Saturday, December 15, 2018

ગઝલ

એવું પણ બને…!


થાય વિહવળ આંખ મારી તમને જોવા,
ને તમારો પડછાયો પણ ન મળે એવું પણ બને !

ચારેકોર આનંદને ઉત્સાહ રેલાયો હોય,
ને દિલમાં દુઃખનો પાર ન હોય એવું પણ બને !

ભર ચોમાસે આભમાં અમીના છાંટા હોય,
ને બિચારું ચાતક તરસે મળે એવું પણ બને !

ખીલી વસંત બાગમાં ચોમેર આજ,
ને સઘળાં ફૂલો મુર્જિત હોય એવું પણ બને !

થાય અજવાળું પૂનમના ચાંદનું જ્યારે,
ને ચકોરીને ઉડતા અંધારું નડે એવું પણ બને !

ચાહે મળવા ઘણું ઝંખે ગોહિલનું મન,
ને મળવાના સંજોગ ના બને એવું પણ બને !



(સ્વરચિત)
દિલીપસિંહ ગોહિલ
વામૈયા પ્રાથમિક શાળા

No comments:

Post a Comment