Saturday, January 5, 2019

જગદીશચંદ્ર બોઝ

સંકલન :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ...વામૈયા પ્રાથમિક શાળા



◆ જીવન પરિચય ◆

જગદીશચંદ્ર બોઝને બાળપણથી જ વનસ્પતિ અને પ્રાણીના જીવનમાં રસ હતો.

જગદીશચંદ્ર બોઝનો જન્મ 1858માં બંગાળના મિમેનસિંઘમાં (હાલમાં બાંગ્લાદેશ) થયો હતો.

તેમણે વનસ્પતિની ગતિવિધિની નોંધ લેતું ક્રેસ્કોગ્રાફ નામનું અદભુત યંત્ર વિકસાવ્યું કે જે વનસ્પતિની પેશીજાળના હલનચલનને 20,000 ગણું મોટું કરીને દર્શાવે, સાથે જ ખાતર, અવાજ અને બીજી ઉદ્દીપક બાબતો પ્રત્યેની નોંધ રાખે છે. ચાલો, જગદીશચંદ્ર બોઝના જીવનકવન અંગે વધુ જાણીએ.

જગદીશચંદ્ર બોઝનો જન્મ 30 નવેમ્બર, 1858માં હાલ બાંગ્લાદેશમાં આવેલા મિમેનસિંઘ
ગામમાં થયો હતો. તેમનો પરિવાર વિક્રમસિંહ ગામમાં વસતો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામની જ શાળામાં માતૃભાષામાં પૂર્ણ થયું હતું.

12 વર્ષની ઉંમરે તેઓ કોલકાત્તા આવ્યા અને સેન્ટ ઝેવિયર્સ શાળામાં પ્રવેશ લીધો. તેમને જીવવિજ્ઞાાનમાં વધારે રુચિ હતી પણ તેઓને પ્રોફેસર ફાધર લાફોટે ભૌતિકશાસ્ત્રના અભ્યાસ માટે પ્રેરિત કર્યા. ફિઝિક્સમાં ગ્રેજ્યુએશન કર્યા બાદ તેઓ મેડિસિનના અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા. જોકે, ખરાબ તબિયતને લીધે તેમણે મેડિસિનનો અભ્યાસ પડતો મૂકી કેમ્બ્રિજ યુનિર્વિસટીમાંથી અભ્યાસ કર્યો.

1915 માં ભારત પાછા ફરીને તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું. એ વખતે અંગ્રેજ શિક્ષકોની સરખામણીમાં ભારતીય શિક્ષકોને ત્રીજા ભાગનો જ પગાર ચૂકવવામાં આવતો. બોઝે આનો જોરદાર વિરોધ કર્યો અને ત્રણ વર્ષ કોઈ જ વેતન લીધા વગર કામ કર્યું. આને લીધે તેઓ દેવાદાર પણ બન્યા તથા ગામની જમીન વેચવાની ફરજ પડી. જોકે, આખરે બોઝની જીત થઈ અને તેમને પૂરું વેતન ચૂકવવામાં આવ્યું. તેઓ એક ઉમદા શિક્ષક હતા.

પ્રાયોગિક શિક્ષણમાં માનતા જગદીશચંદ્રના વિદ્યાર્થી સત્યેન્દ્રનાથ બોઝ તથા મેઘનાથ સાહા એક મહાન વિજ્ઞાની બન્યા.

1917માં અધ્યાપનમાંથી નિવૃત્ત થયા બાદ તેમણે બોઝ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની કોલકાત્તામાં સ્થાપના કરી. તેઓ ૧૯૩૭ સુધી ત્યાં જ કાર્યરત રહ્યા.

જગદીશચંદ્ર બોઝને રેડિયો વિજ્ઞાનના પિતામહ ગણવામાં આવે છે. માર્કોનીની શોધનાં બે વર્ષ અગાઉ તેમણે રેડિયો તરંગો અને સંચારની પદ્ધતિ શોધી કાઢી હતી.

આજકાલ માઇક્રોવેવ કે વિકિરણીય ઉપકરણો જે વપરાય છે તેની શોધ બોઝે ૧૯મી સદીમાં કરી નાખી હતી. બોઝે સૂર્યમાંથી મળતી વિદ્યુત ચુંબકીય શક્તિના અસ્તિત્વની તથા તેના ઉપયોગની હિમાયત કરી હતી, જે 1944માં સફળ સાબિત થઈ.

ભૌતિકશાસ્ત્રી ઉપરાંત બોસ અચ્છા લેખક, વનસ્પતિશાસ્ત્રી પણ હતા. તેમણે વનસ્પતિમાં જીવ છે તે વાત પ્રતિપાદિત કરી. સજીવ અને નિર્જીવ વિશેની માન્યતાઓ તેમના થકી જ બદલાઈ. આ માટે તેમણે ક્રેસ્કોગ્રાફ નામના યંત્રની શોધ કરી.

જગદીશચંદ્ર બોઝ મહાન ગણિતશાસ્ત્રી રામાનુજના સમકાલીન હતા. તેઓ કવિવર રવીન્દ્રનાથ ટાગોરના ખાસ મિત્ર પણ હતા. જગદીશચંદ્રને કોમ્પેનિયન ઓફ ઓર્ડર ઓફ ધ ઇન્ડિયન એમ્પાયર, કોમ્પેનિયન ઓફ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઇન્ડિયા, નાઇટ બેચલર, સર સહિતની અનેક સન્માનીય ઉપાધિઓ એનાયત કરવામાં આવી હતી. તેઓ રોયલ સોસાયટીના ફેલો પણ હતા. ભૌતિકવિજ્ઞાાન તથા વનસ્પતિશાસ્ત્ર પર તેમણે અનેક પુસ્તકો લખ્યાં છે. તેઓ સાયન્સ ફિક્શન લખવાના પણ શોખીન
હતા.

● માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

◆ આભાર ◆


No comments:

Post a Comment