સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા
સરકાર દ્વારા રાષ્ટ્રીય પોષણ મિશન અંતર્ગત ૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે જાહેર કરાયો છે.
તે અંતર્ગત ૮મી ફેબ્રુઆરીએ બાળકોને કૃમિનાશકની ગોળી ખવડાવી રક્ષિત કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ દિવસે બાકી રહી ગયેલા બાળકોને ૧૪મી ફેબ્રુઆરી સુધીમાં મોકઅપ રાઉન્ડ યોજીને આવરી લેવામાં આવશે. આ અંગે ગ્રામ્ય વિસ્તારમાં વસતા પરિવારોના ૧ થી ૧૯ વર્ષ સુધીના બાળકોને કૃમિની બિમારી સામે રક્ષિત કરવામાં આવશે.
કૃમિ સંક્રમણથી બાળકોમાં કુપોષણ અને લોહીની ઉણપ વર્તાય છે.
બાળક જલ્દી થાકી જાય છે.
પેટમાં દુ:ખાવો, ઉલ્ટી અને ઝાડાના લક્ષણો જોવા મળે છે.
વજન ઘટતુ જાય છે.
ઉપરોક્ત જેવી બિમારી લાગુ પડે છે. તેના કારણે બાળકનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઇ જાય છે.
કૃમિનાશકની ગોળી આપવા માટે તારીખ ૮મી એ તમામ આંગણવાડી સહિત આરોગ્ય કેન્દ્રોમાં આયોજન હાથ ધરવામાં આવશે. તે દરમિયાન બાળકોને આંગણવાડીએ લઇ જઇને કૃમિનાશક ગોળી ખવડાવી રક્ષિત કરવા માટે ગ્રામ્ય પ્રજાને અનુરોધ કરવામાં આવશે.
આ દિવસે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા દરેક બાળકને કૃમિનાશક ગોળી ખવડાવી વિવિધ સ્પર્ધાઓ યોજી બાળકોને કૃમિ દ્વારા ફેલાતા રોગો વિશે જાગૃત કરવામાં આવે છે.
◆ આભાર ◆
No comments:
Post a Comment