Wednesday, February 13, 2019

જાણવા જેવું


તીખું તમતમતું ખાવાથી નાક કેમ નીતરે છે ?




ભારતનાં અંતરિયાળ ગામડાઓમાં આજેય લોકો તીખુંતમતમતું કાચું મરચું અને સૂકો રોટલો આરામથી ખાતા હોય છે. રોટલો એકદમ સુકો હોય એ છતાં જો સાથે મરચું હોય તો વચ્ચે પાણી પીવાની પણ જરૂર ન પડે. બાકી એકલો રોટલો કે ગોળ ખાવા હોય મોં સુકાય છે. એનું કારણ છે મરચાંની તીખાશ. જ્યારે પણ ખાવાનું બહુ તીખું બની ગયું હોય ત્યારે મોટા ભાગના લોકોના નાકમાંથી પણ પાણી નીતરવા લાગે છે. એવું કેમ? ખોરાકને તીખાશ આપતાં મરચાં કે મરી જેવા દ્રવ્યોમાં ખાસ કેમીકલ્સ રહેલા છે. મરચામાં કેપ્રોઈન નામનું કેમીકલ ઝરે છે. મરચાંના પાકને પ્રાણીઓ ચરી ન જાય એ માટે એની ડીફેન્સ મેકેનીઝમ તરીકે એમાં આ કેમીકલ હોય છે. કેપ્સેઈનનું પ્રમાણ વધઘટ થાય એમ જે-તે મરચાંની તીખાશમાં પણ વધારો-ઘટાડો થાય. બીજી તીખાશ આવે છે કાળાં મરી માંથી એમાં એલિબલ આઈસોધિએસાયાનેટ નામનું ઉડી જાય એવું ઓઈલ હોય છે. આ બન્ને દ્રવ્યો એન્ટી-ફંગલ હોય છે. આ બન્ને દ્રવ્યો વધતે ઓછે અંશે મોંની અંદરની ચીકાશ પેદા કરવા મેમ્બ્રેનને ઈરિટેટ કરે છે જેને કારણે આપમેળે વધુ લાળ ઝરે છે. એટલે તીખું ખાવાથી મોંમાં પુષ્કળ લાળ પેદા થાય છે. જો કે આ ઈરીગેશન માત્ર મોંની અંત:ત્વચાને જ નહીં, આગળ વધીને ગળાના અને નાકના અંદરના ભાગને પણ ઈરિટેટ કરે છે. નાકમાં મ્યુકસ પેદા કરતા કોષો તો કોઈપણ પ્રકારના ઈરિટન્ટના સંસર્ગમાં આવતાં જ પુષ્કળ મ્યુકસ પેદા કરવા લાગે છે જેથી બહારનું પ્રવેશેલું ઈરિટન્ટ દ્રવ્ય શરીરની અંદર પ્રવેશી ન શકે. આમ નાકમાં લીટનું ઓવર પ્રોડકશન થાય છે અને એમાં કફનું પ્રમાણ ઓછું હોવાથી એ પ્રવાહી લિટરલી પાણી જેવું જ પારદર્શક હોય છે.


◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

No comments:

Post a Comment