચેતી અને કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ ? તે અંતર્ગત રંગલા અને રંગલીના કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પણ આનંદપૂર્વક કાર્યક્રમ નિહાળ્યો હતો. શાળાના શિક્ષકશ્રી દિલીપસિંહ ગોહિલ અને સમસ્ત શાળા પરિવાર દ્વારા ખાદ્ય સુરક્ષા અને સાવચેતીની ટીમને આ કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવવામાં હતા...
No comments:
Post a Comment