Saturday, December 1, 2018

વિશ્વ એઇડ્સ દિન

★ વિશ્વ એઇડ્સ દિન ★


સંપાદક :- દિલીપસિંહ ગોહિલ
ઉ.શિ... વામૈયા પ્રાથમિક શાળા



ઈ. સ. ૧૯૮૮મા શરુ થયેલ એઇડ્સ દિવસ દર વર્ષે ખતરનાક અને જીવલેણ રોગ એઇડ્સ વિષે સમાજ અને સહાનુભૂતિનો સંદેશો આપે છે. એચ. આઈ. વી. વાઇરસ દ્વારા ફેલાતો આ રોગ આજે વિશ્વની સહુથી મોટી સમસ્યા છે. આજના ટેકનોલોજીના યુગમાં વધતા જતા અનૈતિક સંબંધો આ મહારોગનો વ્યાપ વધારવા કારણભૂત છે. આ રોગ થયા પછી દર્દીને દવા કરતા લાગણી અને હુફની બહુ જરૂર પડે છે. એક સંશોધન મુજબ આ રોગની ગંભીરતા એ છે કે  નવા ચેપગ્રસ્ત બનતા લોકોમાં અડધાથી વધુ ૨૫ વર્ષની ઉમરના અને તે ૩૫ વર્ષ સુધીમાં તો મૃત્યુ પામે છે. વિકાસશીલ દેશોમાં જ ૯૫ ટકાથી વધુ લોકો એઇડસ પીડીત છે.

એઇડ્સ શું છે ?

AIDS (એઇડ્સ)નાં ટુંકા નામે ઓળખાતા આ રોગનું અંગ્રેજી નામ છે Acquired Immunodeficiency Syndrome અથવા Acquired Immune Deficiency Syndrome, જેને ગુજરાતીમાં ઉપાર્જિત રોગપ્રતિકાર ઉણપ લક્ષણ અથવા ઉપાર્જિત પ્રતિકાર ઉણપ લક્ષણતરીકે વ્યાખ્યાયિત કરી શકાય. આ એક, માનવનાં શરીરની રોગપ્રતિકાર શક્તિ પર હુમલો કરતો રોગ છે, જે HIV વાયરસ જવાબદાર છે. આ HIV વાયરસનું અંગ્રેજી નામ Human Immunodeficiency Virus છે, જેને ગુજરાતીમાં માનવ રોગપ્રતિકાર ઉણપ વાયરસ તરિકે ભાષાંતરિત કરી શકીએ.

એઇડ્સ ના લક્ષણો

સ્ટેજ-૧ ખાસ કોઈ ચિહ્નો દેખાતાં નથી.
સ્ટેજ-૨ વજનમાં ઘટાડો થવા લાગે અને નાનાં-મોટાં ઈન્ફેકશન થાય.
સ્ટેજ-૩ વારંવાર ઝાડા અને તાવ આવે છે. મોમાં ચાંદાં પડવાં, ચામડીનું ઇન્ફેકશન થાય, ટી.બી. થાય.
સ્ટેજ-૪ રોગપ્રતિકારક શક્તિ ઝડપથી ઘટે. દવા આપવા છતાં રોગ વધતો રહે અને જાતભાતની બીમારીઓ ઘેરી વળે.

એઇડ્સ થવાના કારણો

એઇડ્સ થવાના પાંચ મુખ્ય કારણો આ પ્રમાણે છે જેનાથી દૂર રહેવું જ સૌથી યોગ્ય ગણાશે.
- કોન્ડોમ વગર અજાણ્યા વ્યક્તિ સાથે સેક્સ માણવું.
- તપાસ્યા વગરનું લોહી ચઢાવવાથી.
- HIV પોઝિટિવ મહિલાના બાળકને જોખમ.
- એકવાર ઉપયોગમાં લીધેલી સિરિંજનો ઉપયોગ.
- ઉપયોગમાં લેવાયેલી બ્લેડનો ઉપયોગ કરવાથી.

સાવચેતીના પગલાં

- સલામત યૌન સંબંધ બાંધવો.
- યૌન સંબંધ બાંધતી વખતે કોન્ડમનો ઉપયોગ કરવો.
- તપસ્યા વગરનું લોહી ચઢાવવું નહીં
- એકવાર ઉપયોગમાં લીધેલ સિરિંજનો ઉપયોગ ન કરવો.
- ઉપયોગમાં લેવાયેલી બ્લેડ ન વાપરવી.

એઇડ્સનો ઉપાય

હાલમાં ના સમયમાં એડ્સ માટે કોઇ ઉપાય નથી. તથાપિ ઉપચાર ઉપલબ્ધ છે જેના થકી સંક્રમણથી ઉપાય પીડિતો જીવનની ગુણવત્તા સુધારી શકે છે. 
વિષાણુ વિરોધી ઉપચાર પધ્ધતિ શરીરમાંની એચ.આય.વી સંક્રમણની પુનરાવૃત્તિને દબાવી દે છે. Retrovir જે જુડોવુડીન અથવા ART નામે ઓળખાય છે, એક વિષાણુ વિરોધી આડતિયાનું કામ કરે છે, જેનો વાપર એડ્સના ઉપાય માટે કરવામાં આવે છે. 
વ્યાપાર નામ Invirase ના અંતર્ગત નિર્મિત, Saquinavir હાલમાં જ FDA દ્વારા એડ્સના ઉપાય માટે વાપરવા અનુમોહીત કરવામાં આવ્યુ છે. નવા દવાઓના સમુહમાં આને પહેલી મંજુરી મળી છે જે એડ્સના ઉપાયમાં વપરાતા વિષાણુ વિરોધી કરતા ૧૦ ગણુ અસરકારક છે.


◆ આભાર ◆



No comments:

Post a Comment