Monday, March 11, 2019

દાંડીકૂચ - 12 માર્ચ 1930

સંકલન :- દિલીપસિંહ ગોહિલ



સવિનય કાનુનભંગની ચળવળના ભાગરૂપે ગાંધીજીએ દાંડી ગામના દરિયાકિનારે કએ મીઠાના કયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું. 11 માર્ચ 1930 ની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશો આપ્યો. ધરપકડ થાય તો પણ લોકોની મક્કમતા પૂર્વક અહિંસક રીતે અંગ્રેજ સરકાર સામે લડત આગળ વધારવા તેમણે અનુરોધ કર્યો. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં એટલેકે હાલના ગાંધી આશ્રમથી 12 માર્ચ, 1930ના રોજ "વૈષ્ણવ જન તો તેરે રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે" ગવાયા બાદ પોતાના 78 સત્યાગ્રહીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદરના દરિયાકિનારા સુધી પદયાત્રા યોજી. જે યાત્રા ઐતિકાસિક યાત્રા ‘દાંડીકૂચ’ના નામે ઓળખાઈ.

29 માર્ચ, 1930ના રોજ દાંડીયાત્રામાં ગાંધીજીએ પ્રતિજ્ઞા કરી કે, ‘હું કાગડા-કુતરાના મોતે મરીશ, પરંતું સ્વરાજ્ય મળે નહિ ત્યાં સુધી આશ્રમમાં પછો નહિ ફરું.’ આ દાંડીયાત્રાનું અંતર અમદાવાદથી આશરે 370 કિમી જેટલું હતું. દાંડીયાત્રામાં અસલાલી, બારેજા, નડિયાદ, આણંદ, બોરીઆવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી જેવાં નાનાં-મોટાં નગરોમાં સભાઓ કરી લોકોને સવિનયકાનૂન ભંગ અને મીઠાના કાયદાનો ભંગ શા માટે કરવાનો તેની સાચી સમજ આપી. દાંડીયાત્રા જે ગામોમાંથી પસાર થતી ત્યાં લોકો રસ્તાની સફાઈ કરતા, પાણી છાંટી તોરણો બાંધી શણગારતા. દરેક ગામમાં ગાંધીજી સભા યોજીને લોકોને જાગ્રત કરવા ગાંધીજી અને તેમના સાથીઓ 24 દિવસની પદયાત્રા બાદ 5 એપ્રિલ, 1930ના દિવસે દાંડી પહોંચ્યા. 6 એપ્રિલ, 1930ના રોજ સૂર્યોદય સમયે ગાંધીજીએ દાંડીના દરિયાકિનારે અગરમાંથી મૂઠી મીઠું લઈ, મીઠાના કાયદાનો ભંગ કર્યો અને ધરપકડ વહોરી લીધી. 


ગાંધીજીએ ગગનભેદી અવાજે જણાવ્યું: મૈને નમકકા કાનૂન તોડ દિયા ! 

ગાંધીજીએ ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે ‘હુ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઈમારતના પાયામાં લૂણો લગાડું છું’ દાંડીકુચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ, અપાર શ્રદ્ધા, ચેતના અને એકતા જગાવવાનું અદ્દભુત કાર્ય કર્યું. સમગ્ર દેશમાં મીઠાના કાયદના ભંગ કરવાના સત્યાગ્રહો થયા. 

શ્રી મહાદેવભાઈ દેસાઈએ દાંડીકૂચને ગૌતમ બૂદ્ધના ‘મહાભિનિષ્ક્રમણ’સાથે સરખાવી. 

ભારતની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવનાર આ દિવસ આઝાદી તરફ પ્રણાયનો ખુબ જ યાગદાર દિવસ છે. આમતો ભારતના ઈતિહાસમાં રસ ધરાવતા દરેક વ્યક્તિને દાંડીકૂચ યાત્રાવિશે ખ્યાલ તો હશે જ. આધુનિક શિક્ષણમાં પણ આજે ભારત દેશની આઝાદીમાં ફાળો આપનાર ક્રાંતિકારીને, દાંડીકૂચ જેવા બનેલા અનેક પ્રસંગો વિશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આવું જ એક પ્રકરણ કે જે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન માં ભણાવવામાં આવે છે.

દાંડીકૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ-મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. 



◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ


◆ આભાર

No comments:

Post a Comment