સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા
➡️ Pdf ફાઇલ ડાઉનલોડ કરવા અહીં Click કરો.માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિ વર્ષે ૨૧મી ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે
આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. આજના આ પાવન દિવસ પર સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્ર સંઘનો આભાર માનવો રહ્યો કે જેમણે દરેક સંસ્કૃતિના માણસોને પોતાના મૂળ સાથે જોડવા માટે આ દિવસ ઉજવવાનું આયોજન કર્યું છે.આપણે જન્મ દિવસ ઉજવીએ છીએ તો ..વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ નહિ ..૧૯૯૯ નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા ઉજવવાનું નક્કી કર્યું. જે ફેબ્રુઆરી, ૨૦૦૦થી દર વર્ષે મનાવવામાં આવે છે. જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન આપવું તથા બહુભાષાવાદને પ્રોત્સાહન આપવું. દુનિયાની ૭૦૦૦થી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે , દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તથા તેમને સમજવા માટે. દરેક સમાજની મૂર્ત કે અમૂર્ત ધરોહરને જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ હોય તો તે માતૃભાષા છે.
કોઈએ સાચું જ કહ્યું છે કે બાળક માના ખોળામાં જેટલું ખીલે તેટલું આયાના ખોળામાં નથી ખીલતું. એટલે જ જન્મ અને ઉછેર જે ભાષાના વાતાવરણ વચ્ચે થયો હોય તે ભાષાને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. માતૃભાષા જ શિક્ષણનું શ્રેષ્ઠ માધ્યમ બની શકે છે પણ આ સીધી અને સરળ વાત આજે સ્પર્ધાના સમયમાં સમજવી અઘરી છે. માતૃભાષા પ્રત્યેના લગાવનો મતલબ એ નથી કે બીજી ભાષા ન શીખવી, પણ માતૃભાષાને જાળવી રાખવી જોઈએ, કારણ કે માતૃભાષા સાથે સંસ્કૃતિ જોડાયેલી છે. જો માતૃભાષા જશે તો સાથે સંસ્કૃતિ અને સંસ્કારો પણ જતા રહેશે. ફાધર વાલેસ પણ કહે છે કે બીજાનું સારું અપનાવો પણ પોતાનું છોડીને નહીં. અંગ્રેજી શીખો પણ ગુજરાતી છોડીને નહીં. આજે ગુજરાતી ભાષા પર અંગ્રેજી ભાષાનો દબદબો એટલી હદે વધી રહ્યો છે કે એક શિક્ષિત ગુજરાતી પરિવારમાં ગુજરાતી કરતાં અંગ્રેજીનો ઉપયોગ વધુ થાય છે.
વિશ્વભરમાં ર૧ ફેબ્રુઆરીએ માતૃભાષા દિવસ ઊજવવામાં આવે છે ત્યારે અહીં વાત કરવી છે ગુજરાતી ભાષાના વરવા વર્તમાનની. ગુજરાતી ભાષાની સ્થિતિ એટલી હદે કથળી છે કે બોર્ડની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. ધો.૧૦ અને ધો. ૧રમાં ગુજરાતી વિષયમાં બે લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ એક વર્ષમાં નાપાસ થયા છે. ખુદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ આંકડો સાંભળીને ચોંકી ગયા હતા. રાજ્યના શિક્ષણ વિભાગમાં આ મુદ્દો હાલ ચર્ચા અને ચિંતાનો વિષય બન્યો છે.
માતૃભાષાને જીવતી રાખવા મથતા લોકો કહે છે ગુજરાતી ભાષા પ્રત્યે આજની પેઢીનો લગાવ ઘટી રહ્યો છે તે કડવી વાસ્તવિકતા જરૂર છે પણ તેનો મતલબ એ પણ નથી કે ગુજરાતી ભાષા હવે લુપ્ત થવાના આરે આવી ગઈ છે કે તેને ચાહનારો વર્ગ હવે રહ્યો નથી પણ હાલ જે હાલત છે તેમાં જો સુધારો થાય અને ભાષા પ્રત્યેનો પ્રેમ જળવાઈ રહે તેવું કંઈક કરવાનો સમય હવે આવી ગયો છે. ‘ગુજરાત મોરી મોરી રે…’નાં માત્ર ગાણાં ગાવાથી હવે ગુજરાતીને જિવાડી નહીં શકાય. ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. વિશ્વમાં એક અંદાજ મુજબ આશરે ૭ કરોડ જેટલો ગુજરાતી બોલનારો વર્ગ છે. વિદેશોમાં વસતા ગુજરાતી પરિવારો તેમનાં સંતાનોને શનિ-રવિની રજાઓમાં ગુજરાતી શીખવવા ખાસ સમય ફાળવી રહ્યાં છે ત્યારે ગુજરાતમાં ઘરઆંગણે ગુજરાતીની અવદશા થઈ રહી છે. ગુજરાતનાં મોટાં શહેરો જ નહીં હવે તો નાનાં શહેરોમાં ભણતા વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષાના બદલે અન્ય ભાષાઓને વિકલ્પ તરીકે પસંદ કરી રહ્યાં છે. અરે, હવે તો કેટલીક શાળાઓને ગુજરાતીના શિક્ષકો મળતા નથી તેવી કરુણ હાલત છે. ગુજરાતી વિષય સાથે ભણવું એ કોઈ નાનું કામ હોય તેટલી હદે માનસિકતા આજના વિદ્યાર્થીઓમાં ઘર કરી રહી છે તે સમાજ અને સરકાર માટે ચિંતાનો વિષય છે.
◆ માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ
◆ આભાર ◆
No comments:
Post a Comment