Thursday, March 21, 2019

વિશ્વ જળ દિવસ

સંકલન :- દિલીપસિંહ ગોહિલ

➡️ Pdf ફાઈલ ડાઉનલોડ કરવા અહીં Click કરો.
https://drive.google.com/file/d/1OSPXmShzA2-LlXewG0aNGf6CF60qU9cN/view?usp=drivesdk

"જીવન છે આપણું જળ,
તું એનો બગાડ ન કર.
સર્વે જીવ નભતું તેના પર,
"ગોહિલ" તું એનું જતન કર."

                                                - દિલીપસિંહ ગોહિલ

◆ વિશ્વ જળ દિવસની ઉજવણી ◆

સમગ્ર વિશ્વમાં દર વર્ષે ૨૨ માર્ચના દિવસે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. ર૦, માર્ચ, ૧૯૯૨ ના દિવસે બ્રાઝીલના રીયો ડી જાનેરો શહેરમાં ‘‘અર્થ સમિટ'' યોજાયેલ જેમાં સંયુક્‍ત રાષ્‍ટ્રના તમામ સભ્‍યોના રાષ્ટ્ર પ્રમુખ હાજર રહેલ હતાં. સમિટના છેલ્લા દિવસે એટલે કે ૨૨ માર્ચના રોજ પાણી સંબંધિત ઘોષણાપત્ર જાહેર થયેલ. 

દિવસ ઉજવવા પાછળનો હેતુ લોકોને પાણી બચાવવા માટે પ્રેરણા આપવાનો, જળનું મહત્વ સમજાવવાનો તેમ જ જળને વેડફાતું અટકાવવાનો છે. વર્તમાન સમયમાં જળસમસ્યા દિનબદિન વિકટ સ્વરૂપ ધારણ કરી રહી છે, ત્યારે જળવ્યવસ્થાપન પણ યોગ્ય રીતે થાય તે મહત્વનું છે. જળસમસ્યાઓમાં અછત અથવા દુકાળ, પૂરને કારણે લીલો દુકાળ, પાણીની વહેંચણીમાં થતા વિવાદ, પાણીમાં અશુધ્ધિના કારણે થતા રોગો, વિનાશક ત્સુનામી, જમીનનું ધોવાણ જેવા પ્રશ્નો ઉકેલ માંગી રહ્યા છે.  ભારત દેશ અને એમાં પણ ગુજરાત રાજ્યના કચ્છ, કાઠિયાવાડ, ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં જળસમસ્યા (અછત) વર્ષો જૂની છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાકિનારાની જમીનનું ધોવાણ તેમ જ ખારાશનું પ્રમાણ વધી જવું જેવી સમસ્યાનો પણ ગુજરાત રાજ્ય સામનો કરી રહ્યું છે. આ ઉપરાંત નદી તેમ જ દરિયાના પાણીમાં છોડવામાં આવતા કારખાનાના ગંદા પાણી તેમ જ ગટરના ગંદા પાણીને લીધે પ્રદુષિત થતા પાણીની સમસ્યા પણ ભારત દેશમાં ઘણી મોટી છે.

ઇ. સ. ૧૯૯૩ના વર્ષમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભાએ,૨૨ માર્ચના દિવસનેં વિશ્વ જળ દિન ઘોષિત કરેલ છે.
આથી, આ દિવસ ને ‘‘વિશ્વ જળ દિવસ'' તરીકે દર વર્ષે ઉજવવામાં આવે છે. આજની વધતી જનસંખ્‍યા, ઔદ્યોગિકરણ, અને શહેરીકરણ ને લીધે પીવાના શુદ્વ તથા સુરક્ષિત પાણીની ઉલ્‍બધતામાં ભારે ઘટાડો થઇ રહયો છે. આ સમસ્‍યાનો આભાસ ૬૦ વર્ષ પહેલાંજ પ્રખ્‍યાત વૈજ્ઞાનિક અલ્‍બર્ટ આઇન્‍સ્‍ટાઇનને થઇ ગયો હતો. આથી જ તેઓએ ભવિષ્‍યવાણી કરી હતી કે ત્રીજા વિશ્વ યુદ્વની તો ખબર નથી પરંતુ, ચોથું વિશ્વ યુદ્વ ચોક્કસપણે પાણી માટે જ લડાશે. 

આજના આંકડા મુજબ વિશ્વમાં ૧.૫ અબજ નાગરિકોને પીવાનું શુદ્વ પાણી નથી મળતું. વધતી જતું પ્રદુષણના લીધે ભુગર્ભ જળ પ્રદુષિત થઇ રહયું છે. અને પાણી જન્‍ય રોગોનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે. ભારત પણ આ સમસ્‍યાથી બાકાત નથી. આપણા દેશના ભુગર્ભ જળમાં ફ્‌લોરાઇડ, નાઇટ્રેટ, આર્સેનીક, લેડ, જેવા ઝેરી તત્‍વોનું પ્રમાણ વધતું જાય છે. જેના લીધે ભારતના અમુક રાજયોમાં અલગ અલગ રીતની બિમારીઓ વધતી જાય છે. તેમ રાજ્‍યના માહિતી વિભાગની યાદી જણાવે છે. 

◆ પાણીના કેટલાક તારણો ◆

(૧) દિલ્લી, મુંબઈ, ચેન્નઈ જેવા મોટા શહેરોમાં નળ અને વાલ્‍વમાં લીકેજ ના લીધે ૧૭% થી ૪૪% પાણી ગટર માં વ્‍યર્થ જાય છે.

(ર) ભારતના કેટલાક રાજયોની મહિલાઓ પીવાના પાણી માટે રોજના સરેરાસ ૪ થી ૬ કિમી પગપાળા જાય છે.

(૩) જો બ્રશ કરતા સમય નળ ખુલ્લો રહી જાયે તો પાંચ મિનીટમાં આશરે ૨૫ થી ૩૦ લીટર પાણીનું વ્‍યય થાય છે. 

(૪) નહાવા માટેના ટબ નો ઉપયોગ કરતા ૩૦૦ થી ૫૦૦ લીટર પાણીનો વ્‍યય થાય છે જયારે સામાન્‍ય રીતે નહાવાથી ૧૦૦ થી ૧૫૦ લીટર પાણીનો ખર્ચ થાય છે. 

(પ) વિશ્વમાં ૧૦ વ્‍યક્‍તિઓમાં થી ૨ વ્‍યક્‍તિઓને પીવા માટેનું શુદ્ધ પાણી મળતું નથી. 

(૬) વિશ્વમાં દર વર્ષે ૩ અબજ લીટર પાણીનું પ્‍લાસ્‍ટિકની બોટલમાં વેચાણ થાય છે. અને આ પ્‍લાસ્‍ટિકના ખાલી બોટલો નદિયો, જમીન અને તળાવો ને પ્રદુષિત કરે છે. 

(૭) મનુષ્‍ય ને પ્રતિદિન ૩ લીટર અને પશુઓને ૫૦ લીટર પાણીની જરૂરિયાત હોય છે. 

(૮) પૃથ્‍વી ગ્રહ પર ૭૦% થી વધુ ભાગ પાણીનો છે. જેમાં ૧ અબજ ૪૦ ઘન કિલોલીટર પાણી છે. પરંતુ પાણીની આ વિશાળ પ્રમાણમાં પીવાલાયક પાણીનું પ્રમાણ ખુબજ ઓછું છે. જેમાં ૯૭.૩% પાણી દરિયાનું પાણી સિમુદ્રીં છે જે ખારું હોય છે.

(૯) ફક્‍ત ૨.૭% પાણી પીવાલાયક છે જેમાંનો ૭૫.૨% ભાગ ધ્રુવીય છેત્ર અને ૨૨.૬% ભૂગર્ભ જલના સ્‍વરૂપમાં છે. અને બાકીનું ભાગ ઝીલ, નદીઓ, કુવો, વાયુમંડળ બાષ્‍પ રૂપે જોવા મળે છે. જેમાં ઉપયોગમાં આવતો ભાગ ખુબ જ ઓછો છે. જે નદી, ઝીલ તથા ભૂગર્ભ જળના સ્‍વરૂપમાં જોવા મળે છે. આ પાણીનો ૬૦મો ભાગ ખેતી અને ઉદ્યોગોના કારખાનામાં વપરાય છે. બાકીનો ૪૦મો ભાગ મનુષ્‍યના વપરાશમાં ખર્ચ થાય છે. 

(૧૦) દુનિયામાં હાજર રહેલ કુલ પીવાલાયક પાણીમાં માત્ર ૧% પાણી પયોગ માટે સરળતાથી પ્રાપ્‍ત થાય છે.



-  માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ


★ આભાર ★

No comments:

Post a Comment